ETV Bharat / bharat

ખેડૂતો આનંદો : ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના

author img

By

Published : Oct 18, 2021, 3:55 PM IST

Updated : Oct 18, 2021, 4:37 PM IST

ખેડૂતોને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ (Union Minister Mansukh Mandvia) કંપનીઓ દ્વારા ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને (Fertilizer prices rise) પરત ખેચવા આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે. આ ઉપરાંત યુરીયા, DAP, NPK, SSP સહિતના ખાતરોમાં મળતી સબસિડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના
ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના

  • કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ખેડૂતોના હિતમાં કરી મોટી જાહેરાત
  • કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ખાતરમાં વધારેલા ભાવને પરત ખેંચવા આપ્યા આદેશ
  • રાસાયણિક ખાતારમાં 65 થી 455 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો

ન્યૂઝ ડેસ્ક : ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ (Union Minister Mansukh Mandvia) ખાતર (Fertilizer prices rise)કંપનીઓને ટકોર કરતા આદેશ આપ્યો હતો કે, ખાતરમાં કરેલો ભાવ વધારો પરત ખેંચો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, યુરીયા, DAP, NPK, SSP સહિતના ખાતરમાં સબસિડી પણ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના

મનસુખ માંડવિયાની ખાતર અંગે જાહેરાત

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે ખેડૂતો યુરીયા, DAP, NPK, SSP ખાતરનો ઉપયોગ કરે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર ખાતરના ભાવ ખુબ જ વધી ગયા છે. ભારત પણ યુરીયા અને DAP સહિતના ખાતરોને ઇમ્પોર્ટ કરે છે. આ ખાતરો મોંઘા ન થાય અને ખેડૂતો પર બોજ ન આવે, તે માટે ભારત સરકારે સબસિડી ઓમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ ખાતરની કિંમત યથાવત જાળવી રાખી છે. યુરીયા ખાતરમાં 2000 રૂપિયા પ્રતિ બેગ, DAPમાં 1650 રૂપિયા પ્રતિ બેગ, SSP 375 રૂપિયા પ્રતિ બેગ, NPK 900થી વધારીને રૂપિયા પ્રતિ બેગ સબસિડી કરી દેવામાં આવી છે. આથી પહેલા જે ભાવે ખાતર મળતુ હતું તે જ ભાવે આજે પણ મળી રહેશે. કેટલીક કંપનીઓએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો, તેમને પણ સરકાર દ્વારા ભાવ પરત લેવાના આદેશ આપવામાં આવ્યા છે."

રાસાયણિક ખાતરમાં કરાયો હતો ભાવ વધારો

  • NPK ખાતરની 50 કિલોની બોરીમાં 265 રૂપિયાનો વધારો
  • NPK ખાતરની બોરીના 1175 થી વધી 1440 થયા
  • ASP માં બોરીએ 175 રૂપિયાનો વધારો
  • ASP માં બોરીએ 1050 થી વધી 1225 થયા
  • પોટાશમાં 50 કિલોની બોરીએ 165 નો વધારો
  • પોટાશના ભાવ 875 થી વધી 1040 થતા
  • સલ્ફેટનો બોરીમાં 40 રૂપિયાનો વધારો થયો
  • સલ્ફેટમાં બોરીએ 735 થી વધી 775 થયા

રાસાયણિક ખાતારમાં 65 થી 455 રૂપિયાનો ભાવ વધારો

હાલ ખાનગી કંપની દ્વારા બેગએ રૂપિયા 65 થી માંડીને 455 સુધી અલગ અલગ ખાતરમાં અલગ અલગ ભાવ વધારો કરી દીધો છે. જોકે હાલ એક તરફ રવિ સિઝન એટલે કે બટાટાના વાવેતરની તૈયારીઓ છે. તો બીજી તરફ એ જ સમયે ભાવ વધારો કરીને ખેડૂતો પર બોજો જીકી દીધો છે. જેથી ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આવક ડબલ કરવાની જગ્યાએ ડીઝલ અને ખાતરના ભાવ ડબલ કરી દીધા છે તે યોગ્ય નથી, ખેડૂતો લાચાર છે.

Last Updated : Oct 18, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.