ગુજરાત

gujarat

Zarakh Attack in Eder : લુપ્ત થતા જંગલી જાનવરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો

By

Published : Jul 18, 2022, 1:09 PM IST

ઈડરમાં મહિલા પર જંગલી જાનવરે હુમલો (Zarakh Attack in Eder) કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહિલા ઉપર જીવલેણ હુમલો વન્યપ્રાણીમાં લુપ્ત થતા વન્યજીવોમાંથી (Animal Attack Woman in Patadia village) એક માનવામાં આવી રહ્યું છે, ત્યારે વનવિભાગની ટીમે આ બાબતે જાણ કરવા પ્રાણીની શોધખોળ હાથ ધરી છે.

Zarakh Attack in Eder : લુપ્ત થતા જંગલી જાનવરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો
Zarakh Attack in Eder : લુપ્ત થતા જંગલી જાનવરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો

સાબરકાંઠા :ઈડર તાલુકાના પાતડિયા ગામે જંગલી જાનવરનો મહિલા ઉપર (Zarakh Attack in Eder) હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ગામમાં મહાકાળી મંદિરે દર્શન અર્થે ગયેલી મહિલા ઉપર લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો જીવલેણ હૂમલો કરવાથી ભયનો માહોલ ફેલાયો છે. મહિલાને જંગલી જાનવરે શરીરના ભાગે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મહીલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો બીજી તરફ જંગલી જાનવરને પકડવા (Animal Attack Woman in Patadia village) વન વિભાગની ટીમે કામે લાગી છે.

આ પણ વાંચો :માતા સાથે દિપડીના બચ્ચાનો મસ્તી કરતો વીડીયો થયો વાયરલ

શું હતો બનાવ - ઈડર તાલુકામાં આવેલા પાતડિયા ગામ ખાતે રહેતા આશરે 38 વર્ષિય મહિલા વહેલી સવારે ઘરેથી ખેતર તરફ જઈ રહી હતી, ત્યારે ડુંગર અને જંગલોની વરચે આવેલા મહાકાલી મંદિર પાસે જગલી જાનવરે હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વડનગર (Zarakh Attack on Woman) ખાતે લઈ જવામાં આવી હતી, ત્યાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગામ લોકોએ વન વિભાગને ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી જઈ જંગલી જાનવરને પાંજરે પુરવાની (Wild Animal Attack at Patadia village) તજવીજ હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો :ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા

જંગલી જાનવરને શોધવા તજવીજ - ઈડર વનવિભાગની ટીમે (Eder Forest Department team) જંગલી જાનવરની શોધખોળ હાથ ધરી હતી. જેમાં વનવિભાગની તપાસમાં વન્યપ્રાણી ઓમાની લુપ્ત થતી પ્રજાતિ માંથી એક ઝરખ હોવાનું જણાવી આવ્યું હતું. ઇડર વનવિભાગની ટીમે ગુફામાં છુપાયેલા જંગલી જાનવર ઝરખને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, જાનવર ખોરાક - પાણી માટે ક્યારેક પોતાનો વિસ્તાર છોડીને ખુલ્લી જગ્યા તરફ દોરી જતા હોય છે, ત્યારે પ્રાણીની નજરે જે કોઈ ભી વસ્તુ ચડે તેની ઝપટ બોલાવતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details