ગુજરાત

gujarat

Surat News: ભાદરવી પૂનમના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં 45મુ સફળ અંગદાન થયું

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 8:45 PM IST

ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 45મુ સફળ અંગદાન થયું છે. 42 વર્ષીય બ્રેઈનડેડ બિસ્માકર્મા અવધ મિસ્ત્રીના લિવર અને ફેફસાના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર

સુરતમાં 45મુ સફળ અંગદાન કરાયું
સુરતમાં 45મુ સફળ અંગદાન કરાયું

સુરતઃ ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 45મુ સફળ અંગદાન થયું છે. 42 વર્ષીય બ્રેઈનડેડ બિસ્માકર્મા અવધ મિસ્ત્રીના લિવર અને ફેફસાના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે. તેમના લીવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, તથા ફેફસાને ડી.વાય.પાટીલ હોસ્પિટલ એન્ડ રીચર્સ સેન્ટર,પુણે ખાતે મોકલવામાં આવ્યા છે.

મગજની નસ ફાટી જવાથી મૃત્યુઃ મૃતક બિસ્માકર્મા અવધ મિસ્ત્રી 42 વર્ષીય હતા. તેઓ સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ બરફની કંપનીમાં કામ કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા. તેઓ ગત 27મી સપ્ટેમ્બરના રોજ સાંજે રૂમ પર જમવાનું બનાવતાં હતા. તે સમયે અચાનક ચક્કર આવી જતા બેભાન થઈ ગયા હતા.તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. અહીં તેમના મગજની નસ ફાટી જવાથી મૃત્યુ થયું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

કાકાએ અંગદાનનો નિર્ણય લીધોઃ બ્રેઈનડેડ બિસ્માકર્માના કાકાએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમના પરિવારમાં પત્ની મમતાદેવી તથા દીકરી ખુશ્બુ અને પુત્ર અમિત છે. મૃતક મૂળ વતન બિહારના વતની હતા. તેમનો પરિવાર બિહારના અહિયાપૂરમાં હસપુરા ગામમાં રહે છે. પરિવારના એક જવાબદાર સભ્ય બનીને મૃતકના કાકાએ અંગદાનની મંજૂરી આપી હતી. આ દુઃખની ઘડીમાં મૃતકના કાકા માનવતા ભૂલ્યા નહતા.

આજે નવી સિવિલ હોસ્પિટલમાં ભાદરવી પૂનમના પાવન અવસરે 45મુ સફળ અંગદાન થયું છે. 42 વર્ષીય બ્રેઈનડેડ બિસ્માકર્મા અવધ મિસ્ત્રીના લિવર અને ફેફસાના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે...ડૉ. ગણેશ ગોવેકર(સુપ્રિન્ટેન્ડેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)

  1. Mohan Bhagwat In Surat : દહન અને દફનની પરંપરા છોડી અંગદાન કરો, આ દેશભક્તિ છે - મોહન ભાગવત
  2. Surat News: માનવતાની મહેક, એક સાથે 1500 થી વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો લીધો સંકલ્પ

ABOUT THE AUTHOR

...view details