ગુજરાત

gujarat

નિવૃત્ત LIC અધિકારીની જમીન સરકારમાંથી છોડાવવાના નામે લાખો રૂપિયા પડાવ્યા, ત્રણ વ્યાજખોરની ધરપકડ

By

Published : Aug 11, 2023, 10:29 AM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ત્રણ વ્યાજખોરની ધરપકડ કરી છે. આ ત્રણે આરોપીઓ દ્વારા નિવૃત્ત એલ.આઈ.સી.અધિકારીની પારિવારિક જમીન સરકારમાંથી છોડાવવાના નામે લાખો રૂપિયા પડાવી લીધા હતા. તેઓ 10 મહિનામાં 22 થી 25 ટકા વ્યાજ વસુલ કરવા માટે નિવૃત્ત અધિકારીનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કુલ રૂપિયા 47.84 લાખ પડાવી લીધા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા નિવૃત્ત એલ.આઇ.સી. અધિકારીની પારિવારિક જમીન સરકારમાંથી છોડાવવાનાં નામે લાખો રૂપિયા પડાવી લેવા મામલે ત્રણ વ્યાજખોરની ધરપકડ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા નિવૃત્ત એલ.આઇ.સી. અધિકારીની પારિવારિક જમીન સરકારમાંથી છોડાવવાનાં નામે લાખો રૂપિયા પડાવી લેવા મામલે ત્રણ વ્યાજખોરની ધરપકડ કરી છે.

નિવૃત્ત એલ.આઇ.સી.અધિકારીની જમીન સરકારમાંથી છોડાવવાના નામે લાખો રૂપિયા પડાવ્યા

સુરત: સુરત શહેરમાં ચોરી લૂંટ ફાટના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નિવૃત્ત LIC અધિકારીની જમીન સરકારમાંથી છોડાવવાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ત્રણ વ્યાજખોર ની ધરપકડ કરવામાં આવી હતી.

"ભરતભાઈ દલપતભાઇ રાણા જે એલ.આઇ.સી.માંથી ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી હતી કે, જે લોકો ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરે છે. તે લોકોનાં તેઓ ભોગ બનનાર હતા. તેમની ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી ફરીદખાન હુસેન ખાન પઠાણ, ચેતન ભંવરલાલ શાહ, મુકેશ ચંપકલાલ ચૌહાણ, કનૈયા જમુભાઇ પટેલ તેમજ અમદાવાદમાં મણિનગર ખાતે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ભોળા શંકરલાલ પટેલ વિરુદ્ધ IPC કલમ 420, 34, 120 બી મની લોન્ડરિંગ એક્ટની કલમ 5, 40, 42 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે"--લલિત વાઘોડિયા (સુરત ક્રાઈમ બ્રાન્ચ પી આઈ)

20 લાખ રૂપિયા વ્યાજે: વધુમાં જણાવ્યું કે, આ ઘટનાની હકીકતએ રીતે છે કે, આ કામના ફરિયાદી જહાંગીરાબાદ ખાતે પારિવારિક જમીન આવેલી છે. આ જમીનનો કેટલોક હિસ્સો યુ.એલ.સી.એક્ટ હેઠળ સરકાર હસ્તક ખાલસા થયો હતો. જહાંગીરાબાદ ખાતેની જમીનનો સોદો ઓલપાડનાં બિલ્ડર ફરીદખાન હુસેન ખાન પઠાણ અને બાકીનાં ચાર અન્ય આરોપીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવે છે. જેના ભાગરૂપે ફરિયાદીને કહે, છે કે તમે પૈસા આપો તો તમારી જમીન સરકાર માંથી જમીન છુટી જશે. જે તે સમય દરમિયાન ફરિયાદી પાસેથી બાકીના ત્રણ આરોપી પાસેથી 20 લાખ રૂપિયા વ્યાજે પડાવે છે. તે સમય દરમિયાન 20 લાખ લાખ રૂપિયાનું વ્યાજ સાથે 35 લાખ રૂપિયા આપવાની બાંહેધરી સાથે રૂપિયા આપ્યા હતા.

આગળની કાર્યવાહી હાથ ધરી: આરોપીઓ દ્વારા 55 લાખમાં ફરિયાદીનું એક મકાનનું પણ આરોપી દ્વારા સાટાખત કરાવી લીધું હતું. વધુમાં જણાવ્યું કે, 35 લાખ રૂપિયાનો લાખણ બાદ તે લોકો દ્વારા 55 લાખ રૂપિયાનું લાખણ લખાવી દેવામાં આવે છે. એટલે કે ફરિયાદીએ 55 લાખ રૂપિયા આપવા ના તે સાથે કોરા ચેક ઉપર સાઈન પર કરાવી દીધા હતા. તેનું બાંહેધરી પત્રક પણ લખાવી લેવામાં આવે છે. ત્યારબાદ તે લોકો દ્વારા જે કોરા ચેક લીધા હતા. તેને નામદાર કોર્ટની અંદર 138 કરી ચેક રીટર્ન કરાવે છે. આ 55 લાખમાં ફરિયાદીનું એક મકાનનું પણ આરોપી દ્વારા સાટાખત કરાવી લીધું હતું. તે ઉપરાંત ફરી પાછી ચેક બાઉન્સ કરાવીને પરિવારને હેરાન પરેશાન કરતા હતા. જે મામલે હાલમાં ચેતન ભંવરલાલ શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Surat crime: છુટાછેડાના કેસ વચ્ચે નશામાં ધૂત પતિએ કર્યો ફીઝીયોથેરાપીસ્ટ પત્ની પર ચપ્પુ વડે હુમલો
  2. Surat Crime: સુરત પીસીબી પોલીસે જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details