ગુજરાત

gujarat

Patan Crime: દલિત બાળકને ક્રિકેટ બોલ આપવા મામલે પિતા પર તલવારથી હુમલો, અંગૂઠો કાપી નાખ્યો

By

Published : Jun 7, 2023, 12:10 PM IST

પાટણના સિદ્ધપુરમાં દલિત પરિવારના છોકરા સાથે એક ચોક્કસ સમાજના જૂથે મારામારી કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ બોલ બાબતે થયેલી માથાકૂટમાં સમાધાન થયા બાદ મામલો બગડ્યાનો આ બીજો મોટો કેસ છે. છોકરાના પિતાને તલવારના ઘા મારી અંગુઠો કાપી નાખી, આંગળી તથા શરીરના ભાગે ઇજાઓ કરી હતી. આ કેસમાં કુલ સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી સમાજના આગેવાનો એ કરી છે.

કાકોશીમાં દલિત યુવક પર હુમલો કરનાર  ચર આરોપીઓને પોલીસે ઝડપ્યા
કાકોશીમાં દલિત યુવક પર હુમલો કરનાર  ચર આરોપીઓને પોલીસે ઝડપ્યા

પાટણ/ સિદ્ધપુર: કાકોશી ગામે રહેતા કીર્તિભાઈ પાનાભાઈ વણકર રવિવારે સાંજે ગામની આઇ.ડી.સેલિયા સ્કૂલ ખાતે તેમના દીકરા હર્ષિદ સાથે મેચ જોવા ગયા હતા. દીકરાનો બર્થડે હોવાથી ક્રિકેટ મેચ જોવા લઈ ગયા હતા. જ્યાં ક્રિકેટનો બોલ આપવા બાબતે માથાકૂટ થઈ હતી. ધનપુરા વીડ ગામના કુલીપસિંહ રાજપૂતે દીકરા સાથે ગમે તેમ બોલવાનું શરૂ કરી દીધું હતું. જે મામલે પિતા એ એમને ટોકયા હતા. મેચ પૂરી થયા બાદ ત્રણથી ચાર કારમાં બીજા દરબારના યુવાનો આવી બહુ ગરમી કરે છે એમ કહી જાતિવિષયક અપમાનીત શબ્દો બોલી મારામારી કરી હતી. જેમાં પિતાને ગંભીર ઈજા થઈ હતી. તેથી સારવાર હેતુ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે.

જિજ્ઞેશ મેવાણી મેદાને:ઉગ્ર આંદોલનની ચીમકી આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે. જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ , પોસ્કો , 120 -બ અને 307 ની કલમો દખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંધેલનની ચીમકી ઉચ્ચારી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયોઆ ઘટનામાં સાત શખસ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે યાર આરોપીને ઝડપી પાડ્યા છે.જ્યારે ત્રણને ઝડપવાના બાકી છે.

રવિવારે સાડાછ વાગ્યે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો . એ બાબતે કુલ સાત આરોપી વિરોધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ ક્રરવામાં આવ્યો છે અને ચાર આરોપીને ઝડપી લીધા છે . તપાસ દરમિયાન સિદ્ધરાજસિહ નામના આરોપીને પણ ઇજા થયેલી છે -- કે.કે. પંડ્યા(સિદ્ધપુર ડીવાય એસ.પી)

ન્યાયીક તપાસની રજુઆત: દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતકાકોશી ગામના આ બનાવના પાટણ જિલ્લાના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આજે જિલ્લાના દલિત આગેવાનો અને નવસર્જન ટ્રસ્ટ પાટણના નરેન્દ્રભાઈ એમ.પરમાર , ભરતભાઇ પરમાર , ગોવિંદભાઇ રાઠોડે કાકોશી ગામની મુલાકાત લીધી હતી. પીડિત પરીવારને મળી કાનુની સલાહ અને માર્ગદર્શન આપ્યુ હતું . ત્યારબાદ કાકોશી પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા તથા પી.એસ.આઇ. સોલંકીને રુબરુ મળી તટસ્થ અને ન્યાયીક તપાસની રજુઆત કરી હતી.

તાત્કાલિક ધરપકડ:બનાવ અંગે નરેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું કે , સરકાર સબ સલામતના દાવા કરી રહી છે. પરંતુ ગુજરાતમાં અનુ.જાતિ , જનજાતિના લોકો સલામત નથી.ગુજરાત અને પાટણ જિલ્લામાં દલિતો ઉપર અત્યારના વધી રહેલા બનાવો સરકારના દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે.આ કેસમાં આઇપીસીની કલમ 125 ( બી ) 34 તથા 307 નો વધારો કરવામાં આવે અને બાકીના તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

સંપૂર્ણ ઘટના ધ્યાને દોરવામાં:કાકોશીમાં ક્રિકેટની બાબતે અનુસૂચિત જાતિ સમાજના યુવાન કીર્તિ વણકર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હાથ નો અંગુઠો કાપી નાખવામાં આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ ના ગુજરાત ઉપાધ્યક્ષ ડો.મનોજ પરમાર , સતીશભાઇ વણસોલા , ભરતભાઈ પરમાર તેમજ ટીમ ના સાથી મિત્રો કાકોશી મુકામે પહોંચી ગઈ હતી. રૂબરૂ તપાસ કર્તા અધિકારીઓ ને કાકોશીની સંપૂર્ણ ઘટના ધ્યાને દોરવામાં આવી હતી.આ જાનલેવા હુમલામા આઇપીસી 307 નો ઉમેરો કરવામાં આવે તેનું પણ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.

  1. Patan News: પત્નીના વિયોગમાં પતિએ જીવતા સમાધિ લેવાની હઠ પકડી
  2. Patan Crime: વારાહી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને વચેટીઓ સાડા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
  3. Patan Crime: વ્યાજખોરોના ત્રાસથી આધેડે જિંદગી ટૂંકાવી, સ્યુસાઈટ નોટમાં 8 નાં નામ

ABOUT THE AUTHOR

...view details