ગુજરાત

gujarat

Rajkot accident: કોર્પોરેશને ખોદેલા ખાડામાં બાઇક સાથે યુવાન ખાબકતા મોત

By

Published : Jan 27, 2023, 4:31 PM IST

રાજકોટ મહાનગર પાલિકાની બેદરકારીને કારણે એક યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું. તંત્ર દ્વારા રસ્તાની કામગીરી માટે ખોદેલા ખાડામાં યુવક બાઈક લઈને પડતા તેનું મોત થયું હતું. પોલીસે હર્ષના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

In an accident in Rajkot a bike rider fell into a pit and died alleging negligence of the system
In an accident in Rajkot a bike rider fell into a pit and died alleging negligence of the system

રાજકોટમાં મ્યુનિ.એ ખોદેલા ખાડામાં બાઇક સાથે યુવાન ખાબકતા મોત

રાજકોટ:રાજકોટમાં એક અકસ્માત દરમિયાન બાઇક સવાર યુવાન કોર્પોરેશન દ્વારા જે સાઇટ પર કામ કરવામાં આવી રહ્યું છે તે ખાડામાં ખાબક્યો હતો. જેમાં યુવાનનું મોત થયું છે. હર્ષ ઠક્કર નામના યુવાનના મોત મામલે તેના પિતાએ કોર્પોરેશનની બેદરકારી ગણાવી છે. ખાડામાં પડવાના કારણે બાઇક સવાર યુવાનનું મોત થતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

તંત્ર દ્વારા રસ્તાની કામગીરી માટે ખોદેલા ખાડામાં યુવક બાઈક લઈને પડતા તેનું મોત

બાઇક સાથે ખાડામાં પડતા થયું મોત: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આજે સવારના સમયે હર્ષ દાવડા નામનો યુવાન બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો તે સમયે ખાડામાં પટકાયો હતો. ખાડામાં પડતાની સાથે જ યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસે હર્ષના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચોLapse in Gujarat CM security at Vadodara : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, એકની અટકાયત

એકના એક પુત્રનું મોત: મારો દીકરો સવારે જોબ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. થોડીવાર પછી ફોન આવ્યો કે બાઇકના વ્હિલની ટ્યૂબ ફાટી ગઈ છે તો ટ્યૂબ નખાવવી પડશે. આથી ટ્યૂબ નખાવ્યાની 15 મિનિટ પછી મારા પર ફોન ન આવ્યો. આથી મેં રિપીટ ફોન કર્યો તો રિસિવ ન થયો. થોડીવાર પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે, તમારા દીકરાનો ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત થયો છે. તંત્રની બેદરકારી સામે હું ફરિયાદ પણ નોંધાવીશ.

આ પણ વાંચોAhmedabad murder case: IB ઓફિસરે પોતાની જ પત્નીની આપી હતી સોપારી, થઈ ધરપકડ

એજન્સીની ક્ષતિ હશે તો થશે કાર્યવાહી:આ મામલે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરા લઈ જણાવ્યું હતું કે આ મામલે મનપાના સિટી એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે. જ્યારે તે સ્થળ તપાસ કરશે અને ત્યારબાદ જો કામ કરતી એજન્સીનું ક્ષતિ જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. એન્જિનિયર ઘટના સ્થળે જે એજન્સીનું કામ ચાલતું હતું ત્યાં સેફટીના સાધનો લગાડવામાં આવ્યા હતા કે કેમ તે બાબતોની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વિવિધ રાજમાર્ગો પર હાલમાં ઓવર અને અંદરબ્રિજ બનવાનું કામ શરૂ છે. જેના કારણે ભયંકર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. એવામાં આજે અકસ્માતે એક બાઈટ સવારનું મોત થતા સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details