ETV Bharat / state

Surat crime: છુટાછેડાના કેસ વચ્ચે નશામાં ધૂત પતિએ કર્યો ફીઝીયોથેરાપીસ્ટ પત્ની પર ચપ્પુ વડે હુમલો

author img

By

Published : Aug 4, 2023, 12:18 PM IST

સુરતમાં નશામાં ધુત થઈને આવેલા પતિએ પોતાની ફીઝીયોથેરાપીસ્ટ તબીબ પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પતિ સાથે મનમેળ નહીં હોવાથી પુત્રી સાથે માતા-પિતાના ઘરે રહેતી ફીઝીયોથેરાપીસ્ટ પત્નીના કલીનીક પર આવીને દારૂના નશામાં પતિએ હુમલો કરતા હમણાં હાથમાં ઈજા થઇ છે. આ મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો છે જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

છુટાછેડાના કેસ વચ્ચે નશામાં ધૂત પતિએ કર્યો ફીઝીયોથેરાપીસ્ટ  પત્ની પર ચપ્પુ વડે હુમલો
છુટાછેડાના કેસ વચ્ચે નશામાં ધૂત પતિએ કર્યો ફીઝીયોથેરાપીસ્ટ પત્ની પર ચપ્પુ વડે હુમલો

સુરત: ક્રાઈમના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં ક્રાઈમનો દર વધતો જ જઈ રહ્યો છે. ફરી વાર સુરતમાં એક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિએ પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલો હાલ ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે જેમાં પોલીસે પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા કુસુમ બેન ફીઝિયોથેરાપી કલીનીક ચલાવે છે. તેના પતિ ધીરજ રમેશ ચંદનાની કાપડ વેપારી છે અને તેઓ આભવા વિસ્તારમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી પતિ સાથે મનમેળ ન હોવાથી ડો.કુસુમ હાલમાં પુત્રી સાથે તેના માતા-પિતાના ઘરે રહે છે. તેઓ વચ્ચે છુટાછેડાનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.



"આ ઘટનામાં તેની પત્નીને ગળાના ભાગે અને જમણા હાથમાં ઈજા થઇ હતી. આ સમગ્ર મામલે પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કર્યો છે"-- જે.જી પટેલ (ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ)

ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ: ‘મારી સાથે નહીં આવે તો મારી નાખીશ’દરમ્યાન દારૂના નશામાં તેનો પતિ કલીનીક પર આવી પહોંચ્યો હતો અને તેની પત્નીને ‘મારી સાથે નહીં આવે તો મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. જો કે પત્નીએ ઇનકાર કરતા તેનો હાથ પકડીને કલીનીકની બહાર લઇ ગયો હતો. ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પત્નીને સારવાર રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

  1. Ahmedabad Crime News: મેઘાણીનગરમાં જુના જઘડાની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા, 6 શખ્સોએ ભેગા મળી હત્યાને આપ્યો અંજામ
  2. Gujarat ATS: રાજકોટ ખાતેથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓની તપાસ અર્થે ગુજરાત ATS ની એક ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી
  3. Sexual harassment Case : બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાઇ ગેરકાયદેસર ખાણકામની ફરિયાદ, NGTએ તપાસના આદેશ આપ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.