ગુજરાત

gujarat

Surat Crime : સુરતમાં વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો, ચોંકાવનારી હકીકત

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 5:20 PM IST

સુરતમાં બેંક ઓફ બરોડા સાથે 100 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો છે. વિજય માલ્યા જેવા આ કિસ્સાની વધુ વિગતો જાણો.

Surat Crime : સુરતમાં વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો, ચોંકાવનારી હકીકત
Surat Crime : સુરતમાં વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો, ચોંકાવનારી હકીકત

મોટું આર્થિક કૌભાંડ

સુરત : વિજય માલ્યાની જેમ સુરતના વિજય શાહ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને પત્ની સાથે દેશ છોડી અમેરિકા ભાગી છુટ્યો છે. આરોપી વિજય શાહ અને તેની પત્ની કવિતા શાહ સામે મલ્ટીપલ એફઆઇઆર થઈ છે અને ગાંધીનગર સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના બે કરોડ રૂપિયા હજી તેઓએ ચૂકવ્યા નથી. જેથી તેના માલિકે આ અંગે પીએમઓ સહિત સીબીઆઇમાં ફરિયાદ કરી હતી. સીબીઆઇ એક્શનમાં આવી છે. આરોપ છે કે વિજય શાહ તેની પત્ની અને અન્ય ડિરેક્ટરોએ બેન્કમાંથી 100 કરોડ રૂપિયાનો લોન લીધી હતી.

બેંક ઑફ બરોડા સાથે છેતરપિંડી : વિજય શાહ તેમની પત્ની કવિતા શાહ અને સતીશ અગ્રવાલએ બેંક ઑફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તેઓ સુરતના હાઈટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર છે. એટલું જ નહીં, અન્ય એક ઉદ્યોગપતિ પાસેથી તેઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા અને ત્યારબાદ છેતરપિંડી આચરી અમેરિકા નાસી ગયા છે. આ સિવાય તેઓએ રાજસ્થાનમાં જમીન સંબંધિત છેતરપિંડી અને સુરતમાં એક જ પ્લોટ બે વ્યક્તિઓને વેચી દેવા મામલે પણ ગંભીર ગુનો આચર્યાં છે. આ સમગ્ર મામલે હવે શાહ દંપતિ તેમજ સતીશ અગ્રવાલ સામે સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પોતાના કર્મચારીઓને પણ કાઢી મૂક્યા : ભેજાબાજ શાહ દંપતિએ દેશ છોડવા પહેલા કંપનીના ડિરેક્ટર સતીસ અગ્રવાલને ડિરેક્ટર પરથી હટાવી દીધા હતાં અને પોતાના કર્મચારીઓને પણ કાઢી મૂક્યા હતાં જેથી કોઈ પણ પ્રકારની તેમની ઉપર કાર્યવાહી ન થાય. આરોપી વિજય શાહ મેમન કો-ઓપરેટીવ બેંકમાંથી લોન પણ લીધી હતી અને ત્યારબાદ પોતાની નાદારી નોંધાવી હતી. આ બેંક બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ હતી. બેંક ઑફ બરોડા દ્વારા આરોપી વિજય શાહને ટુકડે ટુકડે કરીને 100 કરોડ રૂપિયાની લોન પણ આપવામાં આવી હતી.

મલ્ટીપલ એફઆઇઆર થઈ : વિજય શાહ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા સોલાર કંપની કશ્યપ પ્રાઇવેટ લિમિટેડના માલિક હીરેન ભાવસારે જણાવ્યું હતું કે, વિજય શાહ તેમની પત્ની અને અન્ય ડિરેક્ટર સામે તેઓએ પુરાવા સાથે સીબીઆઇમાં ફરિયાદ કરી હતી. સીબીઆઇ ગાંધીનગર દ્વારા સમગ્ર મામલે મલ્ટીપલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ માટે સુરત ઇકોનોમિક સેલ પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી છે. આ સમગ્ર મામલે મલ્ટીપલ એફઆઇઆર થઈ છે. અગાઉ આ મામલે અમે પીએમઓમાં પણ ફરિયાદ કરી છે મારી સાથે તો એ બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે : સાથે તેઓએ જણાવ્યું હતું કે આરોપી વિજય શાહ તેમજ નરેન્દ્ર ગર્ગ વિરુદ્ધ રાજસ્થાનના જયપુર અને અજમેર ખાતે અને જીઆઇડીસી અંકલેશ્વરમાં જમીન કૌભાંડ મામલે પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેને અનુમાન હતું કે તેની ધરપકડ થઈ શકે છે તો તે બેંક સાથે છેતરપિંડી કરીને પત્ની સાથે અમેરિકાના નાસી ગયો છે.

  1. Ahmedabad Crime News : બનાવટી દસ્તાવેજ બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઠગ ઝડપાયા
  2. Gujarat Football Betting scam : ચીની નાગરિકે એપ દ્વારા નવ દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી
  3. Nusrat Jahan Cheating: અભિનેત્રી નુસરત જહાં પર 28 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ABOUT THE AUTHOR

...view details