ગુજરાત

gujarat

રાતિયા ગામે સિંહે ગાયનું મારણ કર્યું, બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહ માટે બીજું ઘર બનાવવાની તજવીજ

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 2:09 PM IST

પોરબંદરમાં આવતાં સિંહોના આવાસ માટે બરડા વન્યજીવ અભયારણ્ય વિકસાવવાના પ્રયાસો જારી છે. ત્યારે વધુ એકવાર પોરબંદરના રાતિયા ગામમાં સિંહે ગાયનું મારણ કરવાના ખબર સામે આવ્યાં છે. આ સિંહ માંગરોળથી દરિયાઈ પટ્ટી તરફ થઈને પોરબંદર આવ્યો હોવાનું અનુમાન છે.

રાતિયા ગામે સિંહે ગાયનું મારણ કર્યું, બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહ માટે બીજું ઘર બનાવવાની તજવીજ
રાતિયા ગામે સિંહે ગાયનું મારણ કર્યું, બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહ માટે બીજું ઘર બનાવવાની તજવીજ

દરિયાઈ પટ્ટી તરફ થઈને પોરબંદર આવ્યો

પોરબંદર : પોરબંદરના રાતિયા ગામે ત્રણ દિવસ પહેલા સિંહે ગાયનું મારણ કર્યાનું સામે આવ્યું છે. સિંહના વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. પોરબંદર વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર માંગરોળથી દરિયાઈ પટ્ટી તરફ થઈને અહીં સુધી આવી પહોંચ્યો છે. ત્યારે આ સિંહને રેડિયો કોલર પણ લગાવવામાં આવ્યો નથી. વન વિભાગ દ્વારા સિંહના લોકેશન પર સતત નજર રખાઈ રહી છે.

સિંહો પોરબંદર પહોંચી રહ્યાં છે : આગળ પણ એક જ વર્ષમાં સમ્રાટ નામનો સિંહ માંગરોળથી માધવપુર થઈને પોરબંદર પહોંચ્યો છે. જેને હાલ બરડા વન્યજીવ અભયારણ્યમાં રાખવામાં આવ્યો છે. તો દિવાળી દરમિયાન એક સિંહણ તેના બચ્ચા સાથે દરિયાઈ પટ્ટી પર થઈને પોરબંદર પહોંચી હતી. જે સૂચવે છે કે પોરબંદર આસપાસનો વિસ્તાર સિંહોને અનુકૂળ આવી રહ્યો છે.

માંગરોળમાં બે સિંહ અને બે સિંહણો છે. જેમાંથી એક સિંહ પોતાના નવા વિસ્તારની શોધમાં આ તરફ આવી ચડ્યો હોય તેવું બને. તે અહીંથી બરડા સુધી જાય તેવી શક્યતાઓ છે. હાલ વન વિભાગ દ્વારા તેના પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે..એસ. બી.ભમર ( પોરબદંર વન વિભાદ અધિકારી)

એશિયાટિક સિંહોના સંભવિત સ્થળ તરીકે બરડા : પ્રાપ્ત માહિતી અનુસાર એક વર્ષ અગાઉના પૂર્વ પર્યાવરણપ્રધાન અશ્વિની ચોબેના જણાવ્યા અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં બરડા વન્ય જીવ અભયારણ્યને એશિયાઈ સિંહોના બીજા ઘરના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા બરડા વન્ય જીવ અભયારણ્યની ઓળખ અને આકલન એશિયાટિક સિંહોના સંભવિત સ્થળના રૂપમાં જોવામાં આવી રહી છે. 40 વયસ્ક અને ઉપવયસ્ક સિંહની વસતીના પ્રાકૃતિક ફેલાવના માધ્યમથી બરડા પહાડી અને તટીય જંગલોને મોટા પરિદ્રશ્યમાં સમાયોજિત કરી શકાય તેમ છે.

વિલુપ્ત થવાનો ખતરો : 1990ના ગુજરાતમાં અને ગુજરાતની બહાર એશિયાટીક સિંહો માટે પુનર્વાસ સ્થળ શોધવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે એશિયાટિક સિંહોની પ્રજાતિ ઓછી આનુવંશિક વિવિધતાને કારણે મહામારીના કારણે વિલુપ્ત થવાનો ખતરો છે.

એશિયાટિક સિહોનું સ્થળાંતર : 2013માં સુપ્રીમ કોર્ટે સરકારને છ મહિનાની અંદર એશિયાટિક સિહોને ગુજરાતમાંથી મધ્યપ્રદેશના ગુના રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થળાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. અનેક નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ કારણ અનુસાર બરડા વન્ય જીવ અભયારણ્ય એશિયાટિક સિંહો માટે એક આદર્શ સ્થળ નથી. કારણ કે આ સ્થળ ગીરથી 100 કિલોમીટર દૂર છે અને કોઈ મોટું ચક્રવાત સૌરાષ્ટ્ર સાથે ટકરાય ત્યારે બરડાને પ્રભાવિત કરે તેવી સંભાવના પણ છે. આ ઉપરાંત સંક્રમક રોગને ફેલાવતા અટકાવવા માટે 100 કિલોમીટરનું અંતર અનુકૂળ ન કહેવાય.

સિહો માટે બીજું ઘર બની શકે તેવા પ્રયાસો : પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 2015 માં 523થી વધીને 2020માં 674 થઈ હતી. ગુજરાત વન વિભાગના અનુસાર 2013 - 14 અને 2022 - 23 ની વચ્ચે ગિરનાર જંગલોમાં 240 સિંહોના મૃત્યુ થયા છે. હાલ સિંહ માટે આખી દુનિયામાં એક માત્ર સ્થળ ગીર અભયારણ્ય છે ત્યારે બરડા વન્ય જીવ અભયારણ્ય સિહો માટે બીજું ઘર બની શકે તેવા પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે.

  1. પોરબંદરમાં સિંહ લાવશે સમૃદ્ધિ, કાયમી વસવાટ અંગે પ્રકૃતિપ્રેમીઓએ કરી રજુઆત
  2. પોરબંદરમાં બરડા જિન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને આપ્યો જન્મ

ABOUT THE AUTHOR

...view details