ગુજરાત

gujarat

Rajkot News : રાજકોટમાં દૂધમાં પાણી મિલાવીને વેચવાનું કૌભાંડ પકડાયું, રાજકોટ ડેરીએ લીધાં કડક પગલાં

By

Published : Jun 27, 2023, 6:49 PM IST

રાજકોટ ડેરી નામના વિશ્વાસથી દૂધ ખરીદી લેતાં રાજકોટવાસીઓને આ સમાચાર ઝાટકો આપે એવા છે. રાજકોટ ડેરીમાં જમા કરાવાતાં દૂધમાં પાણી ભેળવીને અપાતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેના પગલે રાજકોટ ડેરી દ્વારા વિજયનગર ડેરીનું દૂધ લેવાનું બેધ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં દૂધમાં પાણી મિલાવીને વેચવાનું કૌભાંડ પકડાયું, રાજકોટ ડેરીએ લીધાં કડક પગલાં
રાજકોટમાં દૂધમાં પાણી મિલાવીને વેચવાનું કૌભાંડ પકડાયું, રાજકોટ ડેરીએ લીધાં કડક પગલાં

વિજયનગર દૂધ મંડળીના મંત્રી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં

રાજકોટ : રાજકોટમાં દૂધમાં પાણી મિલાવીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટ ડેરીમાં આવતા વિવિધ મંડળીના દૂધમાં વિવિધ ગામોના રસ્તા વચ્ચે જ ટ્રક રોકીને આ દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે અને ત્યારબાદ આ દૂધને રાજકોટ ડેરીમાં ઠાલવવામાં આવે છે. જ્યારે આ પ્રકારના દૂધમાં ભેળસેળનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે રાજકોટ ડેરી દ્વારા આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો: રાજકોટ જિલ્લાના વિજયનગર ગામનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે મામલે રાજકોટ ડેરીના દ્વારા વિજયનગરની મંડળીનું દૂધ હાલ પૂરતો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડેરી દ્વારા કડક પગલાં લેતાં વિજયનગર મંડળીનું દૂધ લેવાનું બંધ કરાયું છે

રાજકોટ જિલ્લા દૂધ સંઘ તરફથી છતર રૂટ ચાલે છે જ્યારે આ છતર રૂટમાં છ જેટલા ગામો આવે છે. જેમાં કાકદલી, વાછતપર, હડાણા, વિજયનગર, રતનપર અને હડમતીયાનો સમાવેશ થાય છે. ત્યારે આ ગામોમાં દૂધ લેવા માટે રાજકોટ દ્વારા ડેરી દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે વાહન નક્કી કરવામાં આવતું હોય છે. વાહન નક્કી કર્યા બાદ દૂધ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વિજયનગર ગામ ખાતે મંડળીના મંત્રી દ્વારા દૂધના કેનમાંથી 5 થી 6 લીટર જેટલું દૂધ કાઢવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ વિડીયો મારફતે અમને થઈ હતી. આ પ્રકારનો વિડીયો સામે આવ્યો ત્યારે હું ગાંધીનગર હતો અને મેં ગાંધીનગરમાં વિડીયો જોયો હતો અને ત્યારબાદ રાજકોટ ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિજયનગર ડેરીનું દૂધ લેવાનું બંધ કરવામાં આવે. હવે રાજકોટ ડેરી દ્વારા વિજયનગરનું દૂધ લેવામાં આવશે નહીં...ગોરધન ધામેલીયા(રાજકોટ ડેરીના ચેરમેન)

મંત્રી અને કોન્ટ્રાકટર પૈસાની કરે ચૂકવણી : ગોરધન ધામેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આ દૂધના વાહનના ડ્રાઇવરને અમે તાત્કાલિક છૂટો કરવાનો આદેશ પણ કર્યો છે. આ ડ્રાઇવરને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યો હતો. ત્યારે આ છ જેટલા ગામોમાં જ્યાં પણ દૂધની ઘટ આવી હોય અને કેટલા સમયથી આ દૂધની ઘટ જોવા મળી રહી છે. તેનો તમામ હિસાબ અને રકમ વિજયનગર દૂધ મંડળીના મંત્રી અને કોન્ટ્રાક્ટરને ભોગવવાની રહેશે.

દૂધ ચોરીમાં મંત્રી શામેલ: આ વિડીયો ઉપરથી સ્પષ્ટ થાય છે કે દૂધ ચોરીનો આ બનાવ છે. જેના કારણે આ દૂધ ચોરીમાં મંત્રી શામેલ છે તેને તાત્કાલિક વિજયનગર મંડળીમાંથી દૂર કરવો જોઈએ. જ્યાં સુધી વિજયનગર મંડળી આ મંત્રીને હટાવશે નહીં ત્યાં સુધી રાજકોટ ડેરી દ્વારા આ મંડળીનું દૂધ ખરીદવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વિવિધ ગામોમાંથી રાજકોટ ડેરીમાં દૂધ ઠાલવવામાં આવે છે પરંતુ આ દૂધમાં જ ભ્રષ્ટાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

  1. એક હતો ચોર, સવારે ચોરી કરીને બપોરે મુળ માલિકને માલ વહેચતો કુમાર
  2. Porbandar News: પશુઓમાં દૂધ વધે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શન વેચનારો ઝડપાયો
  3. રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે કિસાન સંઘ અને ડેરીના ચેરમેન આમને-સામને

ABOUT THE AUTHOR

...view details