ગુજરાત

gujarat

Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

By

Published : Jan 28, 2022, 1:51 PM IST

Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો
Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં દુષ્કર્મની (Rape case in Surat) ઘટના સામે આવી છે. આ ઘટનામાં કિશોરી ચીખલીથી ભાગીને એક યુવાન સાથે સુરત ભાગી આવી હતી. આ યુવાને બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ બે લોકો પણ દુષ્કર્મના (Gagrap in Surat) ભાગ બન્યા છે. જાણો વિગતવાર સમાચાર...

સુરત : સુરતના ડિંડોલી વિસ્તારમાં કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી (Rape Case in Surat) નીકળ્યાનો કેસ સામે આવી રહ્યો છે. આ ઘટનાની ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલા નરાધમોએ માસૂસ કિશોરી સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા

ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

સુરત ACP સી.કે.પટેલએ જણાવ્યું હતું કે આજથી દોઢ વર્ષ પહેલા કિશોરીના માતા-પિતા લગ્ન કરવા માટે છોકરો શોધતા હતા. પરંતુ કિશોરીને લગ્ન નહોતા કરવા એટલે ઘરેથી ભાગી ગઈ હતી. જેમાં મુખ્ય આરોપી સુરજસિંગ રાજપૂતની કિશોરીએ મદદ માંગી હતી. મદદ કરવાના બહાને અલગ રૂમ રાખી તેની સાથે રહેવા લાગ્યો હતો. જોકે દાનત બગાડતા સુરજસિંગ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ (Rape in Dindoli area of ​​Surat) બાંધ્યા હતા.

આ પણ વાંચો:Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

"બળજબરી પૂર્વક મારા માથે સિંદૂર ભર્યું"

કિશારી જણાવ્યું કે, સુરજ રાજપૂત, વિમલેશ પાઠક, અને ચંદન મારી આ ત્રણ લોકોએ મારા પર રેપ (Gagrap in Surat) કર્યો છે. આ લોકોને છોડવા જોઈએ નહીં. આ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ. મને સુરજ રાજપૂત ચીખલી થી સુરત લાવી મારી સાથે ખોટુ કામ કરતો અને કરવાનો પણ હતો. મને સુરત લાવવામાં આવી હું સુરજ ને ભાઈ કહેતી હતી. સૂરજે કહ્યું કે મારે તારી જોડે લગ્ન કરવા છે. મેં ના પાડી બળજબરી પૂર્વક તેને મારા માથે સિંદૂર ભર્યું ને રાતે મારી સાથે ખોટું કામ કર્યું. સુરત રાજપૂત કેટલી ચાની લારી ખોલી છે. ત્યાં વિમલેશ પાઠક અને ચંદન આવતા હતા. એ લોકોએ પણ મારી સાથે ખોટું કર્યું છે. મારી માંગ છે કે આ લોકોને કડકમાં સજા આપવામાં આવી એ લોકો મારી સાથે ખોટું કામ કર્યું છે.

આ પણ વાંચોઃ Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details