ETV Bharat / state

Kheda Highway Accident: ખેડા હાઇવે પર અકસ્માતમાં ચાર યુવાનોના કરૂણ મોત

author img

By

Published : Mar 14, 2022, 12:52 PM IST

Updated : Mar 14, 2022, 1:03 PM IST

નડિયાદ ખેડા બાયપાસ હાઇવે પર(Kheda Nadiad Highway)અકસ્માત સર્જાતા ચાર યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા. ઉભા રહેલા કન્ટેનર પાછળ(Kheda Highway Accident)બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા માતર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Kheda Highway Accident: ખેડા હાઇવે પર અકસ્માતમાં ચાર યુવાનોના કરૂણ મોત
Kheda Highway Accident: ખેડા હાઇવે પર અકસ્માતમાં ચાર યુવાનોના કરૂણ મોત

ખેડા: જિલ્લાના નડિયાદ ખેડા બાયપાસ હાઇવે(Kheda Nadiad Highway) પર સોખડા પાટીયા પાસે વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં એક કન્ટેનર ઊભું રહ્યું હતું. આ દરમિયાન ઉભા રહેલા કન્ટેનરમાં(Kheda Highway Accident) પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. બાઈક પર ચાર યુવાનો સવાર હતા. અકસ્માત સર્જાતા બાઇક પર સવાર તમામ(Kheda matar police)ચાર યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.

મૃતક યુવકો અમદાવાદના રહેવાસી - ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાની વિગતો જાણવા મળી છે. અકસ્માત ઘટનાની જાણ થતા માતર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Fire in private bus: નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર બસમાં આગ, 35 મુસાફરો હતાં સવાર
મૃતકોના નામ
જીતેશ નોગિયા 23 વર્ષ
હરીશ રાણા 19 વર્ષ
નરેશ વણઝારા 22 વર્ષ
સુંદરમ યાદવ 16 વર્ષ

આ પણ વાંચોઃ ખેડાના શેરી ગામ નજીક અકસ્માત સર્જાયો, કાર પલટી જતા 3ના મોત

Last Updated :Mar 14, 2022, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.