ગુજરાત

gujarat

Rajkot: નિવૃત્ત શિક્ષિકાએ સગાઓના ત્રાસથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 2:46 PM IST

Updated : Dec 19, 2023, 3:58 PM IST

આજે પરિવારના સભ્યોના કુકર્મો અને પાખંડથી કંટાળીને રાજકોટના નિવૃત્ત શિક્ષિકાએ સરકાર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી. પોતાની 9 મિલકતો અને જીવનભરની કમાણી પડાવી લેનાર સગાઓના ત્રાસને લીધે વૃદ્ધાને જીવવાની ઈચ્છા રહી નથી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Retired Lady Teacher Dosen't want to Live Desire death

નિવૃત્ત શિક્ષિકાએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી
નિવૃત્ત શિક્ષિકાએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી

સગાઓના ત્રાસને કારણે હવે વધુ જીવવાની ઈચ્છા નથી

રાજકોટઃ એકલવાયુ જીવન જીવતા અને નિવૃત્ત શિક્ષિકા એવા સરિતાબેન મકવાણાએ સરકાર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. તેમના સગાઓએ વૃદ્ધા અને તેમના પતિની જીવનભરની કમાણી પડાવી લીધી છે. સગાના ત્રાસને લીધે આ વૃદ્ધા હવે આગળ જીવન જીવવા માંગતા નથી. નિવૃત્ત શિક્ષિકાએ ઈચ્છા મૃત્યુની માંગણી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સમગ્ર ઘટનાક્રમઃ સરિતાબેન મકવાણા એક નિવૃત્ત શિક્ષિકા છે. તેમના પતિ ઈન્કમટેક્સ ઓફિસમાં નોકરી કરતા હતા. 2014માં સરિતાબેનના પતિ કેન્સર રોગથી મૃત્યુ પામ્યા હતા. આ બંને પતિ-પત્નીએ જિંદગીભર સંઘર્ષ કરીને જે કંઈ કમાણી, મિલકત એક્ઠી કરી હતી તે સગાઓએ પચાવી પાડી છે. સરિતાબેન પાસે 9 મિલકતાના દસ્તાવેજ હતા જે પાખંડ અને પ્રપંચથી સગાઓએ છીનવી લીધા છે. આ સગાઓમાં તેમના જેઠનો દીકરો, નણંદનો દીકરો અને નાની દીકરી અને જમાઈનો સમાવેશ થાય છે. આ સગાઓએ અલગ અલગ સ્થળોએ પ્લોટઅને જે મકાનમાં સવિતાબેન રહે છે તે મકાનના દસ્તાવેજો, રોકડ રકમ અને દાગીના હડપ કરી લીધા છે.

ક્યાંયથી ન મળ્યો ન્યાયઃ આ મામલે સવિતાબેને તંત્ર, પોલીસ વિભાગ અનેક ઠેકાણે અનેક રજૂઆતો કરી છે. જો કે કોઈ નક્કર નિવેડો ન આવતા સરિતાબેન જિંદગીથી કંટાળી ગયા છે, તેઓ આગળ જીવન જીવવા માંગતા નથી. તેથી તેણીએ સરકાર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. એક લાચાર, વૃદ્ધાએ થાકી-હારીને ઈચ્છા મૃત્યુની માંગણી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મારા પતિનું 2014માં કેન્સરથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ બધા સગાઓએ મારી મિલકતના 9 દસ્તાવેજો અને અન્ય મુદ્દામાલ પડાવી લીધા છે. અત્યારે મારુ કહી શકાય તેવું કોઈ નથી. મને આ સગાઓ જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા છે. આ મામલે મેં તંત્ર અને પોલીસ વિભાગને પણ રજૂઆતો કરી છે. મને ક્યાંયથી ન્યાય ન મળતા મેં સરકાર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે...સરિતાબેન મકવાણા(નિવૃત્ત શિક્ષિકા, રાજકોટ)

  1. Rajkot Crime News : રાજકોટમાં વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠિયા દાગીના ઉતારી ગયાં, CCTVમાં જોવા મળ્યું કારનામું
  2. વડોદરામાં એકલી રહેતી વૃદ્ધા પર વશીકરણ કરી ગઠિયો સોનાની બંગડીઓ લઈ પલાયન
Last Updated : Dec 19, 2023, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details