ગુજરાત

gujarat

Rajkot Crime: મુંજાવર પાસેથી ઝડપાયો 24 કિલો ગાંજો, ડ્રગની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ

By

Published : Jun 26, 2023, 10:26 AM IST

રાજકોટના લોધિકા પોલીસે દરગાહના મુંજાવર પાસેથી બાતમીના આધારે 24 કિલો જેટલા માદકપદાર્થના જથ્થા સાથે ઝડપી લીધો છે. આ બનાવમાં સમગ્ર બાબતે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જાણો સમગ્ર વિગતો.

લોધિકાની દરગાહના મુંજાવર પાસેથી ઝડપાયો 24 કિલો માદકપદાર્થનો જથ્થો
લોધિકાની દરગાહના મુંજાવર પાસેથી ઝડપાયો 24 કિલો માદકપદાર્થનો જથ્થો

રાજકોટ: દરેક વસ્તુનો સ્વીકાર કરે તેને સાધુ કે સંત કહેવામાં આવે છે. પછી તે ક્યા ધર્મના હોય તે મહત્વનું નથી. પંરતુ ભગવાનની પૂજા અર્ચના કરનાર જ ગેરમાર્ગે દોરે તો તેના માટે શું કોઈ વ્યાખ્યા આપશો? રાજકોટના લોધીકામાં આવો કિસ્સો સામે આવ્યો છે. જેને વાંચીને સંતો કે ધર્મના લોકો પર વિશ્વાસ કરતા પહેલા અનેક વખત વિચાર કરવો પડે.

શું હતો બનાવ:લોધીકા પોલીસના ચીભડા રોડ પર આવેલ હઝરત ઇશરારશાહ વલી દરગાહમાં હબીબશા ઉર્ફે મસ્તાનબાપુ પસ્તીવાળા S/O કાસમશા શાહમદાર જાતે ફકીર રહે છે. લોધીકા હઝરત ઇશરારશાહ વલીની દરગાહ વાળો દરગાહમાં આવેલ પોતાના કબ્જા વાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદકપદાર્થનો જથ્થો રાખેલ છે. તેવી પોલીસને ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા સમગ્ર બાબતે લોધિકા પોલીસે બાતમીના વાળી જગ્યાએ રેઇડ કરતા ફૂલ વજન 24 કિલો 615 ગ્રામ માદક પદાર્થનો રૂપિયા 2,46,150/- ના મુદામાલ દરગાહના મૂંઝાવરને ઝડપી લીધો છે અને તેમની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસ ફરિયાદમાં શું જણાવ્યું:આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લોધીકા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા કે.એ. ગોહિલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે રેડ કરતા ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. તેમાં જથ્થા સાથે ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે.

ઊંડાણપૂર્વક તપાસ:ઝડપાયેલ દરગાહના મુંજાવર અંગેની માહિતી અનુસાર તે છેલ્લા 22 વર્ષથી મૂંઝાવર તરીકે આ દરગાહ ની અંદર સેવા પૂજા કરે છે તેવું જણાવ્યું છે અને દરગાહમાં આવેલ મકાનમાં જ પોતે રહેતો હોવાનું પણ જણાવ્યું છે. જેથી પોલીસે આ બનાવની અંદર ઝડપાયેલા હબીબશા ઉર્ફે મસ્તાનબાપુ પસ્તિવાળા નામના વ્યક્તિ સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(સી) (2-સી) મુજબ ગુનો દાખલ કરી તેમની પાસે રહેલ 24 કિલો 615 ગ્રામનો કુલ રૂપિયા 2,46,150/- નો જથ્થો ઝડપી સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ ના ધમધમાટ શરૂ કર્યા છે.

ચકચાર મચી ગઈ:મંદિરો તેમજ મસ્જિદો ની અંદર સેવા પૂજા કરતા વ્યક્તિઓ જ્યારે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે ત્યારે લોકો પણ આવા મસ્જિદની અંદર સેવા પૂજા કરતા મૂંઝાવર ને જ્યારે પોલીસે આટલા નશીલા પદાર્થ સાથે ઝડપી લીધો છે ત્યારે ચકચાર મચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

  1. Rajkot News: મેંગો મિલ્ક શેઇકમાં ભેળસેળ કરવા બદલ 1 માસની સજા અને 1 લાખનો દંડ
  2. Rajkot News: રાજકોટમાં ફરી રખડતા ઢોરના ત્રાસના કારણે યુવાનનો ભોગ લેવાયો

ABOUT THE AUTHOR

...view details