ગુજરાત

gujarat

Gujarat Ats : રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ વિગતો સામે આવશે તેવી શક્યતાઓ...

By

Published : Aug 1, 2023, 4:42 PM IST

Updated : Aug 1, 2023, 7:08 PM IST

આતંકવાદી સંગઠનોના અનેક મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ ગુજરાત ATSએ હવે અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATSએ કેટલાય સપ્તાહના સર્વેલન્સ બાદ રાજકોટમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરી છે. એટીએસના જણાવ્યા અનુસાર ત્રણેય અલ-કાયદા સાથે જોડાયેલા છે.

Etv Bharat
Etv Bharat

ગુજરાત ATS

રાજકોટ : ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATS તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. ATSએ તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. એટીએસ મુજબ, આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ATSના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તે છેલ્લા છ માસથી રાજકોટના સોનીબજારમાં નોકરી કરતો હતો. એટીએસને તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.

શકમંદો

સોની બજારમાં કારીગર બનીને કરતા હતા કામ :ATS દ્વારા રાજકોટમાંથી અમન મલ્લીક, શુકર અલી અબ્દુલ્લા અને સૈફ નવાઝ નામના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. જ્યારે આ આતંકીઓ છેલ્લા 1 વર્ષથી રાજકોટની સોની બજાર વિસ્તારમાં સોના ચાંદીના કામના કારીગર તરીકે કામ કરતા હતા. મૂળ તેઓ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેમજ રાજકોટ ખાતે રહીને આ આતંકીઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હતા. જેના કારણે ATS દ્વારા આ ઈસમો પર વોચ રાખવામાં આવી હતી અને કંઈ અન્ય પ્રવૃતિ કરે તે પહેલા જ ATS દ્વારા સ્પેશિયલ ઓપરેશન કરીને આ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ આતંકીઓએ પાસેથી એક પિસ્તોલ સહિત જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. ત્યારે તેઓ કયા કામને અંજામ આપવાના હતા તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ હાલ ATS દ્વારા આ મામલે આતંકીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

છેલ્લા ત્રણ દિવસથી AST હતી વોચમાં :આ સમગ્ર મામલે ATS એસપી ઓમ પ્રકાશ જાટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ASTના DYSP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી. પશ્ચિમ બંગાળના ત્રણ આતંકીઓ રાજકોટની સોની બજારમાં છે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેના આધારે ATS દ્વારા આ મામલે તાત્કાલિક બે ટીમની રચના કરવામાં આવી હતી અને આ ત્રણેય આતંકીઓ પર વોચ રાખવામાં આવી હતી. જ્યારે ગઈકાલે આ ત્રણેય આતંકીઓને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતાં. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અમન મલ્લીક નામનો આતંકી છેલ્લા એક વર્ષથી ટેલીગ્રામ એપ્લિકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલ એવા અબુ તલ્હા ઉર્ફ ફુરસાન નામની ઓળખાણ ધરાવતા ઈસમ સાથે સંપર્કમાં હતો. તેમજ તેના દ્વારા કહેવાથી જ અમન અલકાયદા સાથે જોડાયો હતો. જ્યારે આ આતંકીઓ કનવરશેસન એપ્લિકેશનનો ઓન આ કામ માટે ઉપયોગ કરતા હતા.

એક પિસ્તોલ અને 10 કારતૂસ મળ્યા :ATSની તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકી મોબાઈલમાંથી ઘણા બધા શંકાસ્પદ વિડિયો અને દેશ વિરોધી પ્રવૃત્તિઓને લગતા સાહિત્ય મળી આવ્યા છે. જ્યારે અમને જ રાજકોટમાં પોતાના પરિચિત એવા શુકુર અલી અને સૈફ નવાજને પણ અલકાયદા સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. તેમજ આ ઈસમોએ પિસ્તોલ પણ ખરીદી હતી અને ઓટોમેટિક હથિયાર કેવી રીતે ચલાવવા તે અંગેની પણ માહિતી ઈન્ટરનેટ વડે મેળવી હતી. AST દ્વારા આતંકીઓ પાસેથી એક પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ મોબાઇલ ફોન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ત્રણેય ઈસમો વિરોધ ATS અદ્વરા ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ઇન્ડીયન પીનલ કોડ કલમ 121 ક, તથા આર્મ એક્ટની કલમ 25 (1B) A સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે

  1. Gujarat ATS: સુમેરાબાનું ISKP કનેક્શન કેસમાં 3ની યુપીથી ધરપકડ, કેસ હવે UP ATS પાસે
  2. Gujarat ATS: કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર યુવકની ધરપકડ
Last Updated : Aug 1, 2023, 7:08 PM IST

TAGGED:

gujarat ats

ABOUT THE AUTHOR

...view details