ગુજરાત

gujarat

VNSGUની સેનેટ ચૂંટણી 5-Pની થિયરી સાથે AAPના યુવા નેતાઓ લડશે

By

Published : Jul 28, 2022, 7:18 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આગળના દિવસોમાં સેનેટ સભ્યોની ચૂંટણી(Senate Election 2022 )આવી રહી છે. તેમાં આજરોજ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ વખત છાત્રા યુવા સંઘર્ષ સમિતિ આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ છે. તેમના દ્વારા 5 P THERPY FOR VNSGU જાહેર કર્યું. તથા પોતાના પાંચ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

VNSGUની સેનેટ ચૂંટણી 5-Pની થિયરી સાથે AAPના યુવા નેતાઓ લડશે
VNSGUની સેનેટ ચૂંટણી 5-Pની થિયરી સાથે AAPના યુવા નેતાઓ લડશે

સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં( Veer Narmad South Gujarat University )આગળના દિવસોમાં સેનેટ સભ્યોની ચૂંટણી આવી રહી છે. જેને લઈને આજરોજ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ વખત છાત્રા યુવા સંઘર્ષ સમિતિ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થીઓની પાંખ છે. તેમના દ્વારા 5 P THERPY FOR VNSGU જાહેર કર્યું. તથા પોતાના પાંચ ઉમેદવારનું નામ(Senate Election 2022 ) જાહેર કર્યું છે. જોકે બે દિવસ પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણીને લઈને પોતાનો ઉમેદવારો જાહેર કર્યા હતા.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થશે -VNSGU માં અત્યાર સુધી કોઈપણ સકારાત્મક વિદ્યાર્થી સંગઠન આવ્યું નથી. યુનિવર્સિટીમાં પ્રથમ વખત 5 P THERPY FOR ના થિયરીને લઈને આવી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તેમને ઘણો ફાયદો થશે.આ સેનેટ સભ્યોની થિયરી.

P for પ્રવેશ -યુનિવર્સિટીમાં દર વખતે વિદ્યાર્થીઓના પ્રવેશમાં છબરડા થતા હોય છે. વિદ્યાર્થી 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. તે સમય દરમિયાન યુનિવર્સિટીના કોઈપણ હેલ્પલાઇન નંબર કામ કરતી નથી. તે ઉપરાંત સીટને લઈને પણ ઘણા બધી સમસ્યાઓ સર્જાય છે. જે લઈને વિદ્યાર્થીઓની હિતમાં કોઈપણ જાતનું નિર્ણય લેવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓની વિષયને લઈને ઘણી બધી સમસ્યા સર્જાય છે. જેને લઈને યુનિવર્સિટીઓ સેનેટ સભ્યોમાં ચૂંટણીમાં સૌ પ્રથમ વખત છાત્રા યુવા સંઘર્ષ સમિતિના ઉમેદવારો ઉતારી રહ્યા છે.

P for પરીક્ષા -યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈને પણ અનેક છબરડા થતા હોય છે. હાલ જ થોડા મહિનાઓ પેહલા શહેરની વડિયા વુમન્સ કોલેજમાં B.Com સેમ - 6 નું પેપર લીક થાય છે. જે દિવસ પેપર હોય તેના આગળના દિવસો માંજ પેપર વર્ગ ખંડમાં લીક કરી દેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને કહેવામાં આવે છેકે આજે ઈકોનોમીકનું પેપર નથી ત્યારે પેપર પાછા લેવામાં આવે છે. આ રીતે પેપર લીક કરવામાં આવે છે. આ સમય દરમિયાન યુનિવર્સિટીનો એક જ જવાબ હતો કે, આ એક માનવીય ભૂલ છે. આ ભૂલો કાયમ થતી હોય છે. જેને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિને તેમના સેનેટ સભ્યો યુનિવર્સિટીમાં લાવવા જરૂરી છે.

આ પણ વાંચોઃકોરોના કાળ પછી પહેલી વાર આ યુનિવર્સિટીમાં જોવા મળશે સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ

P for પરિણામ -યુનિવર્સિટીમાં પરિણામે લઈને હાલનું જ મુદ્દો છે.B.Com સેમ-6ના 36,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાંથી માત્ર 8000 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. એમાં પણ યુનિવર્સિટી દ્વારા ઘણા બધા તાઇફાઓ કરવામાં આવ્યા. જેને કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બન્યા.

P for પઠન -પઠન એટલે શિક્ષણ યુનિવર્સિટીમાં શિક્ષણને લઈને દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા ટાઈફાઓ કરવામાં આવે છે. પેપર કઈ રીતે લેવું તે એની માટે યુનિવર્સિટીના કુલપતિ પણ કન્ફ્યુઝનમાં હોય છે.

આ પણ વાંચોઃપરિવારવાદની બબાલ વચ્ચે સી.આર.પાટીલના પુત્રની રાજનીતિમાં એન્ટ્રી

P for પારદર્શિતા -યુનિવર્સિટીમાં એક પણ વિભાગમાં પારદર્શિતા નથી. યુનિવર્સિટીમાં ગમે તે વખતે કોઈપણ અધિકારી પ્રોફેસરની નિમણૂક કરી દેવામાં આવે છે. તેમની લયકાત જોવામાં આવતી નથી. અમારી પાસે એવા પદા અધિકારીઓ છે જેઓની કોઈ લાયકાત નથી. તેમ છતાં યુનિવર્સિટી તેમને પગાર આપે છે. જે તે પદાઅધિકારીનું યુનિવર્સિટીમાં RTI કરવાથી જાણવા મળે છેકે તેમની હાજરી પુરેપુરી બતાવમાં આવે છે. તે પદાઅધિકારી યુનિવર્સિટીની બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપતો હોય છે. આવી પછી બાબતોને લઈને પણ યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા બધા કારણોને લઈને અમે અમારા સેનેટ સભ્યોને હવે યુનિવર્સિટીમાં મોકલવા માંગીએે છીએ.

ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે -અમે અમારા યુનિવર્સિટીમાં કુલ 11 ઉમેદવારો નોંધાવશું. એમાં હાલ પાંચ ઉમેદવારો છે.1. વિશાલ વસોયા, 2. યોગેશ માયાવંશી 3. પિનલ દુધાતા, 4. કિશન ઘોરી, 5. ડોક્ટર ચેતના કાછડીયા અને આગળના દિવસોમાં વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details