ETV Bharat / state

પોરબંદરમાં બરડા જિન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને આપ્યો જન્મ

author img

By

Published : Nov 27, 2020, 2:27 PM IST

પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેકટ અંતર્ગત રાખવામાં આવેલી સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા સિંહણ વનવિભાગના વેટરનરી ડોકટર તથા સ્થાનિક સ્ટાફના સતત નિરીક્ષણ હેઠળ રાખેલી હતી. એક માદા અને બે નર ત્રણેય સિંહબાળ હાલ તંદુરસ્ત છે.

Porbandar
પોરબંદર

  • પોરબંદરમાં બરડા જીન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને જન્મ આપ્યો
  • એક માદા, બે નર, વજન 1100 ગ્રામ, ત્રણેય સિંહબાળ તંદુરસ્ત
  • ત્રણેય સિંહબાળ ને જૂનાગઢ સક્કર બાગમાં ખસેડાયા


પોરબંદર: સિંહોની પ્રજાતિને બચાવવા અને તેમનું જતન અને સંવર્ધન કરવા માટે જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લઇ આવ્યા હતાં. જ્યાં એ-વન નામના સિંહ અને એક માદા સિંહણના સંવનનથી માદા સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે. જેને લઇને વન વિભાગ તંત્ર સહિત લોકોમાં ખુશીની લહેર છવાઈ છે.

વનવિભાગ દ્વારા માદા અને સિંહ બાળની રખાઈ છે સતત દેખરેખ

પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેકટ અંતર્ગત રાખવામાં આવેલી સિંહણએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા સિંહણ વનવિભાગના વેટરનરી ડોકટર તથા સ્થાનિક સ્ટાફના સતત નિરીક્ષણ હેઠળ રાખેલી હતી. હાલમાં સાતવિરડા ખાતે એક નર સિંહ 'એ–વન' તથા બે માદા તથા સાતમાસ આગાઉ જન્મેલા બે બચ્ચાં મળી કુલ પાંચ પ્રાણીઓ છે, તેવુ વન વિભાગ અધિકારીએ જણાવ્યું હતું.

પોરબંદરમાં બરડા જિન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને જન્મ આપ્યો, વન વિભાગમાં ખુશીની લહેર
ત્રણેય સિંહ બાળને જૂનાગઢ સક્કરબાગ ખાતે લઇ જવાયાત્રણે સિંહ બાળ પર તથા માદા સિંહણ પર સતત નજર રાખતા વેટરનરી તબીબ અને વન વિભાગના સ્ટાફ દ્વારા માલુમ પડ્યું હતું કે, માદા સિંહણ પ્રથમ વખત જ સિંહબાળને જન્મ આપતા તેને તકેદારી કઈ રીતે તેની સમજ ન પડતી હોય સામાન્ય રીતે બાળકનો જન્મ થતા જ માતા તેની સાફ સફાઈ કરતી હોય છે અને ચાટીને સાફ કરતી હોય છે. પરંતુ આ સિંહણ દ્વારા સિંહ બાળની કોઈ કાળજી ન લેવાતા ત્રણેય સિંહ બાળને જૂનાગઢ સક્કર બાગ ખાતે લઇ જવામાં આવ્યા હતા.માદા સિંહણ પણ મળી આવી હતી ગીર જંગલમાંથીબરડા અભ્યારણ્ય ખાતે લાવવામાં આવેલ સિંહણ ગીરના જંગલમાંથી અનાથ બાળ તરીકે મળી આવી હતી. સવા ત્રણ વર્ષની ઉંમર ધરાવતી આ માદાનો ઉછેર જૂનાગઢ સક્કરબાગમાં થયો છે. બરડામાં આઠ વર્ષની ઉંમરના એવન સિંહ સાથે સંવનનથી ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો હતો. 2015થી અત્યાર સુધીમાં બરડા જિનપુલમાં જન્મેલ 7 સિંહબાળને જૂનગાઢ સક્કરબાગમાં મોકલવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.