ગુજરાત

gujarat

republic day 2023: રાજકોટમાં 251 ફૂટના તિરંગા સાથે ગૌરવયાત્રા યોજાઈ

By

Published : Jan 26, 2023, 1:32 PM IST

રાજકોટમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 251 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું બાલભવનના મુખ્ય ગેટ પાસેથી યાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવંત પાત્રો પણ જોવા મળ્યાં હતાં.

A procession with a 251 feet tricolor was held in Rajkot
A procession with a 251 feet tricolor was held in Rajkot

રાજકોટમાં 251 ફૂટના તિરંગા સાથે ગૌરવયાત્રા યોજાઈ

રાજકોટ:આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ છે. ત્યારે આજના દિવસની ઠેર ઠેર દેશભરમાં ઉજવણી થઈ રહી છે. એવામાં રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં 251 ફૂટના તિરંગા સાથે ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. આ ગૌરવ યાત્રાનું સંતો મહંતો અને નિવૃત્ત આર્મીમેનના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્યારે તેનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

251 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવ યાત્રાનું આયોજન

છેલ્લા 6 વર્ષથી કરવામાં આવે છે આયોજન:રાજકોટમાં ગૌરવ યાત્રા યોજાઇ હતી. જેને લઈને આ ગૌરવ યાત્રાનું આયોજન કરનાર આયોજક કાનાભાઈ કુબાવતે જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી અમે 26મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં ગૌરવ યાત્રાનું આયોજન કરીએ છીએ. ત્યારે આ વખતે ગૌરવ યાત્રાનું સાતમુ વર્ષ છે. જેને લઈને અમે બાલભવન ખાતેથી આ ગૌરવયાત્રાને શરૂ કરાવી છે. 251 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે આ ગૌરવ યાત્રા શહેરના અલગ અલગ માર્ગો પર ફરશે. જ્યારે આ ગૌરવ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં યોજાયેલ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

આ પણ વાંચોRepublic Day 2023: સમુદ્રમાં ધ્વજવંદન, સાહસ સાથે શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા યુવા

251 ફૂટનો તિરંગો આકર્ષકનું કેન્દ્ર બન્યો: રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા 251 ફૂટનો તિરંગો ગૌરવ યાત્રામાં સાથે રાખવામાં આવ્યો હતો. જ્યારે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર દેશભક્તનો અલગ અલગ પાત્રો ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ભારત માતા, ભગતસિંહ સહિતના પાત્રો આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગૌરવ યાત્રા રાજકોટના બાલભવન ખાતેથી શરૂ થઈ હતી અને રામનાથ પરા ખાતે તેની પૂર્ણા હતી હશે. ત્યારે આ ગૌરવ યાત્રા શહેરના અલગ અલગ માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ગૌરવ યાત્રાનો મુખ્ય હેતુ દેશમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે માટેનો છે.

આ પણ વાંચોPadma Awards 2023: કુલ 106 હસ્તીઓને પદ્મ એવોર્ડને સન્માનિત કરાશે, 10 ગુજરાતી

બાઇકસવારો તિરંગા સાથે જોડાયા:આ યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાનાં આકર્ષણો 251 ફૂટનો રાષ્ટ્રધ્વજ, દેશ માટે વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વિશેષ ફલોટ્સ બનાવવામાં આવ્યા, અસંખ્ય બાઈકસવારો તિરંગા સાથે જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details