ETV Bharat / state

વાતાવરણમાં અચાનક પલ્ટો, શું છે રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રાયોરિટી લિસ્ટમાં? - MUNICIPAL COMMISSION WEATHER

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 4:09 PM IST

ગરમીની પરિસ્થિતિ વધી રહી હોય ત્યારે આવા સમયે મહાનગરપાલિકાના અધિકારો અને પ્રજાનાં પ્રતિનિધિઓ વચ્ચે મોટે ભાગે પાણીનાં વ્યવસ્થાપનને લઈને ચર્ચાઓ પૂરબહારમાં ખીલી હોય, એવામાં જો વાતાવરણમાં પલ્ટો આવે તો પ્રાયોરિટી લિસ્ટ પર શું આવે છે, એ જાણવું હોય તો વાંચો આ અહેવાલ. MUNICIPAL COMMISSION OF WEATHER

વાતાવરણમાં અચાનક પલ્ટો, શું છે રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રાયોરિટી લિસ્ટમાં?
વાતાવરણમાં અચાનક પલ્ટો, શું છે રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રાયોરિટી લિસ્ટમાં? (Etv Bharat Gujarat)

કાળઝાળ ગરમી, પાણી અને વીજળીની માંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો રહ્યો છે (etv bharat gujarat)

રાજકોટ: એક તરફ કાળઝાળ ગરમી, પાણી અને વીજળીની માંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો રહ્યો છે, તો બીજી તરફ નદી, તળાવો, જળાશયો સુકાઈ રહ્યા છે. ત્યારે તંત્ર હંમેશા પાણી વ્યવસ્થાપનમાં જ વ્યસ્ત જોવા મળે છે. ઉપરાંત તંત્ર સામે પડકાર હોય જ છે કે, રોજે-રોજ શહેરમાં વસતા લોકો સુધી કાળઝાળ ઉનાળા દરમિયાન સુકાઈ રહેલા જળસ્રોતો વચ્ચે પીવા-વાપરવાનું પાણી પહોંચાડવાનું હોય છે. જેમાં નર્મદા અને સૌની યોજના જેવા જળસ્રોતોમાંથી મળતા પાણીનાં પુરવઠા થકી તંત્ર ખુબ સારી રીતે એ જવાબદારી નિભાવી પણ રહ્યું છે, તેવું રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ઉત્તર-ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રદેશ અસરગ્રસ્ત છે
ઉત્તર-ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રદેશ અસરગ્રસ્ત છે (etv bharat gujarat)

ઉનાળામાં જ્યારે તંત્ર પાણી-પુરવઠાની વ્યવસ્થાપન પ્રક્રિયામાં વ્યસ્ત હોય ત્યારે સાથે-સાથે પ્રિ-મોન્સૂન કામગીરી પણ તંત્ર ચલાવી જ રહ્યું હોય છે. જેમાં વરસાદી માહોલ સર્જાતા ખુલ્લા વીજતારોને દૂર કરવા, નીચાણ વાળા વિસ્તારોમાં લોકોનાં પુનર્વસનની યોજનાઓ, વોકળા-ગટરો સાફ કરાવવા વગેરે જેવા કર્યો પાર કામ ચાલુ થઇ જાય છે. પણ અચાનક જ પાણી-વ્યવસ્થાપન અને પ્રિ-મોન્સૂન કામગિરી ચાલી રહી હોય તેવામાં જો વાતાવરણમાં બદલાવ આવી જાય તો તંત્રએ તમામે તમામ અન્ય પ્રક્રિયાઓમાં પ્રિ-મોન્સૂન કામગીરીને પ્રાધાન્ય આપવું પડે છે, અને એ દિશામાં તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, તેની વિસ્તારપૂર્વક માહિતી રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આપ્યો.

સોમવારે ઉત્તર ગુજરાત તરફથી અને દક્ષિણ ભારતનાં કેરળ તટ પરથી એક્ટિવ થયેલી સિસ્ટમને કારણે અચાનક જ વાતાવરણમાં જે બદલાવ આવ્યો અને પવન, વીજળી સાથે જે પ્રકારે કરાઓ વરસ્યા જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવાઈ હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ 2-3 દિવસ એટેલ અંદાજે 72 કલાક તંત્ર અને લોકોએ સતર્ક રહેવું પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જેમાં ઉત્તર-ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રદેશ અસરગ્રસ્ત છે, એવામાં પાણીનું વ્યવસ્થાપન સાંભળી રહેલી સરકારી સ્વાયત સંસ્થાઓ અચાનક જ વોર-ફૂટિન્ગ બેઝીસ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ પ્રી-મોન્સૂન કામગીરી પર વધુ ભાર આપતી જોવા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.