ETV Bharat / state

Rajkot Crime: કલેક્ટર પ્રભવ જોષીના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખુલ્યું, અધિકારીએ કહ્યું બી એલર્ટ

author img

By

Published : Jul 7, 2023, 9:48 AM IST

Updated : Jul 7, 2023, 10:41 AM IST

હાલમાં સાયબર ક્રાઈમનો ભોગ મોટાભાગના લોકો બની રહ્યા છે. એવામાં રાજકોટમાંથી પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. જિલ્લા કલેકટર પ્રભાવ જોશીના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. કલેકટરના નામે બોગસ એકાઉન્ટ ખૂલ્યાની વાત સામે આવતા તંત્રમાં પણ દોડધામ મચી છે.

Rajkot Crime: કલેક્ટર પ્રભવ જોષીના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખુલ્યું, અધિકારીએ કહ્યું બી એલર્ટ
Rajkot Crime: કલેક્ટર પ્રભવ જોષીના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખુલ્યું, અધિકારીએ કહ્યું બી એલર્ટ

રાજકોટઃ સાચા વ્યક્તિના નામે ખોટા એકાઉન્ટ તૈયાર કરીને ગોલમાલ કરનારા ગમે તે કરી શકે છે. એક ભેજાબાજે રાજકોટના ક્લેક્ટર પ્રભવ જોશીના નામે એક એકાઉન્ટ તૈયાર કરીને લીલા કરવાનો પ્રયાસ કર્યો હતો. ફેસબુક પર એક પેજ તૈયાર કરીને ખોટું કરવામાં આવ્યું હતું. પણ આ મામલે હજુ સુધી કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આ મામલે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. જોકે,આ ફોટો ઘણા બધા સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

ફેસબુકમાં એકાઉન્ટઃ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટનો ચાર્જ સંભાળ્યો તેના ગણતરીના જ દિવસો થયા છે. એવામાં પ્રભાવ જોશીના નામે ફેસબુક પર અજાણ્યા શખ્સો દ્વારા બોગસ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જ્યારે આ એકાઉન્ટમાંથી કલેકટરના નજીકના લોકો સાથે મેસેજ પર વાતચીત પણ કરવામાં આવી હતી.

મોટી અપીલ કરીઃ આ પેજ પર પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર બાબત જિલ્લા કલેકટરના ધ્યાને આવતા તાત્કાલિક તેમને લોકોને સાવચેત કર્યા હતા. એકાઉન્ટ અંગેની માહિતી આપી હતી. આ સાથે જ તેમને અપીલ કરી હતી કે મારા નામે સોશિયલ મીડિયા પર કોઈપણ આર્થિક વ્યવહાર કરવો નહીં. જ્યારે જિલ્લા કલેકટરના નામે બોગસ એકાઉન્ટની વાત સામે આવતા રાજકોટ વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. આ મામલે સાવચેતી રાખી રહ્યું છે.

કોઈ ફરિયાદ નહીંઃ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટરના નામે ફેસબુક પર બોગસ એકાઉન્ટ ખુલ્યા બાદ કલેક્ટરે લોકોને આ મામલે સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. જ્યારે હજુ સુધી આ મામલે કોઈપણ પ્રકારની ફરિયાદ રાજકોટ સાઇબર ક્રાઇમમાં નોંધાવવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે બોગસ એકાઉન્ટ ખોલ્યું હતું. તેમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ પાસે પૈસાની માંગણી મેસેજ દ્વારા કરવામાં આવી. એવામાં રાજકોટ જિલ્લા કલેકટરના નામે પણ બોગસ ફેક એકાઉન્ટ ખોલ્યું છે જેને લઇને ચકચાર મચી જવા પામી છે.

  1. Morbi Crime: મહિલા પોલીસના બીભત્સ ફોટો-વિડીયો પરિવારને મોકલ્યા, પોલીસકર્મી હતો શામેલ
  2. Morbi Crime : પાનેલી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયાં, પૂછપરછમાં ત્રીજા આરોપીનું નામ ખુલ્યું
Last Updated : Jul 7, 2023, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.