ગુજરાત

gujarat

Rajkor Crime : રાજકોટમાં ઇઝરાયલ બોયકોટ પોસ્ટર મામલો, કેન્દ્રીય તપાસ એજન્સીના રાજકોટમાં ધામા

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 7:30 PM IST

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વચ્ચે રાજકોટમાં ઇઝરાયલ બોયકોટ પોસ્ટર મામલો સામે આવ્યો હતો તેમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓના મોબાઈલ ફોનને સાયબર ક્રાઇમ સેલમાં તપાસમાં મોકલવામાં આવ્યાં છે. થોડા સમય પહેલાં આતંકીઓ ઝડપાયાં બાદથી સુરક્ષા એજન્સીઓની રાજકોટમાં થતી ગતિવિધિઓ પર નજર છે.

Rajkor Crime : રાજકોટમાં ઇઝરાયલ બોયકોટ પોસ્ટર મામલો, કેન્દ્રીય તપાસ એજન્સીના રાજકોટમાં ધામા
Rajkor Crime : રાજકોટમાં ઇઝરાયલ બોયકોટ પોસ્ટર મામલો, કેન્દ્રીય તપાસ એજન્સીના રાજકોટમાં ધામા

રાજકોટ : હાલમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઇ રહ્યું છે. એવામાં રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા જંગલેશ્વરમાં ઇઝરાયેલ બોયકોટ તેવા પોસ્ટર અલગ અલગ સ્થળોએ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ચાર આરોપીઓને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી.

ભક્તિનગર પોલીસે પૂછપરછ આદરી ઇઝરાયેલ બોયકોટ તેવા પોસ્ટરો કયા કારણોસર લગાવવામાં આવ્યા છે અને તેઓએ આ પોસ્ટર ક્યાં છપાવ્યા હતા અને કોના કહેવાથી આ પોસ્ટરો લગાવ્યા છે તે તમામ બાબતોને લઇને ભક્તિનગર પોલીસ આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. એવામાં હાલ મામલો દિલ્હી સુધી પહોંચતા હવે તેમાં કેન્દ્રીય એજન્સી એવી ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જોડાઈ છે તેમજ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ચાર આરોપીઓની પોલીસે કરી હતી ધરપકડરાજકોટમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લાગ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામેલી હતી. ત્યારે આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સમીર બ્લોચ, સુલતાન દલુ, શાહનવાઝ વેત્રન અને સમીર અંસારી નામના ઈસમોનો સમાવેશ થાય છે. જોકે ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરાઈ હતી અને ત્યારબાદ તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ આઈબીએ ફરી પૂછપરછ માટે બોલાવ્યાં જ્યારે આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે દિલ્હીથી સેન્ટ્રલ આઈબીના અધિકારીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ આ ચારેય આરોપીઓને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમના આ મોબાઈલ ફોન લઈને સાયબર સેલ ખાતે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

અગાઉ ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હતાંસેન્ટ્રલ આઇબીના અધિકારીઓ દ્વારા ચારેય આરોપીઓની પૂછપરછ કરતા વધુ વિગતો સામે આવી નથી. પરંતુ 150 જેટલા પોસ્ટરો આરોપીઓએ છપાવ્યા હતાં તેમજ તેને શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવ્યા હતા. હાલ તો સેન્ટ્રલ આઈડીના અધિકારીઓ દ્વારા પણ આરોપીઓને પૂછપરછ બાદ જવા દેવામાં આવ્યા છે. પરંતુ ચારેય આરોપીઓની તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટની સોની બજારમાંથી ત્રણ જેટલા અલકાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓ ઝડપાયા હતાં. ત્યારબાદ રાજકોટમાં ઇઝરાયેલને બોયકોટ કરીને હમાસ નામના આતંકવાદી સંગઠનને સમર્થન આપતા હોય તે પ્રકારના પોસ્ટર લગાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

  1. Salangpur Mandir Controversy: સાળંગપુર વિવાદ રાજકોટમાં પહોંચ્યો, સ્વામિનારાયણ મંદિર પર પોસ્ટર્સ લગાવાયા
  2. Joe Biden Israel Visit : હમાસના અત્યાચારોની તુલનામાં ISIS પણ નાનું છે : જો બાઈડેન
  3. Israel-Palestine War : ઇઝરાયલમાં રહેતા પોરબંદરના રમાબેને શેર કર્યો યુદ્ધ વચ્ચે વીડિયો

ABOUT THE AUTHOR

...view details