ETV Bharat / state

Rajkot News: મેંગો મિલ્ક શેઇકમાં ભેળસેળ કરવા બદલ 1 માસની સજા અને 1 લાખનો દંડ

author img

By

Published : Jun 24, 2023, 11:27 AM IST

રાજકોટમાં મેંગો મિલ્ક શેઇકમાં ભેળસેળ મામલે બે વેપારીને 1 માસની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચકાસણી દરમિયાન આ મેંગો મિલ્ક શેઇક માંથી પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો જે બાદ દંડ ફટકારવામાં આવ્યો હતો.

1 માસની સજા અને 1 લાખનો દંડ
1 માસની સજા અને 1 લાખનો દંડ

રાજકોટ: રાજકોટ શહેરમાં શહેરીજનોને આરોગ્ય સ્પ્રદ વસ્તુઓ ખાવા મળે તે માટે મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સતત કાર્યરત રહેતું હોય છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત તારીખ 6- 6 2013ના રોજ પોપટ પરા મેઇન રોડ ઉપર આવેલા શ્રી પટેલ રસ દુકાનમાંથી મેંગો મિલ્ક શેઇકના નમુના લેવામાં આવ્યા હતા. જે નમૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ મેંગો મિલ્ક શેઇક માંથી ભેળસેળ યુક્ત પદાર્થો મળી આવ્યા હતા. જેને લઈને રાજકોટ મનપા કોર્ટ દ્વારા ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને એક માસની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટ કરવામાં આવ્યો છે. જેને લઇને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

શેઇકમાંથી પ્રતિબંધિત કલર: શહેરના પોપટ પરા વિસ્તારમાં શ્રી પટેલ રસ નામની દુકાનમાં મેંગો મિલ્ક શેઇકનું વેચાણ થઈ રહ્યું હતું. ત્યારે ફૂડ વિભાગ દ્વારા આ મેંગો મિલ્ક શેઇકનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે નમૂનાને વડોદરા ખાતે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે ચકાસણી દરમિયાન આ મેંગો મિલ્ક શેઇક માંથી પ્રતિબંધિત કલર મળી આવ્યો હતો. તેમજ આ નમૂનો ફેઈલ કરાયો હતો. ત્યારે આ મામલે મનપા કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

લાઇસન્સ બાબતે સૂચના: જેમાં કોર્ટ દ્વારા ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ વેચનાર વેપારીઓને તકસીરભાન ઠેરવીને તેને સજા ફટકારી છે. જેમાં ટારઝનપરી કેશુપરી ગોસ્વામી નામના વેપારીને 1 માસની કેદ અને 1 લાખનો દંડ, આ સાથે જ સોમાભાઈ બાબુભાઈ ખૂટ જેમને પણ 1 માસની સજા અને 1 લાખનો દંડ, તેમજ શ્રી પટેલ રસ ઉત્પાદક ભાગીદારી પેઢીને ₹50,000ની રકમ વળતર પેઠે મહાનગરપાલિકામાં જમા કરવાનો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આજે 12 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યુંફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 12 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 03 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે.

ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત: ફૂડ વિભાગ દ્વારા શહેરના આડા પેડક રોડ વિસ્તારમાં આવેલ (1)મિલન ખમણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)મારૂતિ સેલ્સ & કિરાણ ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)રામદેવ જનરલ સ્ટોર તથા (4)ભવનાથ એન્ટરપ્રાઇઝ (5)ખોડિયાર ડેરી ફાર્મ (6)રામજીભાઇ શરબતવાળા (7)રામનાથ ટી સ્ટોલ (8)રામ ઔર શ્યામ ગોલાવાળા (9)S.S. ફૂડ મોલ (10)રાજ પાન & કોલ્ડ્રિંક્સ (11)ભગવતી ડેરી ફાર્મ (12)રિધ્ધી સિધ્ધી જનરલ સ્ટોર્સની ચકાસણી કરવામાં આવેલી હતી. શીતલ માવા બદામ ફ્લેવર્ડ -લો ફેટ આઇસ્ક્રીમ સ્ટિક બાર (35 મિલી પેક્ડ) સ્થળ- ભવનાથ એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં. 48-49, બંજરગ મેડીકલ પાસે, મારૂતિનગર મેઇન રોડ, રાજકોટ.(3) દાલ ફ્રાય (પ્રિપેર્ડ -લુઝ): સતનામ પાર્ક-2 કોર્નર, જૂનો મોરબી રોડ, રાજકોટ.

  1. Rajkot News: રાજકોટમાં ફરી રખડતા ઢોરના ત્રાસના કારણે યુવાનનો ભોગ લેવાયો
  2. Rajkot News: IPS આર.ડી.ઝાલાનું નિધન, સરકારને અશ્વોની ખરીદી કરવી હોય ત્યારે એમનું માર્ગદર્શન લેવાતુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.