ગુજરાત

gujarat

Accident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા પરીક્ષા પહેલા જ મોત

By

Published : Apr 9, 2022, 5:55 PM IST

સુરત શહેરના ઈચ્છાપોર ગામ પાસે બોર્ડની પરીક્ષા (Gujarat Board Examination)આપવા જઈ રહેલી વિદ્યાર્થીનીને ડમ્પર ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ડમ્પર(Accident in Surat) ચાલક હાલ ફરાર થયો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Accident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત
Accident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

સુરત: શહેરના ઈચ્છાપોર ગામ પાસે બોર્ડની પરીક્ષા(Gujarat Board Examination)આપવા જઈ રહેલી વિદ્યાર્થીનીનું માર્ગ અકસ્માતમ થયું હતું. ઝડપથી આવી રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ ઈચ્છાપુર પોલીસને થતા (Surat Ichchapur Police)પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિદ્યાર્થીનીનું માર્ગ અકસ્માત

ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત -શહેરના ઈચ્છાપોરમાં આવેલ ખાડી મહોલ્લામાં રહેતી 16 વર્ષીય પ્રગતિ નિલેશ સદાનશિવ જેઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે તેનું છેલ્લું પેપર(Surat road accident) હતું અને તે પરીક્ષા આપવા માટે સ્કૂલે નીકળી હતી ત્યારે આજે સવારે 10 વાગ્યે ભરપૂર ઝડપે આવતી ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લેતા વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત (Student killed by dumper accident)થયું હતું. મોત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક (road accident)ઈચ્છાપોર પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. વિદ્યાર્થીનીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

આ પણ વાંચોઃAccident in Surat : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર

અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી -આ બાબતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે જણાવ્યુકે મૃતક વિદ્યાર્થીની જેમની ઉંમર 16 વર્ષની છે. જેઓ ઈચ્છાપોર ગામના ખાડી મોહલ્લામાં (types of accident )રહેતી હતી. જેઓ હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે અને બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા ત્યારે જ તે સમય દરમિયાન ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા તેનું ઘટના (Surat car accident )સ્થળે જ મોત થયું હતું. ડમ્પર ચાલક હાલ ફરાર છે. હાલ અમે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બોર્ડનું તેનું છેલ્લું પેપર હિન્દીનું હતું -આ બાબતે પરિવાર જણાવ્યુંકે, આજે બોર્ડનું તેનું છેલ્લું પેપર હિન્દીનું હતું. તે પરીક્ષા આપવા માટે નીકળી હતી. આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃAccident in Vapi GIDC: વાપી GIDCમાં બોલેરો અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ABOUT THE AUTHOR

...view details