ગુજરાત

gujarat

Surat Crime: દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો

By

Published : Feb 7, 2023, 4:05 PM IST

દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી (Surat Crime) કરનાર આરોપી સુરતથી ઝડપાયો છે. પોલીસને બાતમી મળી હતી કે બેંગ્લોર શહેરના યશવંતપુર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો આરોપી સુરતના નિયોલ ચેક પોસ્ટ પાસેથી જવાનો છે. પોલીસએ બાતમીના આધારે તપાસ કરતા આરોપીને પોલીસએ દબોચી લીધો હતો.

દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો
દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો

સુરત:બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો છે. સુરત સારોલી પોલીસે આરોપી પાસેથી 40.32 લાખના દાગીના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના સમયે કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરના યશવંતપુર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો એક આરોપી સુરતથી ઝડપાયો છે.

દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો

ચોરી કરનાર ટોળકીનો આરોપી:સારોલી પોલીસને માહિતી મળી હતી કે બેંગ્લોર શહેરના યશવંતપુર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો આરોપી સુરતના નિયોલ ચેક પોસ્ટ પાસેથી જનાર છે. બાતમીના આધારે સારોલી પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.દેસાઈના માર્ગ દર્શન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસેથી 30 વર્ષીય આરોપી માજુ વરસિંગભાઇ ભુરીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 40.32 લાખની કિમંતના સોનાના ઘરેણા કબજે કર્યા હતા.

આ પણ વાંચો Surat news: 44થી વધુ ગુના આચરનાર સુરજ કાલીયા ગેંગની સામે ગુજસીટોક

શોધખોળ પોલીસે શરૂ કરી:સવા એક વર્ષ અગાઉ દિવાળીના તહેવાર સમયે આરોપીએ અન્ય સહ આરોપી સાથે મળી બેંગ્લોરના યશવંતપુર વિસ્તારમાં ઘરફોડ કરી હતી. સોનાના આશરે 40 ગ્રામ મુદ્દામાલ ઘરેણાની ચોરી કરી હતી. આરોપી વર્ષ 2015માં દાહોદ શહેર ગરબાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયો હતો. આરોપીઓમાં છનાભાઇ વરસિંગ ભુરીયા, રહે એજન, મજીદ કસના ભુરીયા રહે એજન, ભીમા ભાભોર પુરુ નામ ખબર નથી રહે- સંદલા ગામ તા-ગરબાડા જી-દાહોદ શામેલ છે.

આ પણ વાંચો Ahmedabad Crime: બાપના બગીચામાં દાદાગીરી, અસામાજીક તત્વોએ મચાવ્યો આતંક

મુદામાલ કબજે: એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, સારોલી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે બેંગ્લોરમાં ચોરી કરનારા આરોપી સુરતથી પસાર થવાનો છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલા દાગીના મળી આવ્યો હતો. બેંગ્લોર સીટી પોલીસને આ સમગ્ર મામલે જાણ કરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા 40.32 લાખની કિમતના ઘરેણા બાબતે કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં યશવંતપુરના અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરી અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details