ગુજરાત

gujarat

Holi 2022: સુરતમાં કાપડના વેપારીઓએ હોળીની ઉજવણીમાં યોગીના માસ્ક પહેરી ગીત ગાયું 'જો રામકો લાયે હે હમ ઉનકો લાયે હૈ'

By

Published : Mar 17, 2022, 8:52 PM IST

Updated : Mar 17, 2022, 9:48 PM IST

ફાગોઉત્સવની ઉજવણી(Holi 2022) સુરતમાં કરવામાં આવી છે. આ ઉત્સવમાં સુરતના કાપડના વેપારીઓ યોગી આદિત્યનાથ બની ગયા હતા. રંગના આ ઉત્સવમાં કાપડના વેપારીઓ (Textile merchant of Surat )યોગી આદિત્યનાથના માસ્ક પહેરી રંગો સાથે ઝુમી ઉઠ્યા અને ગીત ગાયું કે 'જો રામકો લાયે હે હમ ઉનકો લાયે હૈ'.

Holi 2022: સુરતમાં કાપડના વેપારીઓએ હોળીની ઉજવણીમાં યોગીના માસ્ક પહેરી ગીત ગાયું 'જો રામકો લાયે હે હમ ઉનકો લાયે હૈ'
Holi 2022: સુરતમાં કાપડના વેપારીઓએ હોળીની ઉજવણીમાં યોગીના માસ્ક પહેરી ગીત ગાયું 'જો રામકો લાયે હે હમ ઉનકો લાયે હૈ'

સુરતઃ શહેરમાંં દર વર્ષે ફાગોઉત્સવની (Holi 2022)ઉજવણી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો કરતા હોય છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓ આ ઉજવણી દર વર્ષે 10થી 15 દિવસ પહેલા શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે આ ઉત્સવની ઉજવણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (Uttar Pradesh Assembly Elections )જે રીતે યોગી આદિત્યનાથની ભવ્ય જીત થઈ છે તેની ઝલક જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા લોકો કહેતા હતા કે જો 'રામ કો લાયે હે હમ ઉનકો લાયેંગે' પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભવ્ય(Yogi Adityanath)વિજય બાદ સુરતના કાપડના વેપારીઓ ફાગોઉત્સવની ઉજવણીમાં ગાઈ રહ્યા છે કે જો રામકો લાયે હે હમ ઉનકો લાયે હૈ'.

વેપારીઓએ હોળીની ઉજવણી

આ પણ વાંચોઃHoli 2022 : ગુરુકૂળમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો

ઉત્તર પ્રદેશની ઉજવણી સાથે હોળીના તહેવારની ઉજવણી -તમામ કાપડના વેપારીઓ પોતાના મોઢા પર યોગી આદિત્યનાથના માસ્ક પહેરીને ઝુમતા પણ નજરે જોવા મળી રહ્યા છે. ઢોલ ડબલી હાથમાં લઈને અને મોઢા પર આ યોગી આદિત્યનાથ માસ્ક પહેરી કાપડના વેપારીઓ હોળીના રંગોમાં રંગાઈ રહ્યા છે. સુરતના દિલ્હી ગેટમાં આવેલા જાપાન માર્કેટ કાપડના વેપારી લલીત શર્મા સહિત કાપડના અન્ય વેપારીઓ ઉત્તર પ્રદેશની ઉજવણી સાથે હોળીના તહેવારની ઉજવણી કરી છે.

આ પણ વાંચોઃHolika Dahan in Girnar : ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા સાથે આજે ગિરનાર પર્વત પર હોલિકાનું દહન

Last Updated :Mar 17, 2022, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details