ગુજરાત

gujarat

પોરબંદરમાં કોંગ્રેસે પેટ્રોલ ભાવ વધારાનો અનોખી રીતે કર્યો વિરોધ : સ્કૂટરની કાઢી અંતિમ યાત્રા

By

Published : Oct 18, 2021, 9:27 PM IST

દિવસે ને દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે જે લોકોની આર્થિક સ્થિતિમાં કારમી થપાટ સમાન છે. ત્યારે ભાવ વધારો સરકાર દ્વારા કંટ્રોલ કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા પોરબંદરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં કોંગ્રેસે પેટ્રોલ ભાવ વધારાનો અનોખી રીતે કર્યો વિરોધ : સ્કૂટરની કાઢી અંતિમ યાત્રા
પોરબંદરમાં કોંગ્રેસે પેટ્રોલ ભાવ વધારાનો અનોખી રીતે કર્યો વિરોધ : સ્કૂટરની કાઢી અંતિમ યાત્રા

  • પેટ્રોલનો ભાવ 100 ને પાર લોકોને મોંઘવારીનો માર
  • સુદામા ચોકમાં રખાયા સ્કૂટરના અંતિમ દર્શન
  • કોંગ્રેસે પેટ્રોલ ભાવ વધારાનો કર્યો વિરોધ

પોરબંદર : દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અને હવે ગુજરાતમાં પણ ભાવ રૂપિયા 100 ને પાર થઈ ગયો છે. ત્યારે તેનો વિરોદ્ધ કરવા માટે પોરબંદર જીલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા એક બાઇકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેના અંતિમ દર્શન માટે સુદામાં ચોકમાં રાખવામાં આવ્યું હતું. આ વિરોદ્ધ પ્રદર્ષનમાં કોંગ્રેસના નેતાઓ તેમજ આગેવાનો જોડાયા હતા.

પોરબંદરમાં કોંગ્રેસે પેટ્રોલ ભાવ વધારાનો અનોખી રીતે કર્યો વિરોધ : સ્કૂટરની કાઢી અંતિમ યાત્રા

સ્કુટરની અંતિમ યાત્રા કાઢવામાં આવી

આજરોજ તારીખ 18/10 ના પોરબંદર જીલ્લામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સુદામાં ચોકમાં સ્કુટરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ પેટ્રોલ, ડીઝલના ભાવ ૧૦૨ રૂપિયા અને ૧૦૩ રૂપિયા થઈ ગયા છે. નાના માણસો તેમજ મધ્યમવર્ગ હેરાન પરેશાન થતા હોઈ તેમનું કારણ કે રોજ રોજ ભાવ વધારો વધતો થતો હોય છે. ત્યારે એક સંદેશો આપવા માટે આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથા ઓડેદરા, યુવક કોંગ્રેસ જીલ્લા ઉપપ્રમુખ આનંદ પૂંજાણી, યુવક કોંગ્રેસ જીલ્લા મહાપ્રઘાન મીત શીંગરખિયા તેમજ માહિયારી ગામના કોંગ્રેસ આગેવાન કેશુભાઈ પરમાર, કોંગ્રેસ આગેવાન વિજય રાણા, વિશાલ બારાઈ, રાણા બપોદરા અને કોંગ્રેસના અન્ય આગેવાનો જોડાયા હતા.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો : ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના

આ પણ વાંચો : "CWC બેઠકમાં કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું", પાત્રાએ લગાવ્યો આરોપ

ABOUT THE AUTHOR

...view details