ગુજરાત

gujarat

રાજકોટ કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં કરી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરી સમીક્ષા

By

Published : Dec 27, 2022, 11:10 AM IST

રાજકોટમાં કોરોનાની સ્થિતિ (Corona situation in Rajkot) અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી (Rajkot Collector Meeting for covid preparation) હતી. તેમણે પૂર્વ તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલી વ્યવસ્થાની જાતતપાસ કરી હતી. સાથે જ જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

રાજકોટ કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં કરી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરી સમીક્ષા
રાજકોટ કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં કરી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરી સમીક્ષા

રાજકોટસમગ્ર વિશ્વમાં કોરોના ફરી માથું ઊંચકી (Covid Cases in India) રહ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ આરોગ્ય મંત્રાલયે (Ministry of Health India) તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે બેઠક કરી જરૂરી સૂચનો આપ્યા છે. તેવામાં હવે રાજકોટનું તંત્ર (Rajkot Municipal Corporation) પણ કોરોના સામે લડવા તૈયાર બન્યું છે.

કલેક્ટરે કરી જાતતપાસ અહીં કલેક્ટર અરૂણ મહેશબાબુએ પંડીત દીનદયાળ સિવિલ હોસ્પિટલની (Pandit Deendayal Civil Hospital) રૂબરૂ (Rajkot Collector Meeting for covid preparation) મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે કોરોના મહામારીને ધ્યાનમાં લઇ પૂર્વ તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલી વ્યવસ્થાની જાત તપાસ કરી હતી તેમજ જરૂરી સુચનો આપ્યા હતા.

નવા વેરિયન્ટ અંગે ડોક્ટર્સ પાસેથી વિગતવાર માહિતી મેળવીહાલમાં ચૌધરી હાઈસ્કૂલના કેમ્પસમાં (Chaudhary High School Campus) આવેલી કોરોના હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવા અને કોરોના મહામારીને લગતી તમામ સાધનસામગ્રી, ઓક્સિજન વગેરેની વ્યવસ્થા સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે સુસજ્જ કરવા, કોરોના મહામારીની સારવાર સાથે તબીબો, તજજ્ઞ, નર્સિંગ કર્મચારીઓ, ટેક્નિકલ, નોન ટેક્નિકલ સ્ટાફ અને વર્ગ 4ના સ્ટાફ સહિત એમ્બુલન્સ વાહન અંગે કલેક્ટરે ચર્ચા કરી હતી. PSA પ્લાન્ટ, ઓક્સિજન સપ્લાય અને હોસ્પિટલના કોરોના વોર્ડની મુલાકાત કલેક્ટરે લીધી હતી. તેમ જ કોવિડ 19 નવા વેરિયન્ટ અંગે ડોક્ટરો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

બાળકો માટે 100 બેડની કરાઈ વ્યવસ્થાચૌધરી હાઈસ્કૂલના કેમ્પસની કોરોના હોસ્પિટલમાં હાલમાં 100 દર્દીઓના બેડની વ્યવસ્થા છે. ભવિષ્યમાં દર્દીઓ વધે તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (Pradhan Mantri Swasthya Suraksha Yojana) બિલ્ડીંગના ત્રીજા માળે વધુ 50 પથારીની વ્યવસ્થા કરવા અંગેની પણ ચર્ચા આ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના બાળદર્દીઓ માટે બાળકોની હોસ્પિટલમાં પણ 100 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

આ લોકો રહ્યા ઉપસ્થિત તેમ જ કોરોના મહામારીને પહોંચી વળવા દવા, સાધનસામગ્રી, ઈક્વિપમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ, ઑક્સિજન સહિત તમામ જરૂરિયાતો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Municipal Corporation) સંપૂર્ણપણે સજ્જ છે. આ તકે ઑક્સિજન ઈન્ચાર્જ ડો. ઓમદેવસિંહ ગોહિલ, ઈન્ચાર્જ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ડો. એમ.એસ. રોય સહિત તમામ વિભાગના HOD ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details