ગુજરાત

gujarat

Surat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો

By

Published : Mar 11, 2023, 4:18 PM IST

સુરતના સરથાણા વિસ્તારમાં BRTS લેનમાં રોડ ક્રોસ કરતો 21 વર્ષીય યુવકને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે અડફેટે લેતા યુવક હવામાં ફંગોળાઈ જતા મૃત્યુ નીપજ્યું છે. હાલ આ મામલે સરથાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો
Surat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો

સુરતમાં ખાનગી એમ્બ્યુલન્સની અડફેટે CAના વિદ્યાર્થીનું મૃત્યુ

સુરત : શહેરમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં સરથાણા વિસ્તારમાં આવેલ જકાતનાકા પાસે સિવાય હેડ્સમાં રહેતો 21 વર્ષીય અનિલ ગોઘાણી જેઓ CAનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ધુળેટીના દિવસે કોઈ કામ અર્થે પોતાની ફઈને ત્યાં જઈ રહ્યો હતો, ત્યારે તેઓ BRTS લેન રોડ ક્રોસ કરતી વખતે અચાનક પૂરઝડપે આવનારી ખાનગી એમ્બ્યુલન્સ તેને અડફેટે લેતા મૃત્યુ નિપજ્યો છે.

મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં : એમ્બ્યુલન્સ અડફેટે આતા યુવક ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ આ મામલે સરથાણા પોલીસે ખાનગી એમ્બયુલેન્સના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ : આ અકસ્માતની સંપૂર્ણ ઘટના BRTS બસ સ્ટોપ પર લાગવામાં આવે CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, BRTS લેનમાં જે રીતે યુવક અંદર આવે છે તે રીતે જ રીતે ખાનગી એમ્બયુલેન્સ પણ તે યુવકને અડફેટે લઇ છે. એમ્બયુલેન્સ પણ અડફેટે લીધા બાદ જતી જ રહે છે.

ક્યારે બની ઘટના :આ બાબતે મૃતક અનિલના કાકા કુમાનભાઈએ જણાવ્યું કે, આ ઘટના 8 તારીખ ધુળેટીના દિવસે સાંજે 6:00 વાગ્યાની આસપાસ બની હતી. અમને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો કે આ રીતે ઘટના બની છે. જેથી અમે તાત્કાલિક સંજીવની હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ અમે પહોંચી તે પેહલા જ અજયનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Vadodara News : નીલ ગાય રીક્ષા સાથે અથડાતા સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળ પર મૃત્યુ

યુવક શું કરતો હતો : વધુમાં જણાવ્યું કે, અજય અમદાવાદમાં ખાનગી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં CAનો અભ્યાસ મેળવી રહ્યો છે. હાલ થોડા દિવસ બાદ તેની CAની પરિક્ષા પણ હતી અને એ પણ સુરતમાં જ હતી. જેથી તે ઘરે આવ્યો હતો. અજયના મમ્મી પપ્પા ગામમાં રહીને ખેતી કરે છે. અમે મૂળ વતન આમલેરીમાં આવેલા બગસરા તાલુકાના હળીયાદ ગામના છીએ. હું છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહીને હીરા ઘસવાનું કામ કરું છું. અજય પોતાની ફઈના ત્યાં જઈ રહ્યો હતો ત્યારે જ આ ઘટના બની હતી.

આ પણ વાંચો :Surat Accident: શહેરની અમીન ડાઈંગ મિલમાં મશીનમાં ફસાઈ જતા શ્રમિકનું મોત, પરિવારે મિલમાલિક સામે નોંધાવી ફરિયાદ

પોલીસનું નિવેદન : આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.જોગાડા જણાવ્યું હતું કે, આ ઘટના 8 તારીખે ધુળેટીના દિવસે સાંજે બની હતી. પોલીસ કંટ્રોલ રૂમને સાંજે 7 વાગે હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેથી અમે ત્યાં પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર હેડ કોન્સ્ટેબલ મણીલાલને મોકલ્યા હતા, ત્યાં તેમને એવું જાણવા હતું કે, મૃતક અજય BRTS લેનમાં રોડ ક્રોસ કરતી વખતે એબ્લ્યુલેન્સએ અડફેટે લીધો હતો. હોસ્પિટલમાં ડૉક્ટર અને પરિવારનું નિવેદન લઇ આ મામલે અમે ખાનગી એમ્બયુલેન્સના ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details