ગુજરાત

gujarat

Rajkot News : ઉદ્ઘાટનના શ્રી ગણેશ થાય તે પહેલા પુલ પર ગાબડા, પાંચ વર્ષથી સમારકામ માટે બંધ છે રસ્તો

By

Published : Mar 15, 2023, 9:45 AM IST

Rajkot News : ઉદ્ઘાટનના શ્રી ગણેશ થાય તે પહેલા પુલ પર ગાબડા, પાંચ વર્ષથી સમારકામ માટે બંધ છે રસ્તો
Rajkot News : ઉદ્ઘાટનના શ્રી ગણેશ થાય તે પહેલા પુલ પર ગાબડા, પાંચ વર્ષથી સમારકામ માટે બંધ છે રસ્તો

રાજકોટના ધોરાજી ઉપલેટા રોડ પર રાજાશાહી વખતના જર્જરિત પુલને ફરી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરતું પાંચ વર્ષથી ચાલતા સમારકામ પૂર્ણ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઉદ્ઘાટન પહેલા જ પુલ પર ગાબડાઓ જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે.

ધોરાજીના જુના ઉપલેટા રોડ પર બનેલો ભાદરનો પુલ શરૂ થયો તે પહેલાં જ તૂટવા લાગ્યો

રાજકોટ : ધોરાજી અને ઉપલેટાને જોડતો જૂનો ધોરાજી-ઉપલેટા રોડ આવેલો છે. આ રસ્તા પર તંત્ર દ્વારા રાજાશાહી વખતના જર્જરિત બનેલા પુલને તોડીને ફરી નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવ નિર્માણ પામી રહેલા રસ્તાનું કામ પણ થોડા સમયમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ પાંચ વર્ષથી ચાલતા પુલ અને રસ્તાના સમારકામના નિર્માણ બાદ રસ્તો હજુ શરૂ નથી થતો. જેમાં આ રસ્તો શરૂ નહીં થતાં લોકો જાતે જ આ રસ્તા પરથી પસાર થવા લાગ્યા છે. રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા રસ્તામાં અને પુલમાં ગાબડાઓ પાડવા લાગ્યા છે અને રસ્તો તૂટવા લાગ્યો છે. રસ્તાના ઉદ્ઘાટનના શ્રી ગણેશ થાય તે પહેલા ગાબડાઓ જોવા મળતા ભ્રષ્ટાચારની આબોહવા હોય તેવું લાગી રહ્યું છે.

ઢીલું અને ભ્રષ્ટાચાર

પાંચ વર્ષથી આ રસ્તો બંધ : પૂર્ણતાની આરે આવેલા આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓએ જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તો બંધ હતો. ગોકળગતિએ તંત્ર દ્વારા રસ્તાનું કામ પૂર્ણ કરાઈ રહ્યું છે. આટલો સમય વિત્યા છતાં પણ અહિયાનો આ રસ્તો હજુ રસ્તો શરૂ નથી. આ રસ્તો શરૂ થાય તે પહેલા જ રસ્તાની અંદર ગાબડાઓ પડી રહ્યા છે. જેમાં આ ગાબડાઓ કોઈનો જીવ લેશે કે કોઈ મોટી અકસ્માતની ઘટના બનશે તેવું જણાવ્યું છે. રસ્તો તૂટવા લાગતા રસ્તાના પુનઃનિર્માણની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનું રાહદારીઓએ જણાવ્યું છે.

પાંચ વર્ષથી આ રસ્તો બંધ

આ પણ વાંચો :Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ

ઢીલું કામ કરી ભ્રષ્ટાચાર : આ અંગે ધોરાજીના સમાજ સેવક ધર્મેન્દ્ર બાબરિયાએ જણાવ્યું છે કે, પાંચ વર્ષ પહેલા રાજાશાહી વખતો બનેલો પુલ જર્જરિત હોવાની બાબતે તોડી પાડવામાં આવ્યો છે. તેને પુનઃ નવનિર્માણ અર્થે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. સમારકામ હવે પૂર્ણતાની આરે છે અને થોડા સમયમાં લોકાર્પણ કદાચ કરવામાં આવશે. આ શરૂ કરાયેલા રસ્તાના કામની અંદર હજુ કાર્ય પૂર્ણ નથી થયું અને ગોકળગતીએ કામ ચાલે છે. આ નવ નિર્માણ પામેલા પુલને હજુ શરૂ નથી કરવામાં આવ્યો ત્યારે લોકો સ્વૈચ્છિક રીતે આ રસ્તા પરથી પસાર થવા લાગ્યા છે. રસ્તો શરૂ થયા પહેલા જ રસ્તામાં અને પુલમાં મસમોટા ગાબડાં પડી જતાં તંત્ર દ્વારા ઢીલું કામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પાંચ વર્ષથી ચાલુ સમારકામ હજુ પૂર્ણ નહીં

આ પણ વાંચો :Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ

લોકોમાં રોષ મળ્યો જોવા : ઉલ્લેખનીય છે કે, ધોરાજી ઉપલેટાને જોડતો રસ્તો કે જે રાજાશાહી વખતનો બનેલો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી નવનિર્માણ પામવા અર્થે પાંચ વર્ષ માટે રસ્તો બંધ રાખ્યો હતો. આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ, સમાજ સેવક દ્વારા માંગ કરી છે કે, સતત પાંચ વર્ષથી ચાલી રહેલા આ કામનું અંત હજી સુધી નથી આવ્યું. આ કામ પૂર્ણતાની આરે છે જેમાં આ રસ્તો શરૂ થાય તે પહેલા જ રસ્તો અને ખાસ કરીને પુલમાં ગાબડા પાડીને તૂટવા લાગતા રોષ જોવા મળ્યો છે. જે પણ અધિકારીઓ દ્વારા એનઓસી, ચકાસણીની કામગીરી સહિતની તપાસ કરી કામને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

પુલ પર ગાબડા

ABOUT THE AUTHOR

...view details