ગુજરાત

gujarat

Ambaji Temple khedbramha: દર્શનાર્થીઓ માટે ખેડબ્રહ્માના માં આદ્યશક્તિ અને માં અંબાજીની પૂજા અને હોમ હવન માટે વિશેષ તૈયારીઓ

By

Published : Apr 9, 2022, 10:29 PM IST

આજે ચૈત્ર સુદ આઠમના દિવસે માં અંબેના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. આ સાથ ટ્રસ્ટ દ્વારા આજે(શનિવારે) જગત જનની જગદંબા ચરણોમાં એક કિલોગ્રામથી વધારે સોનું તેમજ ચાંદીનું સિંહાસન(Silver throne) તેમજ મંડપ અર્પણ કરવામાં આવ્યો હતું. આજના દિવસે(શનિવારે) ખેડબ્રહ્મા મંદિરમાં તમામ દર્શનાર્થીઓ માટે પૂજા અને હોમ, હવન માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

Celebration in Ambaji Temple: દર્શનાર્થીઓ માટે ખેડબ્રહ્માના માં આદ્યશક્તિ અને માં અંબાજીની પૂજા અને હોમ હવન માટે વિશેષ તૈયારીઓ
Celebration in Ambaji Temple: દર્શનાર્થીઓ માટે ખેડબ્રહ્માના માં આદ્યશક્તિ અને માં અંબાજીની પૂજા અને હોમ હવન માટે વિશેષ તૈયારીઓ

સાબરકાંઠા:આજે(શનિવારે) ચૈત્રી સુદ આઠમ નિમિત્તે જગત જનની માં જગદંબાનું પ્રાગટ્ય સ્થાન ગણાતા ખેડબ્રહ્મામાં વિશેષ પૂજા આરતી અને હોમ હવન કરવામાં આવ્યા હતા. આ સહિત એક કિલો ગ્રામ સોના અને 12 કિલો ચાંદી ધરાવતું સિંહાસન તેમજ મંડપમાં અંબાના ચરણોમાં અર્પિત કરાયું હતું. જેના પગલે ભક્તજનોએ પણ ખુબ મોટી સંખ્યામાં દર્શનનો લાભ મેળવ્યો હતો. ભક્તજનોએ વિશેષ પૂજા આરતી અને હોમ હવનની(Celebration in Ambaji Temple) ધન્યતા અનુભવી હતી.

આજના દિવસે(શનિવારે) ખેડબ્રહ્મા મંદિરમાં તમામ દર્શનાર્થીઓ માટે પૂજા અને હોમ, હવન માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

લોકોની મનોકામનાઓ અંબિકા મંદિરે પૂર્ણ થાય છે -અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વસેલું 11મી સદીનું અતિ પ્રાચીન મા અંબિકા જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેડબ્રહ્મા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. ઐતહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ, જવલ્લે જ જોવા મળતા બ્રહ્માના મંદિર અંબિકા મંદિર માટે જાણીતું છે. ખેડબ્રહ્મા મંદિર માં અંબેનું પ્રાગટ્ય સ્થાન ગણાય છે. હજારો લોકોની અહીંયા મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે.

આજે(શનિવારે) જગત જનની જગદંબા ચરણોમાં એક કિલોગ્રામથી વધારે સોનું તેમજ ચાંદીનું સિંહાસન તેમજ મંડપ અર્પણ કરવામાં આવ્યો હતું.

આ પણ વાંચો:Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં જવારા વાવીને ભક્તિ ભાવપૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યું

માતાજીએ કાયમ માટે ખેડબ્રહ્મામાં વાસ કર્યો -ખેડબ્રહ્મામાં નાના અંબાજી તરીકે જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે. તેમાય આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરવા માટે બ્રહ્માજી વતી વિશ્વકર્માએ જે જગ્યાએ સોનાના હળથી ખેડ કરી હતી. તે જગ્યા બ્રહ્માની ખેડ તરીકે ઓળખાય છે. અને કાળ ક્રમે તે આજનું ખેડબ્રહ્મા. યજ્ઞમાં વિઘ્ન નાખનાર મહિષાસુર રાક્ષસનો માં આદ્ય શકિત જગદંબાએ વધ કર્યો હતો. ત્યારબાદ બ્રહ્માજીની વિનંતિથી માતાજીએ કાયમ માટે ખેડબ્રહ્મામાં વાસ કર્યો હતો. મા આદ્ય શકિત અંબાના જુદા જુદાવાર પ્રમાણે માતાજીની સવારી બદલાય છે.

મંદિર પરીસરને રોશની અને ફુલોના હારથી શણગારાય છે -દર પૂનમે કમલા સ્વરૂપે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા દૂર દૂરના શહેરો અને ગામડામાંથી હજારો શ્રધ્ધાળુઓ માઈ ભકતો દર્શને ઊમટી પડે છે. ખેડબ્રહ્માના સુપ્રસિધ્ધ યાત્રાધામ નાના અંબિકા માતાજી મંદિરે પોષી પૂનમે માં અંબાનો જન્મ દિવસ(Amba birthday) હોય કે નવરાત્રી કે પૂનમ સમ્રગ મંદિર પરીસરને ભવ્ય રોશની અને ફુલોના હારથી શણગારી સુશોભિત કરી મંદિરના ચાચરચોકમાં વહેલી સવારથીજ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરમાં આવેલું અંબે માનુ મંદિર નાના અંબાજી તરીકે લોકમાં ઓળખાય છે. અહીં મોટા અંબાજી જતા પ્રવાસીઓ પહેલા આવી ખેડની માતાના દર્શન કરે છે, એવી માન્યતા પણ છે કે, મોટા અંબાજી જતા પહેલા ખેડબ્રહ્માના માતાજીના દર્શન કરવાથી યાત્રા પૂર્ણ ગણાય છે.

