બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી

author img

By

Published : Jan 7, 2023, 7:39 PM IST

બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી

સુરતમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાને (Organ Donation Surat )અન્ય ત્રણ દર્દીઓને જીવનની ભેટ આપી છે. કતારગામના વિપુલભાઇ ભીકડીયા નામના દર્દી પોતે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરુરતવાળા હતાં. જોકે તેમનું બ્રેઇનડેડ ડેથ થતાં ડોનેટ લાઇફની(Donate Life ) સમજાવટથી પરિવારે વિપુલભાઇના લિવર અને આંખોનું દાન (Liver and eye donation of Brain dead )આપી માનવતા મહેંકાવી હતી.

અંગદાનની જરુરિયાત સમજવાની જરુર છે

સુરત કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા 38 વર્ષીય વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા બ્રેઈનડેડ થતા પરિવારના સભ્યોએ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી (Organ Donation Surat ) ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા (Organ Donation Surat )બતાવી છે. વિપુલભાઈની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. જેથી પરિવારના સભ્યો ઓર્ગન ડોનેશન કેટલું જરૂરી છે તે જાણતા હતાં. આજ કારણ છે કે તેઓએ અંગદાન કરવા માટે અનુમતિ (Liver and eye donation of Brain dead )આપી હતી.

આ પણ વાંચો ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન

મગજની નસ ફાટી ગઈ સિંગણપોર ગામ સુરત મુકામે રહેતા અને કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા વિપુલભાઈને તા. 22 ડિસેમ્બરના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા તેમને કતારગામમાં આવેલા અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા. બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને તા. 24 ડિસેમ્બરના રોજ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પીટલમાં દાખલ કર્યા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તા. 25 ડિસેમ્બરના રોજ વિનસ હોસ્પિટલમાં ડૉ. રાકેશ કળથીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની નસમાં લોહીનો ભરાવો થઇ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો અનીલભાઈએ જતા જતા ત્રણ વ્યક્તિના જીવનમાં પાથર્યો પ્રકાશ

બ્રેઈનડેડ જાહેર ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધા અને ડૉ. જતીન માવાણીએ ક્લીપીંગ કરી મગજની ફાટી ગયેલી નસ બંધ કરી હતી. ત્યારબાદ ફરી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધાએ 1 જાન્યુઆરીના રોજ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. તા. 5 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ. મેહુલ બાલધા, ફીઝીશયન ડૉ. રાકેશ કળથીયા, ઇન્ટેન્ટસીવીસ્ટડૉ. પ્રેક્ષા જૈન, ડૉ. આકાશ બારડ, મેડીકલ ઓફિસર ડૉ. પાયલ પાટીલે વિપુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.પ્રેક્ષા ગોયલે ડોનેટ લાઇફ (Donate Life ) ના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિપુલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

અંગદાનની જરુર હતી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન, ભાઈ ભાવેશભાઈ, બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ, સાળા વિપુલભાઈ અને જીગ્નેશભાઈ, પુત્ર ધાર્મિક અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા (Organ Donation Surat )સમજાવી હતી. વિપુલભાઈના પરિવારજનોએ (Liver and eye donation of Brain dead )જણાવ્યું કે વિપુલભાઈની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. ઓર્ગન નિષ્ફળ થાય તેની પીડા અમે પણ અનુભવી છે.

પરિવાર અંગદાન પ્રવૃત્તિથી જાણકાર હતાં અમે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિને સોશીયલ મીડિયામાં ફોલો કરી રહ્યા છે તેમજ વારંવાર વર્તમાનપત્રોમાં પણ ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃત્તિના સમાચાર વાંચતા હતાં. ત્યારે અમે હંમેશા વિચારતા હતા કે આ માનવ સેવાનું ઉમદા કાર્ય (Liver and eye donation of Brain dead )છે. આજે અમારું સ્વજન બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે અમારા સ્વજનના અંગોના દાનથી (Organ Donation Surat ) ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. વિપુલભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા ઉ.વ 16 કે જે શારદા વિધ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે, પુત્ર ધાર્મિક ઉ.વ 14 શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.

હ્રદય અને ફેફસાનું દાન સ્વીકારવા સુરત આવ્યા પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા. મુંબઈની જશલોક હોસ્પિટલના ડો.ઉપેન્દ્ર ભાલેરાવ અને તેની ટીમ તથા ચેન્નાઈની MGM હોસ્પિટલના ડો. સેંથિલ કુમાર અને તેમની ટીમ હ્રદય અને ફેફસાનું દાન સ્વીકારવા સુરત આવ્યા હતાં. પરંતુ હ્રદય અને ફેફસા ખરાબ થઈ ગયા હોવાથી તેનું દાન સ્વીકારી શકાયું ન હતું. લિવરનું દાન IKDRCના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં (Organ Donation Surat ) મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની IKDRC માં (Liver and eye donation of Brain dead ) કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.