સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કાળના 2 વર્ષ પછી વિદેશી વિદ્યાર્થીઓનું આગમન (Foreign students in Veer Narmad South Gujarat University) થશે. અહીં UG અને PGમાં અભ્યાસ કરવા માટે વિશ્વના 37 દેશોના કુલ 250 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આમાંથી યુનિવર્સિટીએ કુલ 159 વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મંજૂરી (Foreign students allowed to study in VNSGU) આપી છે.
60 વિદ્યાર્થીઓની અરજી નામંજૂર થઈ- વીર નર્મદ સાઉથ ગુજરાતી યુનિવર્સિટીમાં વિશ્વના 37 દેશોના કુલ 250 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ (Foreign students in Veer Narmad South Gujarat University) અરજી કરી હતી. તેમાંથી યુનિવર્સિટીએ 60 જેટલા વિદ્યાર્થીઓની અરજી નામંજૂર કરી હતી. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દ્વારા યોગ્ય લાયકાત ધોરણે અને અન્ય માર્ગદર્શિકાને આધીન ન હોવાથી તેમની અરજી નામંજૂર થઈ હતી.
આ પણ વાંચો- કચ્છ યુનિવર્સિટીમાં નવા 2 કોર્સ શરુ, જાણો કઈ રીતે મેળવાશે એડમિશન
વિદેશી વિદ્યાર્થીઓ આ અભ્યાસ કરશે - વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકારની વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક યુનિવર્સિટી (Foreign students in Veer Narmad South Gujarat University) તથા કૉલેજમાં અભ્યાસ માટે આપતિ યોજના અંતર્ગત 2022-23નું પ્રવેશ કાર્ય ચાલી રહ્યું છે. આમાં યુનિવર્સિટી દ્વારા 15 જુલાઈ સુધી નોંધણી પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રવેશ પ્રક્રિયા 30 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તે અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આમાંથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલા વિવિધ વિભાગો અને કૉલેજમાં વિદેશી વિદ્યાર્થીઓ MBA, BBA, B.Com, BA, ફાઈન આર્ટ્સ M.Com, Ph.D સહિતના અભ્યાસક્રમોમાં ભણશે.
આ પણ વાંચો- Engineering Course in Gujarati: માતૃભાષામાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
કોરોના કાળ બાદ યુનિવર્સિટીમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો - વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ 159 વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મંજૂરી (Foreign students allowed to study in VNSGU) આપી છે. તેમાં વિશ્વના અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, ઝામ્બીયા, ઈન્ડોનેશિયા, કેન્યા, રશિયા અલગેરિય સહિતના દેશોના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે અરજી કરી છે. કહી શકાય છે કે, કોરોના કાળ બાદ યુનિવર્સિટીમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં (Foreign students allowed to study in VNSGU) આવ્યો છે.