આ પણ વાંચો:Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં નવે દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પરમિશન, દર્શનના સમયમાં ફેરફાર

ખેડબ્રહ્માએ ત્રણ નદીઓનો સંગમ છે - અંબીકા માતાજીનું આ ધામ પુરાતનકાળનું મંદિર એટલે કે બ્રહ્મક્ષેત્રનગર વસ્તુ તે સમયનું છે. બ્રહ્મક્ષેત્રએ બ્રહ્માજીનું ક્ષેત્ર છે. જ્યાં બ્રહ્માજીનું પુરાણું મંદિર છે. ખેડબ્રહ્માને બ્રહ્માની ખેડ તરીકે પણ લોકો જાણે છે. ખેડબ્રહ્મા આ પવિત્ર જગ્યા પાસે ત્રણ નદીઓનો સંગમ થાય છે, જેથી આ પવિત્ર સંગમ તીર્થ તરીકે પણ પુરાણ પ્રસિદ્ધ લેખો છે. આ ત્રિવેણી સંગમમાં હિરણાક્ષી, ભીમાક્ષી અને કામાક્ષી એમ ત્રણ નદીઓનો સંગમ ની જગ્યા પાસે આ મંદિર છે. જેને હાલમાં હિરણાક્ષી, હરણાવ નદી તરીકે જાણીતી છે.

અખંડ દીપ જણાવવામાં આવે છે -ખેડબ્રહ્મા માં અંબીકાનું મંદિર 11મી સદીનું છે, જ્યાં અંબે માં વાહનની સવારી દરેક વાર મુજબ અલગ અલગ રૂપે દર્શન આપે છે. મંદિરમાં ઘણા વર્ષોથી અખંડ દીપ જણાવવામાં આવે છે. આ જ્યોતનું પણ પૂજન વિધિ કરવામાં આવે છે. માતાજીના સભામંડપમાં બે ઊંચા ગોખ છે. ત્યાં પૂર્વમાં ગણપતિજી તથા પશ્ચિમમાં ભૈરવ બિરાજે છે. ચોકની આસપાસ રહેલા સભામંડપમાં અન્ય દેવી -દેવીઓની મૂર્તિઓના દર્શન થાય છે. પૂર્વમાં નીચે માં બહુચરાની મૂર્તિ બિરાજમાન(idol of Bahucharaji) છે. માં અંબિકાની સવારી નંદી, વાઘ, ગરુડ, ગજ, મયુર, સિંહ એમ જુદા જુદા વાહન પર કરાતાં માતાજીનું સ્વરૂપ ચંડીકા, મહાકાલી, વૈષ્ણવી, પાર્વતી, અંબિકા, સરસ્વતી એમ અલગ-અલગ સ્વરૂપે જોવા મળે છે.

માતાજી ક્યાં દિવસે, ક્યાં સ્વરૂપે દર્શન આપે છે, જાણો

No દિવસ સવારી સ્વરૂપ
1 સોમવાર નંદીની સવારી પાર્વતી સ્વરૂપે
2 મંગળવાર સિંહની સવારી મહાકાલી સ્વરૂપે
3 બુધવાર મોરની સવારી સરસ્વતી સ્વરૂપે
4 ગુરુવાર હાથીની સવારી મહાલક્ષ્મી સ્વરૂપે
5 શુક્રવાર ગરુડની સવારી મહાલક્ષ્મી સ્વરૂપે
6 રવિવારે વાઘની સવારી દુર્ગા સ્વરૂપે
7 દર પૂનમે કમળ ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે

અંબા માંના દર્શન ના કરો ત્યાં સુધી દર્શન અધુરા કહેવાય - માં જગદંબાનાં ભક્તો માતાજીના દસે સ્વરૂપોને અહીં એક સાથે જોઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદીર ટ્રસ્ટે(khedbrahma mataji trust) મંદીરની ભવ્યતાને લઇને ચાંદી અને સોનાને મિશ્રીત કરીને માતાજીનો ગર્ભગૃહ તૈયાર કર્યો છે. માતાજીની સાત સવારી ઉપરાંત હવે દરવાજાની આજુબાજુ અને દરવાજીની ઉપર માતાજીના દસાવતાર(Dasavatar of Mataji) તૈયાર કરવામાં આવ્યા છે. માતાજીનુ સિંહાસન પણ સોને મઢવામાં આવ્યુ છે. દરવાજાને પણ આજુબાજુથી સુવર્ણ થી મઢવામાં આવ્યો છે. જેથી ભક્તોને દરરોજ માતાજીના વિવિધ અવતારોના પણ દર્શન થઈ રહ્યા છે.

દર્શનાર્થીઓમાં પ્રસન્નતા જોવા મળી - જોકે બે વર્ષના કોરોના મહામારી બાદ પહેલીવાર મંદિરમાં દર્શનની સાથોસાથ હોમ હવન અને યજ્ઞની શરૂઆત થતા ભક્તજનોમાં પણ વિશેષ આનંદ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જગત જનની માં અંબાના દર્શન માટે હાલમાં ચાલતા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજના દિવસનું વિશેષ મહત્વ હોવાના પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આમ ટ્રસ્ટી મંડળ દ્વારા આજે માં અંબે ના સિંહાસન તેમજ મંડપ માટે વિશેષ તૈયારીઓ કર્યાના પગલે દર્શનાર્થીઓમાં પ્રસન્નતા જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details