ગુજરાત

gujarat

રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતનો ગુન્હો દાખલ કરવા માગ

By

Published : Aug 21, 2020, 5:23 PM IST

ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ CR પાટીલનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ તેમજ 144ની કલમ ભંગ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની કોંગ્રેસે માગ કરી હતી.

રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ ગુનો નોંધવાની માગ કરાઇ
રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ ગુનો નોંધવાની માગ કરાઇ

રાજકોટઃ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ CR પાટીલનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ ગુનો નોંધવાની માગ કરાઇ

આ સાથે જ પતિલના સ્વાગતમાં અનેક સ્થળોએ 4 કરતા વધુ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ મામલે રાજકોટ કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી આગેવાનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ તેમજ 144ની કલમ ભંગ કરવાનો ગુનો નોંધવાની માગ કરી હતી.

આ સાથે જ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા રાજકોટના દૂધસાગર રોડ ખાતે બનાવમાં આવેલા નવો પુલ ખુલ્લો મુક્ત સમયે 10થી 15 લોકો હતા. તેમજ માત્ર 4 જેટલા જ કોંગી આગેવાનો હતા. છતાં આ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ જાહેરનામાનો ભંગ અંગેની ફરિયાદ નોંધાવામાં આવી છે. તો ભાજપના નેતાઓ પર કેમ ગુનાઓ નથી નોંધવામાં આવતા તેવો પ્રશ્ન પણ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details