ગુજરાત

gujarat

Surat News: ગરબા ક્લાસમાં વિધર્મી યુવકને ઇન્સ્ટ્રક્ટર રાખતા હિન્દુ સંગઠનોનો હોબાળો

By

Published : Jul 8, 2023, 12:43 PM IST

Updated : Jul 8, 2023, 1:25 PM IST

અડાજણ ખાતે ચાલી રહેલા એક ગરબાના ક્લાસીસમાં વિધર્મી ઇન્સ્ટ્રક્ટર રાખવા મામલે હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બજરંગદળ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે કોઈ વિધર્મીને ગરબા ક્લાસમાં રાખશે તો તેની ઉપર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

hindoo-organizations-who-hired-a-non-religious-youth-as-an-instructor-in-the-garba-class-reached-the-class-and-created-a-ruckus
hindoo-organizations-who-hired-a-non-religious-youth-as-an-instructor-in-the-garba-class-reached-the-class-and-created-a-ruckus

સુરત: શક્તિના મહાપર્વ નવરાત્રીમાં ગરબા રમવા માટે સુરત શહેરમાં અનેક સ્થળે ગરબા ક્લાસ શરૂ થઈ ગયા છે. સુરતના અડાજણ વિસ્તારમાં હિન્દુ સંગઠન બજરંગ દળને ખબર પડી કે ગરબા ક્લાસમાં સંચાલકો એક વિધર્મી યુવકને ગરબા શીખવાડવા માટે રાખ્યા છે તો બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. બજરંગદળ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે કોઈ વિધર્મીને ગરબા ક્લાસમાં રાખશે તો તેની ઉપર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

શું બની ઘટના?: અગાઉ પણ હિન્દુ સંગઠનો દ્વારા ગરબા ક્લાસના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ ગરબા ક્લાસમાં કોઈપણ વિધર્મીને ગરબા શિખાવાડવા માટે રાખે નહીં. હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના લોકોને ખબર પડી કે અડાજન ખાતે ચાલી રહેલ આકાશ પનઘટ ગરબા ક્લાસમાં ગરબા સંચાલકોએ એક વિધર્મી યુવકને ગરબા શીખડવા માટે રાખ્યા છે. જેથી હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ગરબા ક્લાસમાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

'તે વિધર્મી હોવા છતાં પોતાનું નામ ફેસબુક આઇડી પર લખ્યું નથી, માત્ર આકાશ પનઘટ જ લખ્યું છે. શા માટે તેણે પોતાનું અસલી નામ લખ્યું નથી અને તેની આ પાછળની માનસિકતા શું છે? એ ખબર નથી. અમને જાણ થઈ આ જ વિધર્મીને અડાજણ ખાતે ચાલી રહેલા ગરબા ક્લાસમાં ગરબા ઇન્સ્ટ્રક્ટર તરીકે રાખવામાં આવ્યા છે. જેથી અમે અહીં પહોંચ્યા અને સંચાલકોને જણાવ્યું હતું કે તેને તાત્કાલિક અસરથી ગરબા ક્લાસથી કાઢવામાં આવે અને સંચાલકોએ મારી વાત સાંભળી છે અને અમે અત્યારે ગરબા ક્લાસની બહાર અને બજરંગ દળના બેનર પણ લગાવ્યા છે.' -હિન્દુ સંગઠનના કાર્યકર્તા

હિન્દુ સંગઠનનો આરોપ: ગરબા શીખવા માટે આવતા ખેલૈયાઓ સામે હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓએ સંચાલકને જણાવ્યું હતું કે તેઓ પોતાના ક્લાસમાં કોઈપણ વિધર્મીને ન રાખે. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ સાથે જણાવ્યું હતું કે તેમને ખબર પડી હતી કે સંચાલક દ્વારા પોતાની ક્લાસમાં એક વિધર્મીને ગરબા શીખવાડવા માટે રાખવામાં આવ્યા છે. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ આરોપ પણ લગાવ્યા હતા કે વિધર્મી યુવકે ફેસબુક ઉપર આકાશ પનઘટ નામની આઈડી પણ બનાવી છે. ભૂતકાળમા ગરબા આયોજનોમાં ગરબા રમવા પણ જઈ ચુક્યો છે.

  1. Surat Love Triangle-Murder : પાગલ પૂર્વ પ્રેમીએ કરી પ્રેમિકા સામે પ્રેમીની હત્યા, ચકચારી હત્યાનો મામલો
  2. Rajkot Crime: કલેક્ટર પ્રભવ જોષીના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખુલ્યું, અધિકારીએ કહ્યું બી એલર્ટ
Last Updated :Jul 8, 2023, 1:25 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details