ગુજરાત

gujarat

Corona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત, કાપોદ્રાના વૃદ્ધાનું કોવિડ19 હોસ્પિટલમાં મોત

By

Published : Mar 10, 2023, 4:30 PM IST

સુરતમાં 9 માર્ચે કોરોનાથી વૃદ્ધાનું મોત નીપજ્યું છે. આ વૃદ્ધાનો રેપિડ ટેસ્ટ ગઇકાલે જ પોઝિટિવ આવ્યો હતો અને કલાકોની ગણતરીમાં તેમનું મોત નીપજ્યું હતું. સુરતમાં 2023માં કોરોનાથી થયેલું આ પ્રથમ મોત છે.

Corona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત, કાપોદ્રાના વૃદ્ધાનું કોવિડ19 હોસ્પિટલમાં મોત
Corona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત, કાપોદ્રાના વૃદ્ધાનું કોવિડ19 હોસ્પિટલમાં મોત

સુરતમાં 9 માર્ચે કોરોનાથી વૃદ્ધાનું મોત નીપજ્યું છે

સુરત : સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગઈકાલે સાંજે 60 વર્ષીય વૃદ્ધાનું કોરોના કારણે મોત નીપજ્યું છે. આ વૃદ્ધાનો ગઈકાલે જ રેપિડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સારવાર માટે તેમને સ્વીમેર કોવિડ19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત થયું હતું. સુરતમાં આ કોરોનાથી 2023નું પ્રથમ મોત છે.

2023માંં કોરોનાથી પ્રથમ મોત : સુરતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ફરી સામે આવ્યાં છે. જેમાં કાપોદ્રામાં રહેતાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત કોરોના સંક્રમણથી થવાની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગઈકાલે સાંજે 60 વર્ષીય વૃદ્ધાનું કોરોના કારણે મોત નીપજ્યું છે. તેમનો રેપિડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો તે પછી સારવાર માટે સ્વીમેર કોવિડ19 હોસ્પિટલમાં સઘન સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. જોકે તેમનું મોત થયું હતું. અઢી મહિના બાદ સુરતમાં કોરોના સંક્રમણથી મોત થયું છે એટલે કે 2023માંં કોરોનાથી પ્રથમ મોત નોંધાયું છે.

આ પણ વાંચો Corona Cases: અમદાવાદીઓ સાવધાન, કોરોનાના કેસમાં ફરી ઉછાળો

12 દિવસથી તકલીફ હતી :કાપોદ્રાના 60 વર્ષના વૃદ્ધાનું કોરોના કારણે મોત થયું છે તેઓને 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમના પગમાં સોજા પણ હતા.વૃદ્ધાનું કોરોનાને લઇને મોત થતા જ પરિવારના તમામ સાત સભ્યો અને સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ પણ કરાવી લેવામાં આવ્યાં છે. અન્ય 15 વ્યક્તિઓના પણ ટેસ્ટ કરાયા છે. જોકે આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયાં છે. છેલ્લા બે જ દિવસમાં સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. મૃતક મહિલાને વર્ષોથી ડાયાબિટીસ અને હાર્ટની બીમારી ઉપરાંત કિડનીની બીમારી પણ હતી.

આ પણ વાંચો Board Exam: કોરોના કાળ પછી પહેલી વાર બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ, જાણો શું કહે છે શિક્ષણ વિદ્

વૃદ્ધાને અન્ય બીમારીઓ પણ હતી: કોરોનાથી વૃદ્ધા મોત બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.રિતિકા પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગઈકાલે સાંજે 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. જેઓની સ્વીમેર હોસ્પિટલમાં કોવિડની સારવાર ચાલી રહી હતી. આ મહિલાને વર્ષોથી ડાયાબિટીસ હાર્ટની બીમારી તે ઉપરાંત કિડનીની બીમારી પણ હતી. ગતરોજ તેમનો રેપિડ ટેસ્ટ કોવિડ પોઝિટીવ આવ્યું હતું. તેમનું મોત નીપજતા હાલમાં કોવિંડ19 ધારાધોરણ પ્રમાણેની કામગીરી ચાલુ છે.

એક અઠવાડિયામાં કોવિડ19ના કુલ પાંચ કેસ :વધુમાં નાયબ આરોગ્ય અધિકારી ડો.રિતિકા પટેલે જણાવ્યું હતું કે તે ઉપરાંત જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોવિડ19ના કુલ પાંચ કેસ નોંધવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ પહેલાં ગત જુલાઈ મહિનામાં છેલ્લું મોત થયું હતું. તો હાલ 2023માં પહેલું મોત થયું છે.

કોવિડ19ના ટેસ્ટ થાય છે :સુરત મહાનગરપાલિકામાં હાલ પણ 400 થી 450 જેટલા કોવિડ19ના ટેસ્ટ કરવામાં આવે છે. તે ઉપરાંત સમગ્ર સુરત શહેરમાં લોકોને શહેરીજનોને કોવિડ19ના સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કોઈપણ શહેરીજનો જેમને કોરોનાના લક્ષણ જેવા કે શરદી, ખાંસી, તાવ હોય તો તેની માટે તમામ હેલ્થ સેન્ટરો આજે સિવિલ, સ્વીમેર અને હોસ્પિટલમાં કોવિડ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details