ગુજરાત

gujarat

Suicide Case in Surat : અડાજણ વિસ્તારમાં માતાની સામે બાળકે બિલ્ડીંગ પરથી કૂદીને કરી આત્મહત્યા

By

Published : Feb 11, 2022, 12:53 PM IST

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રાજહંસ વ્યુમાં આત્મહત્યાની (Suicide Case in Surat) ઘટના સામે આવી છે. ધોરણ-12 માં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ કોઈ કારણોસર માતાની સામે જ બિલ્ડીંગ ઉપરથી નીચે કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. જો કે આ બાબતે પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.

Suicide Case in Surat : અડાજણ વિસ્તારમાં માતાની સામે બાળકે બિલ્ડીંગ પરથી કૂદીને કરી આત્મહત્યા
Suicide Case in Surat : અડાજણ વિસ્તારમાં માતાની સામે બાળકે બિલ્ડીંગ પરથી કૂદીને કરી આત્મહત્યા

સુરત : અડાજણના રાજહંસ વ્યુમાં ધોરણ 12માં અભ્યાસ કરતો છોકરાએ આત્મહત્યા (Suicide Case in Surat) કરતા ચકચાર મચી છે. કોઈ કારણોસર માતાને બૂમો પાડીને ઘરના બિલ્ડીંગ ઉપર જતો રહ્યો હતો. આ બાળકે અચાનક જ માતાની સામે જ બિલ્ડીંગ પરથી નીચે કૂદી પડતા માતાની ચીઝ ફાટી નીકળી હતી.

ડોક્ટરે મૃત જાહેર કર્યો

આ બનાવ બનતા સોસાયટીના લોકોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં (Surat Private Hospital) લઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે આ બાળકને મૃત જાહેર કરતા પરિવાર શોકનો માહોલ છવાયો છે. જો કે આ બાબતે પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Suicide Case in Surat : સચીન GIDC વિસ્તારમાં પિતાએ બાળકીને ઠપકો આપતા બાળકીએ કરી આત્મહત્યા

મૃતક માનસિક બીમારીથી પીડાતો હોય તેવું સામે આવ્યું

આ બાબતે અડાજણ પોલીસે જણાવ્યું કે, સવારે 10:30 વાગે અમને આ ઘટનાની જાણ કંટ્રોલ (Surat Police Suicide Case) પર કરવામાં આવી હતી. મૃતક માનસિક બીમારીથી પીડાતો હોય એમ સામે આવ્યું છે. સવારે માતાને બુમ પાડી લિફ્ટમાં ધાબા ઉપર ગયો હતો. ધાબા પર તેની માતા પહોચતા માતાએ અવાજ આપવા પહેલા જ છોકરો બિલ્ડીંગના ધાબા ઉપરથી નીચે કૂદી પડ્યો હતો. જે સોસાયટીના જ અન્ય વાહન દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરે મૃત (Boy Suicide in Surat)જાહેર કરી અડાજણ પોલીસને પણ જાણ કરી હતી. હાલ આ બાબતે અન્ય બીજું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ તપાસનો દોર ચાલુ છે.

આ પણ વાંચોઃ Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો

ABOUT THE AUTHOR

...view details