ગુજરાત

gujarat

Double solar panel: ચાઈનાને પણ ટક્કર આપતી ડબલ સોલાર પેનલ સુરતમાં તૈયાર

By

Published : Apr 11, 2022, 7:33 PM IST

દેશમાં ધીમે ધીમે સોલાર ઉર્જાનો ઉપયોગ (Double solar panel )વધી રહ્યો છે. ત્યારે પ્રથમવાર સુરતની એક કંપનીએ ડબલ સોલાર પેનલ બનાવી છે. ચાઈનાની સોલાર પેનલ (Solar panels from China)કરતા સસ્તી સોલાર પેનલ સુરતના ઉદ્યોગકારએ બનાવી છે. આગામી દિવસોમાં ભારતમાં આ સોલાર સિસ્ટમ લઈ જવામાં આવશે. આ પેનલ બન્ને તરફ સિસ્ટમ ધરાવે છે જેના કારણે 25 ટકા વધુ ઊર્જા મળશે.

Double solar panel: ચાઈનાને પણ ટક્કર આપતી ડબલ સોલાર પેનલ સુરતમાં તૈયાર
Double solar panel: ચાઈનાને પણ ટક્કર આપતી ડબલ સોલાર પેનલ સુરતમાં તૈયાર

સુરત:રિન્યુએબલ એનર્જી ભવિષ્યની માંગ છે ત્યારે દેશમાં પ્રથમવાર ડબલ સોલાર પેનલ(Double solar panel )બનાવવામાં આવી છે. સુરતના ઉદ્યોગકારે બનાવેલા આ સોલાર પેનલના કારણે 25 ટકા વધુ એનર્જી મળી રહેશે એટલું જ નહીં આજદિન સુધી 80 ટકા મેન્યુફેક્ચરિંગ ચાઇના સોલાર પેનલનું(Double Solas Panel in Surat ) કરતું હતું જે હવે ભારતમાં શરુ થઇ ગયું છે.

ડબલ સોલાર પેનલ

સોલાર ઉર્જાનો ઉપયોગ -દેશમાં ધીમે ધીમે સોલાર ઉર્જાનો ઉપયોગવધી રહ્યો છે. લોકો સોલાર ઉર્જા તરફ આગળ(Solar panels from China) વધી રહ્યા છે. કારણ કે સસ્તુ અને પર્યાવરણ લક્ષી છે. દેશમાં પ્રથમવાર સુરતની એક કંપનીએ ડબલ સોલાર પેનલ બનાવી છે. જેના કારણે ઉપભોક્તાને 25 ટકા વધુ એનર્જી આ પેનલના માધ્યમથી મળી રહેશે. ભારતના લોકો માટે આ નવી ટેકનોલોજી છે. ચાઈનાની સોલાર પેનલ કરતા સસ્તી સોલાર પેનલ સુરતના ઉદ્યોગકારએ બનાવી છે. આગામી દિવસોમાં ભારતમાં આ સોલાર સિસ્ટમ લઈ જવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ(Make in India concept)પર ડબલ સોલાર પેનલ બનાવામાં આવી છે.

આ પણ વાંચોઃગ્રીન એનર્જી : સુરતના પાંચ જળવિતરણ કેન્દ્રની બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી

ડબલ સોલાર પેનલ તૈયાર કરી -સુરતના ઉદ્યોગકાર ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી અમે આ ડબલ સોલાર પેનલ તૈયાર કરી છે જેને બાય ફેશયલ સોલાર પેનલ કહેવાય છે. 80 ટકા સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ચાઇનામાં થતું હોય છે. પરંતુ હવે ભારતના મેન્યુફેકચરિંગ કરવા લાગ્યા છે. ઘણા લોકોને હવે નવી ટેકનોલોજી મળશે. આ પેનલ બન્ને તરફ સિસ્ટમ ધરાવે છે જેના કારણે ઉપભોક્તાને 25 ટકા વધુ ઊર્જા મળશે.
આ પણ વાંચોઃsolar subsidy scheme: સોલાર પ્રોજેકટ બંધ થાય અને સબસિડી ન મળતાં નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન

ABOUT THE AUTHOR

...view details