ગુજરાત

gujarat

Chemotherapy center in himatnagar: કેન્સરના દર્દીઓને છેક અમદાવાદ સુધી સારવાર માટે નહી જવું પડે

By

Published : Jan 20, 2023, 4:34 PM IST

Updated : Jan 20, 2023, 5:18 PM IST

હિંમતનગર GMERS હોસ્પીટલ ખાતે ડે કેર કિમોથેરાપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર સતીશ કે મકવાણા કિમોથેરાપી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના કેન્સરની બિમારીના જે દર્દીઓને અમદાવાદ નહિ જવું પડે.

Chemotherapy center in himatnagar
Chemotherapy center in himatnagar

કેન્સરના દર્દીઓને છેક અમદાવાદ સુધી સારવાર માટે નહી જવું પડે

સાબરકાંઠા:ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર સતીશ કે મકવાણા સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. GMERS મેડીકલ કોલેજની મુલાકાત લઇ ડે કેર કિમોથેરાપી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના કેન્સરની બિમારીના જે દર્દીઓ એ એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતે જરુરી નિદાન અને સારવારની સેવાઓ લેતા દર્દીઓને હવેથી અમદાવાદ ખાતે કિમોથેરાપીની સારવાર માટે જવું પડ્શે નહી.

આરોગ્ય વિભાગના વડા ડોક્ટર સતીશ કે મકવાણા સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે

હિંમતનગરમાં કિમોથેરાપી સેન્ટરની સુવિધા:તેઓને હિંમતનગર GMERS હોસ્પીટલ ખાતે શરું કરવામા આવેલ ડે કેર કિમોથેરાપી સેન્ટર ખાતે જરુરી સેવાઓ મળી રહેશે. જેથી દર્દીઓને શારીરિક હેરાનગતિ ઓછી થશે અને સાથે નાણાંની બચત પણ થશે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ માં ડે કેર કીમો થેરેપી સેન્ટરની શરૂઆત કરાઈ છે જે સાબરકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બનશે.

આ પણ વાંચોBudget 2023: નવા સંસદ ભવનમાં સામાન્ય બજેટ રજૂ થવાની સંભાવના

લોકોને થશે મોટી રાહત: સમગ્ર દેશમાં 300% ની વૃદ્ધિ થઈ જેમાં કેન્સરનો વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડે કેર કીમોથેરાપી સેન્ટરની શરૂઆત કરાઈ છે. જે સાબરકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બનશે. હિંમતનગરમાં કેન્સરના અકસીર ઇલાજ ગણાતા કીમોથેરાપી સેન્ટરની શરૂઆત થતા સાબરકાંઠા સહિત સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે સમય શક્તિ અને નાણાંનો બચાવ થશે તે પણ નક્કી છે.

આ પણ વાંચોAhmedabad News: કાગળના કપે કોર્પોરેશનમાં કકળાટ કરાવ્યો, મેયરે કહ્યું મને જાણ નથી

800 કરોડના ખર્ચથી જિલ્લા સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી:સાબરકાંઠા જિલ્લામાં 800 કરોડના ખર્ચથી જિલ્લા સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જોકે દિન પ્રતિદિન વધતા જતા કેન્સરના રોગ સામે તેની પાયારૂપ સારવાર અમદાવાદ લેવા જવું પડતું હતું ત્યારે વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા તમામને હિંમતનગર ખાતે ડે કેર કીમોથેરાપી સેન્ટરની શરૂઆત કરાતા હવે રાજસ્થાન સહિત જિલ્લાની મોટાભાગની જનતાને ઘેર બેઠા સારી સુવિધા મરી શકશે તે નક્કી છે. જોકે કીમોથેરાપી માટે અમદાવાદ સુધી જવાના પગલે સમય શક્તિ અને નાણાંનો ખૂબ મોટો ખર્ચ થતો હતો ત્યારે હિંમતનગર ખાતે આવેલી જિલ્લા સિવિલ હોસ્પિટલમાં આ માટે છ જેટલા બેડ અલાયદા ઉભા કરવામાં આવ્યા છે તેમજ તે માટે બે ડોક્ટર સહિતની સમગ્ર ટીમ પણ એલોટ કરવામાં આવી છે. હિંમતનગર ખાતે કીમોથેરાપી સેન્ટર શરૂ થયાના પગલે રાજસ્થાન સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમદાવાદ સુધી હવેથી જવામાંથી મુક્તિ મળશે તેમ જ સરળતાથી કેન્સર જેવી બીમારી સામે વિના ખર્ચે સારી સુવિધા પ્રાપ્ત થઈ શકશે. વિભાગીય આરોગ્ય વડા ડોક્ટર સતીશ કે મકવાણાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ જણાવ્યું હતું કે આ સેન્ટર શરૂ થયાના પગલે ડે કેર કી થેરેપી સેન્ટર સાબરકાંઠા સહિત રાજસ્થાનના હજારો દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બનશે તે નક્કી છે.

Last Updated : Jan 20, 2023, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details