ગુજરાત

gujarat

સ્મૃતિનું સરોવરઃ રાજકોટમાં હીરાબાના નામથી તળાવ તૈયાર કરાશે

By

Published : Jan 3, 2023, 4:16 PM IST

રાજકોટની ન્યારી નદી ઉપર સ્વ.હિરાબાની સ્મૃતિમાં તળાવનું (Hiraba Smriti Sarovar in Rajkot) નિર્માણ કરાશે. આ સરોવરના નિર્માણના(Hiraba Smriti Sarovar) કારણે આસપાસના ગ્રામજનો અને ખેડૂતોને પાણીનો લાભ થશે. અને પાણીની સમસ્યામાંથી થોડો ઘણી મુક્તિ પણ મળશે.

હીરાબા ની યાદો નહિ વિસરાઈ, રાજકોટમાં હીરાબા સ્મૃતિ સરોવરનું કરાશે નિર્માણ
હીરાબા ની યાદો નહિ વિસરાઈ, રાજકોટમાં હીરાબા સ્મૃતિ સરોવરનું કરાશે નિર્માણ

હીરાબા ની યાદો નહિ વિસરાઈ, રાજકોટમાં હીરાબા સ્મૃતિ સરોવરનું કરાશે નિર્માણ

રાજકોટવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું અવસાન થયું છે. ત્યારે તેમને અનોખી શ્રદ્ધાંજલિના ભાગરૂપે રાજકોટમાં હીરાબાસ્મૃતિ સરોવરનું (Hiraba Smriti Sarovar in Rajkot) નિર્માણ કરવામાં આવશે. જેના કામનું ખાતમુહૂર્ત આવતીકાલે કરવામાં આવશે. જે રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામ નજીક પર બનાવવામાં આવશે. આ સરોવરના નિર્માણના કારણે આસપાસના ગ્રામજનો અને ખેડૂતોને પાણીનો લાભ થશે. અને પાણીની સમસ્યામાંથી થોડો ઘણી મુક્તિ પણ મળશે.

સહયોગથી થશે નિર્માણ ગિરગંગા ટ્રસ્ટ અને વિરાણી પરિવારના સહયોગથી થશે નિર્માણ(Hiraba Smriti Sarovar) ન્યારી નદી પર ગીરગંગા ટ્રસ્ટ અને વિરાણી પરિવારના સહયોગથી આ હીરાબાસ્મૃતિ સરોવરનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે બાલાજી વેફરના વિરાણી પરિવાર દ્વારા હીરાબા સ્મૃતિ સરોવર માટે અનુદાન આપવામાં આવ્યું છે. ન્યારી નદી પર અંદાજિત રૂપિયા 15 લાખના ખર્ચે આ સરોવરનું નિર્માણ (Hiraba Smriti Sarovar in Rajkot) થશે. જેના કારણે વાગુદડ સહિતના ગામના લોકો અને આસપાસના ખેડૂતોને પાણીનો લાભ થશે. 400 ફૂટનું આ સરોવર બનાવવાનું કામ આવતીકાલથી જ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો ભારતના વિકાસમાં વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા મહત્વની છે : PM મોદી

સરોવર બનાવવામાં આવશે400 ફૂટનું સરોવર(400 feet lake) બનાવવામાં આવશે સમગ્ર મામલે ગીરગંગા ટ્રસ્ટના દિલીપ સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જે પાણી બચાવો અભિયાન ચાલી રહ્યું છે તે અભિયાન અંતર્ગત કાલાવડ રોડ ઉપર આવેલા વાગુદલ નજીક ન્યારી નદી પર બાલાજી વેફરના સહયોગથી અને ગીરગંગા ટ્રસ્ટ દ્વારા 400 ફૂટનો સરોવર બનાવવામાં આવશે. જ્યારે આ સરોવરનું નામ વડાપ્રધાન મોદીના માતૃશ્રી હીરાબાના નામ ઉપર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છેકે આ નાના સરોવરના નિર્માણથી પણ કરોડો લીટર પાણીનો બચાવ થઈ શકે છે.

ઘણા અંશે દૂરછેલ્લા ઘણા વર્ષોથી કરે છે ચેકડેમનું નિર્માણ ( Hiraba Memorial Lake) રાજકોટનું ગીરગંગા ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ચેકડેમને રીપેરીંગ કરવા અને નવા ચેકડેમ બનાવવાનું કામ કરે છે. ત્યારે વરસાદી પાણીને બચાવવા માટે આ ચેકડેમ અને તળાવો તેમજ સરોવરનું નિર્માણ કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા થોડા ઘણા અંશે દૂર કરી શકાય છે. એવામાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પણ વરસાદી પાણીને બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details