ETV Bharat / state

Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ

author img

By

Published : Mar 4, 2023, 2:16 PM IST

Updated : Mar 4, 2023, 3:24 PM IST

Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ
Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ

રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલા શહીદ બ્રિજ પર ગાબડા અને તિરાડો પડતા ચકચાર મચી ગઈ હતી. આ પ્રકારની ઘટના સર્જાતા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. પરતું 4થી 5 વર્ષ પહેલા નિર્માણ કરાયેલા બ્રિજ પર આ પ્રકાર ગાબડા અને તિરાડ પર તંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાજકોટમાં બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં મોડી રાતે શહેરના રૈયા ચોકડી નજીક આવેલો શહીદ નામના ઓવરબ્રિજ પર તિરાડો અને ગાબડા પડ્યા છતાં પણ આ બ્રિજ માત્ર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો અને સવારે ફરી શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જો આ બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો હાલ ઉભા થઇ રહ્યા છે.

વર્ષ 2019માં બ્રિજનું કરાયું હતું નિર્માણ : રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ બ્રિજનું નિર્માણ વર્ષ 2019માં કરવામાં આવ્યું હતું અને પૂર્વ સીએમ વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યા હતો. ત્યારે હજુ આ બ્રિજ બન્યાના 4થી 5 વર્ષ થયાં છે. એવામાં આ બ્રિજ પર ગાબડા અને તિરાડ પડી ગઈ છે. જેને લઈને બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ અને કામને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે આ બ્રિજને રાત્રી દરમિયાન થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ સવારે ફરી આ બ્રિજને શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : Bridge Collapse: નેશનલ હાઇવે પર બ્રિજ બનતા પહેલા ધરાશાયી, અધિકારીઓએ સેવ્યું મૌન

બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ ખામી નથી : મનપા કમિશનર : આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, 150 ફૂટ રિંગરોડ પર આવેલો ફ્લાય ઓવરબ્રિજમાં સાઈડની બાજુએથી એક્સ્ટેન્શન જોઇન્ટના ઉપરના ભાગ પરથી પ્લાસ્ટ ઊખડી ગયું હતું. જે મામલાની જાણ કોર્પોરેશનને થતા તાત્કાલિક સીટી એન્જીનીયરને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ ખામી જણાય નથી, તેમજ હાલ આ બ્રિજ પર વાહનવ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી

રાત્રીના દરમિયાન પ્લાસ્ટરનું કામ કરાશે : મનપા કમિશનર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજમાં જે સ્થળ-જગ્યાએથી પ્લાસ્ટ તૂટી ગયું છે. ત્યાં રાત્રીના સમય ફરી પ્લાસ્ટર કરવાની કામગીરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ આ મામલે એન્જિનિયરને સૂચના આપવામાં આવી છે કે, તમામ બ્રિજના એક્સ્ટેન્શન જોઇન્ટને તપાસ કરવામાં આવે અને જો કઈ ક્ષતિ દેખાય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૈયા રોડ પર આવેલ શહીદ બ્રિજ પર તિરાડો પડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Last Updated :Mar 4, 2023, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.