ગુજરાત

gujarat

Organ Donation: મૃત્યુ બાદ પણ હાથ આપ્યો, બ્રેનડેડ દર્દીના કિડની-લીવર મુંબઈ મોકલાયા

By

Published : Feb 10, 2023, 9:54 AM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 56 વર્ષીય બ્રેઈનડેડ સ્વજનનું અંગદાન થતાં પાંચ લોકોને નવજીવન આપ્યું છે. આ સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં 16મું અંગદાન કરવામાં આવ્યું છે.

Surat News : હોસ્પિટલમાં 16મું દાન, બ્રેઈનડેડ સ્વજનના અંગદાનથી પાંચ લોકોને આપ્યું નવજીવન
Surat News : હોસ્પિટલમાં 16મું દાન, બ્રેઈનડેડ સ્વજનના અંગદાનથી પાંચ લોકોને આપ્યું નવજીવન

સુરત :નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 16મું અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઈનડેડ સ્વજનના લીવર, બે કિડની અને બે હાથોનુ અંગદાન કરી માનવતા મહેકાવતો સુરતનો પાટીલ પરિવારના 56 વર્ષીય ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે. જ્યારે લિવર અને બે કિડની અમદાવાદની IKDRC ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત શહેરમાં વધુ એક અંગદાન થવાથી અંગદાનની આ ઓળખ વધુ સફળ બની છે. તો ગુજરાતનું સાતમું હેન્ડ ડોનેશન થયું છે.

બ્રેઈનડેડ સ્વજનનું અંગદાન

45 વર્ષીય ભાસ્કર પાટીલ : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નયકે જણાવ્યું કે, શહેરના પાંડેસરા વિસ્તારના ભક્તિ નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ભાસ્કર પાટીલ જેઓ મજૂરી કામ કરીને જીવન વ્યતીત કરતા હતા. તેમનું ગત 2 ફેબ્રુઆરીના રોજ પાંડેસરા કડિયા નાકા પર કામ માટે જવા નીકળ્યા, ત્યારે અચાનક જ બેભાન થઈ જતા તાત્કાલિક તેમને સોસ્યો સર્કલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયા હતા.

અંગદાન વિશે માહિતી :વધુમાં જણાવ્યું કે, બપોરે તેમનું સિટી સ્કેન રિપોર્ટ કરાવતા મગજના હેમરેજ થયાનું માલુમ પડયું હતું. સઘન સારવાર છતાં ગંભીર હેમરેજના તેમના સ્વસ્થ થઈ શકે તેમ ન હતા. જેથી સિવિલના ન્યુરોફીઝીશીયન ડો. પરેશ ઝાંઝમેરા તેમજ ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં તેમના ભાણેજ સિવાય કોઈ ન હોવાથી તેમને અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. અંગદાન વિશે જાણતા જ તેમણે પોતાના કાકાના અંગોનું દાન કરવાની તૈયારી બતાવી હતી. જેથી આજરોજ સાંજે બ્રેઈનડેડ ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે લિવર અને બે કિડની અમદાવાદની IKDRC- ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આ રીતે પાટીલ પરિવારે સમાજમાં માનવતા મહેકાવી છે.

હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર :વધુમાં જણાવ્યું કે, આ અંગદાન સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડો.નિલેશ કાછડીયા અને તબીબી ટીમ દ્વારા બંને હાથને પ્રોક્યોર કરવામાં આવ્યા હતા. અંગદાનને પાર પાડવામાં સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવલેકર તમામ RMO સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી આ અંગદાનને સફળ બનાવી છે.

આ પણ વાંચો :બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી

કાકાને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા :આ બાબતે મૃતક ભાસ્કર પાટીલના ભાણેજ અજય પાટીલએ જણાવ્યું કે, ભાસ્કર કાકા અને હું સુરતમાં એક સાથે વર્ષોથી રહીએ છીએ. અમે છૂટક કામ કરીને અમારું પોતાનું ગુજરાન ચલાવીયે છીએ. ગત 2 ફેબ્રુઆરીના રોજ કાકાને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. ત્યારે કાકાને અમે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેમની સારવાર ચાલી પરંતુ તેમને વધુ સારવાર માટે અહીં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.

આ પણ વાંચો :ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન

પાંચ લોકોને નવજીવન આપ્યું :વધુમાં જણાવ્યું કે, મને બપોરે ફોન આવ્યો તો ડોક્ટરે મને જણાવ્યું કે, આ રીતે થયું છે. તેઓ બચી શકશે નહીં તેથી પહેલા મને સમજ નઈ પડી કે ડોક્ટરો શું કહી રહ્યા છે. ત્યારબાદ મને ફરી એક વખત ડોક્ટરે કહ્યું કે, આ રીતનું છે. તમે તમારા કાકાનું અંગદાન કરવા માગો છો તેમણે મને માહિતી આપી ત્યારબાદ તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે. અમારા પરિવારમાં કોઈ નથી. હું અને મારાં કાકા પરંતુ આજે કાકા પણ આજે મારો સાથ છોડીને જતા રહ્યા તેથી હું ખૂબ જ દુઃખી પણ છું, પરંતુ તેમણે પાંચ લોકોને નવજીવન આપીને જઈ રહ્યા છે. તેની માટે મને એમની ઉપર ગર્વ છે.

ABOUT THE AUTHOR

...view details