ગુજરાત

gujarat

Rajkot News: ગોંડલ ચોકડી પાસે બ્રિજના નિર્માણ દરમિયાન ક્રેઇન ખાબકી, પછી તો જોવા જેવું થયું

By

Published : Feb 8, 2023, 2:28 PM IST

રાજકોટ ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે આ બ્રિજના નિર્માણકાર્ય દરમિયાન ક્રેઇન નીચે પડવાના ખબર સામે આવ્યાં છે. આ રસ્તા પર આને લીધે થોડો સમય અફડાતફડી મચી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ ગયાં હતાં. આ ાથે એનએએચઆઈની બેદરકારી પર પણ સવાલો ઉઠ્યાં હતાં.

Rajkot News :  રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજના નિર્માણ દરમિયાન ક્રેઇન ખાબકી, પછી તો જોવા જેવું થયું
Rajkot News : રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજના નિર્માણ દરમિયાન ક્રેઇન ખાબકી, પછી તો જોવા જેવું થયું

નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આંગળી ચીંધાઇ રહી છે

રાજકોટઃ રાજકોટના ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ છે. એવામાં આ નિર્માણ કાર્ય દરમિયાન બ્રિજ ઉપરથી અચાનક ક્રેઇન નીચે ખાબકી હતી. જેના કારણે રસ્તા પર થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ક્રેઇન નીચે ખાબકતા થોડા સમય માટે ગોંડલ ચોકડી ખાતે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આંગળી ચીંધાઇ રહી છે.

આ પણ વાંચો અમેરિકામાં ક્રેઇન નીચે દબાતા મુળ નવસારીના સિવિલ એન્જીનીયરનું મોત

રાજકોટ બાયપાસ રોડ પર બની રહ્યો છે બ્રિજ : રાજકોટના ગોંડલ ચોકડી ખાતે જે બ્રિજ નિર્માણની કામગીરી શરૂ છે. તે રસ્તા પરથી રાજકોટ બાયપાસ જઈ શકાય છે, એટલે કે રાજકોટથી અમદાવાદ તરફ જઈ શહેરમાં આવ્યા વગર બરોબાર જઈ શકાય છે. જ્યારે અમદાવાદ તરફથી આવતા વાહનો સીધા ગોંડલ અને જૂનાગઢ તરફ જઈ શકાય છે. એમાં આ રાજકોટ બાયપાસ રસ્તા ઉપર દુર્ઘટના સર્જાઇ છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. એવામાં આજે આ દુર્ઘટના સર્જાતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.

કોઈ મોટી જાનહાનિ નહીં : ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ હોય ત્યારે અચાનક બ્રિજ ઉપરથી ક્રેન નીચે પડી હતી. જે ઘટનામાં નીચે રહેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું પરંતુ કોઈ મોટી જાનહાનિ આ દુર્ઘટનામાં સર્જાઇ નથી. જ્યારે વિસ્તારમાં આ પ્રકારની ઘટના સર્જવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ બ્રિજ પરનો એક સાઈડનો રોડ શરૂ કરવામાં આવ્યો છે અને બીજી સાઇટ ઉપર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે.

આ પણ વાંચો ભરૂચ સિવિલ હોસ્પિટલની નવીનીકરણની કામગીરી દરમિયાન વધુ એક બેદરકારી...

ક્રેઇન પડવાનો વિડીયો વાઇરલ થયો હતો : આવી જ એક ઘટના થોડા સમય પહેલાં ભરુચના જાંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારની સામે આવી હતી. જ્યાં કાર પર ક્રેઇન પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો. કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details