ETV Bharat / state

Republic Day 2023: સમુદ્રમાં ધ્વજવંદન, સાહસ સાથે શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા યુવા

author img

By

Published : Jan 26, 2023, 11:39 AM IST

Updated : Jan 26, 2023, 11:56 AM IST

પોરબંદરમાં સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો છે. પોરબંદરમાં અનોખી રીતે ધ્વજવંદન કરવામાં આવે છે. અહીં શ્રી રામ સીસ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં સાહસ વૃત્તિ સાથે રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે.

Porbandar news: સમુદ્રની મધ્યમાં સાહસ, પોરબંદરમાં સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો
Porbandar news: સમુદ્રની મધ્યમાં સાહસ, પોરબંદરમાં સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો

સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો

પોરબંદર: આજે (ગુરૂવારે) તારીખ 26 મી જાન્યુઆરી દેશ ભરમાં સ્કૂલ કોલેજોથી લઈ સહકારી કચેરીઓમાં ધ્વજ વંદન કરી ભારતીય નાગરિકો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરે છે. ત્યારે પોરબંદરમાં અનોખી રીતે ધ્વજવંદન કરવામાં આવે છે. અહીં શ્રી રામ સીસ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં સાહસ વૃત્તિ સાથે રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. પોરબંદરના સમુદ્રમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબના મેમ્બરો દર વર્ષે તારીખ 15 ઓગસ્ટ અને તારીખ 26 જાન્યુ આરી ના રોજ સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરે છે. તો આ ધ્વજવંદન નિહાળવા અનેક લોકો ઉમટે છે.

સ્પર્ધાઓ યોજાય: પોરબંદર શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ લેવલે સ્વિમિંગ કોમ્પિટિશન મેરેથોન દોડ તથા ક્યાકીંગ સહીત એડવેન્ચર સપોર્ટ સહીતની સ્પર્ધાઓ યોજાય છે. તાજેતરમાં સ્વીમે થોન યોજાઈ હતી. જેના વિજેતા ઓને આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઇનામ વિતરણ કરાયા હતા.

આ પણ વાંચો પોરબંદર જિલ્લાના ઓડદર ગામે ગોરખ નાથ આશ્રમમાં મહંત છોટુનાથ બાપુ બ્રહ્મલીન

ધ્વજવંદન: પોરબંદરમાં યોજાતા સમુદ્રમાં ધ્વજવંદન માં શ્રી રામ સ્વિમિંગ ક્લબના મેમ્બરો સાહસ દાખવે છે. પરંતુ મહિલાઓ બાળકો અને દિવ્યાંગજનો પણ આ સાહસમાંથી બાકી નથી. પોરબંદરમાં રહેતા અભય દત્તાણી દિવ્યાંગ હોવા છતાં વર્ષોથી સ્વિમિંગ કરે છે અને ફિઝીકલી ફિટ છે. લોકો ને પણ સ્વિમિંગ કરવા માટેનો સંદેશો પાઠવ્યો હતો.

આ પણ વાંચો Kesar Mango Price ગુલાબી ઠંડીમાં કેરીના ભાવ છોડાવી દેશે પસીનો, એક બોક્સના બોલાયા અધધ ભાવ

લાગણી અનુભવી: તેના પિતાએ પણ જણાવ્યું હતું કે દિવ્યાંગ હોવા છતાં અભય સ્વિમિંગ કરવામાં રસ ધરાવે છે અને પિતા પુત્ર બન્ને સાથે સ્વિમિંગ કરે છે આજે ધ્વજવંદન નિમિતે ધ્વજવંદન કરી ગર્વની લાગણી અનુભવી હતી આ ઉપરાંત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ના હંસાબેને પણ જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે સમુદ્રની મધ્યમાં ધ્વજવંદન કરે છે અને આ સાહસ વૃત્તિ થી અનેક મહિલાઓ ને પણ સાહસ કરવાનો સંદેશો પાઠવ્યો હતો અને સાહસ સાથે રાષ્ટ્રપ્રેમ ની ભાવના જાગૃત થાય તે હેતુથી આ ધ્વજ વંદન કરવામાં આવે છે તેમ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ના પ્રમુખ દિનેશ પરમારે જણાવ્યું હતું .

Last Updated :Jan 26, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.