ગુજરાત

gujarat

સન્ની પાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પત્ની સાથે મારઝુડનો આરોપ

By

Published : Dec 27, 2022, 7:47 PM IST

પ્રખ્યાત રેસ્ટોરન્ટ સન્ની પાજીના માલિક વિરુદ્ધ ફરિયાદ (Complaint against famous restaurant owner Sunny Paji) નોંધાઈ છે. સન્ની પાજીની પત્નીએ પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. અમ્રિતા કોર ઉર્ફ ભૂમિકા વ્યાસે પતિ નશો કરીને મારઝુડ કરતો હોવાની અને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે સન્ની પાજી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (Sunny Paji against alleging wife beating)

પ્રખ્યાત રેસ્ટોરન્ટ સન્ની પાજીના માલિક વિરુદ્ધ ફરિયાદ
પ્રખ્યાત રેસ્ટોરન્ટ સન્ની પાજીના માલિક વિરુદ્ધ ફરિયાદ

રાજકોટ: સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં સન્ની પાજી કા ઢાબા નામના (famous restaurant Sunny Paji ka dhaba) રેસ્ટોરન્ટના માલિક (Complaint against restaurant owner Sunny Paji) અને તેના પિતા વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી છે. (Sunny Paji against alleging wife beating)

પતિ નશો કરીને કરતો હતો મારઝુડ: અમ્રિતા કોર ઉર્ફ ભૂમિકા વ્યાસ દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. જેમાં તેણે જણાવ્યું છે વર્ષ 2017માં શીખ રીતરિવાજો મુજબ તેના લગ્ન થયા હતા. હાલમાં તેને બે પુત્રો પણ છે. જ્યારે લગ્નના 2 મહિના બાદ જ પતિ ઘરે દરરોજ નશો કરીને આવતો અને ઝઘડો કરી મારકુટ કરતો હતો. જ્યારે આ અંગે તેના માતા પિતાને જાણ કરી તો અમનવીરસિંઘના પિતા તેજેન્દ્રસિંઘે પોતાના પુત્રનો પક્ષ ખેંચ્યો હતો. ઘરમાં અવારનવાર આ રીતે ઝઘડા થતા હતા અને પતિ સુધારવાનું નામ લેતો નહોતો જેના કારણે પરણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો:ગુરુકુળમાં ગુરુએ શિષ્યને ઢોરમાર માર્યો, વાલીએ કરી ફરિયાદ

પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આક્ષેપ: પરિણીતાએ પોલીસ ફરિયાદમાં વધુ જણાવ્યું છે કે તેના પતિને અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ છે. જ્યારે વર્ષ 2021માં ઘરમાં ઝઘડો થતા તેના સસરા પોતાને પિતાને ત્યાં મૂકી ગયા હતા. ત્યારથી પરિણીતા પોતાના પિતાને ત્યાં રહે છે. પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે પતિ સન્નીપાજી નશાની હાલતમાં તેની પત્નીને માર મારી રિવોલ્વર તેમજ તલવાર વડે મારી નાખવાની ધમકી આપતો હતો. જે મામલે સન્ની પાજીની પત્નીએ અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુદ્ધ આ ફરિયાદ નોંધી છે. પોલીસે સન્નીપાજી અને તેના પિતા વિરુધ્ધ આઇપીસી કલમ 498(ક), 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:પત્ની તરફથી પતિ સામે ગેરકાયદે સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન: HC

ABOUT THE AUTHOR

...view details