ETV Bharat / city

ગ્રીન એનર્જી : સુરતના પાંચ જળવિતરણ કેન્દ્રની બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી

author img

By

Published : Sep 15, 2021, 9:41 AM IST

Updated : Sep 15, 2021, 12:01 PM IST

સુરતમાં એનર્જીના બચાવ માટે અને પ્રદુષણથી બચવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના પાંચ જળ વિતરણ કેન્દ્રના બિલ્ડિંગની આગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી છે.

ગ્રીન એનર્જી : સુરતપાંચ જળવિતરણ કેન્દ્રના બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી
ગ્રીન એનર્જી : સુરતપાંચ જળવિતરણ કેન્દ્રના બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી

  • શહેરના પાંચ જળ વિતરણ કેન્દ્રના બિલ્ડિંગની આગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી
  • સૂર્યપ્રકાશની સાથે ફરે નવી ટેકનોલોજીનો ઉપયોગ
  • કુલ 1005 કીલોવોટ એટલે 1 મેગાવોટ વિદ્યુતનું ઉત્પાદન

સુરત : ગ્રીન એનર્જીને વધારવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના પાંચ જળ વિતરણ કેન્દ્રના બિલ્ડિંગની આગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી છે.જેના થકી કુલ 1005 કીલોવોટ એટલે 1 મેગાવોટ વિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પાંચ જળવિતરણ કેન્દ્રો આઈડેન્ટિફાય કર્યા બાદ તેની બિલ્ડીંગની અગાસી ઉપર સોલર પેનલ લગાવવામાં આવી છે. જેમાં સૂર્યપ્રકાશની સાથે ફરી શકે તેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેના થકી કુલ 1005 કીલોવોટ એટલે 1 મેગાવોટ વિદ્યુત નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં દર મહીને 20 થી 25 કરોડની આસપાસના પાવરનો ઉતપન્ન થાય છે. તેને ઓછું કરવાની કવાયતના ભાગરૂપે પાવર જનરેશન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર 2022 માટે ઓનલાઈન નોમિનેશન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ

વિસ્તારકિલોવોટ
ડીંડોલી 290 કિલોવોટ
વડોડ150 કિલોવોટ
ડભોઈ200 કિલોવોટ
ઉધના 215 કિલોવોટ
પાલ150 કિલોવોટ
કુલ કિલોવોટ1 મેગાવોટ

આ પણ વાંચો : ઉપરાષ્ટ્રપતિ નાયડુ, વડાપ્રધાન મોદી, લોકસભા સ્પીકર બિરલા આજે સંસદ ટીવી લોન્ચ કરશે

દર મહીને 20 થી 25 કરોડની આસપાસનું બિલ આવતું હોય છે

સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ,"જેટલી એનર્જી સુરત મહાનગરપાલિકા હાલ વાપરે છે તેને રિવર્સ મીટરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે અને તે પાવર રેગ્યુલર વપરાશના બિલમાંથી અમને બાદ મળશે. જળ વિતરણ મથક પર જે પાવર વપરાતો હશે તે અમે સેલ્ફ સફિશિશિયન્ટ બેઝ પર જઈ રહ્યા છે. શહેરની આશરે વાત કરીએ તો જે પાવર અમે યુતિલાઈઝ કરીએ છે તેમાં દર મહીને 20 થી 25 કરોડની આસપાસનું બિલ આવતું હોય છે. તેને ઓછું કરવાની કવાયતના ભાગરૂપે પાવર જનરેશન કરવામાં આવી રહ્યું છે. સોલાર અને વિન્ડ થકી અમે પાવર જનરેટ કરી રહ્યા છે".

Last Updated :Sep 15, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.