ગુજરાત

gujarat

GSSSB Head Clerk Paper Leak 2021: 3 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ અપાયા

By

Published : Dec 20, 2021, 8:39 PM IST

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) સાબરકાંઠા જિલ્લા પોલીસે ઝડપેલા વધુ ત્રણ આરોપીને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ (Prantij Court) કરતા ચાર દિવસના રિમાન્ડ (Sabarkantha police remand ) મંજૂર કરાયા છે.

GSSSB Head Clerk Paper Leak 2021:  3 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ અપાયા
GSSSB Head Clerk Paper Leak 2021: 3 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ અપાયા

સાબરકાંઠા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) સાબરકાંઠા જિલ્લા પોલીસે ઝડપેલા વધુ ત્રણ આરોપીને આજે પ્રાંતિજ કોર્ટમાં (Prantij Court) રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ (Sabarkantha police remand ) મંજૂર કરાયા છે. તેમજ આગામી સમયમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી પેપર લીક મામલે વધુ ખુલાસા થઈ શકે તેમ છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસે ઝડપેલા વધુ ત્રણ આરોપીને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતાં

ફરિયાદ સિવાયના વધુ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નોંધાવાયેલી નામજોગ 11 આરોપીઓની ફરિયાદ બાદ વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે આજે તેમને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા બાદ 14 દિવસના રિમાન્ડની (Sabarkantha police remand ) માગણી કરાઇ હતી. જોકે પ્રાંતિજ કોર્ટ (Prantij Court) દ્વારા 4 દિવસના રિમાંડ અપાયા છે. આ ત્રણેય આરોપીઓ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લાવ્યા બાદ વિવિધ રીતે કૌભાંડમાં સંકળાયેલા હોવાનું પણ ખૂલ્યું છે. જેથી આગામી સમયમાં વધુ ખુલાસાઓ પણ સંભવી શકે તેમ છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક

24 ડિસેમ્બર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મળ્યાં

પ્રાંતિજ કોર્ટ (Prantij Court) દ્વારા ત્રણેય આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ (Sabarkantha police remand ) મંજુર કરાતા 24 ડિસેમ્બર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ ઉપર રહેશે. જેમાં દીપક મહેન્દ્રભાઈ પટેલ, મંગેશ શશીકાંત શિરકે અને કિશોર કાનદાસ આચાર્યને હિંમતનગર પોલીસ પૂછપરછ કરી રિમાન્ડ દરમિયાન વધુ વિગતો મેળવશે. જોકે અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નામજોગ 11 આરોપીઓ સામેેેે પોલીસ ફરિયાદ (GSSSB Head Clerk Paper Leak 2021) દાખલ કરવામાં આવી છે જેે પૈકી આઠ આરોપીઓ અટકાયત થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: અસિત વોરાને 72 કલાકમાં પદ પરથી નહીં હટાવાય તો આંદોલન કરીશું, યુવરાજ સિંહની ચીમકી

આગામી સમયમાં વધુ ખુલાસા થઈ શકે

જોકે રિમાન્ડ બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ (Sabarkantha police remand )દ્વારા પેપર લીક કૌભાંડ મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) આગામી સમયમાં વધુ ખુલાસા થઈ શકે તેમ છે. આ મામલે આગામી સમયમાં કેટલા મોટા માથાંઓ આ કૌભાંડમાં બહાર આવે છે કે કેમ તેના ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details