ગુજરાત

gujarat

પાટણમાં યોજાયું સર્વ સમાજનું સંમેલન, ઠાકોર સમાજે જ અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ

By

Published : Oct 12, 2022, 1:59 PM IST

પાટણમાં ભાજપના આગેવાનો (Patan BJP Leaders) દ્વારા દરેક સમાજનો લોકોનું મહાસંમેલન યોજાયું હતું. અહીં ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સ્થાનિક ઉમેદવારોને જ ટિકીટ આપવામાં આવે તાવી માગ કરવામાં આવી હતી. સાથે જ લોકોએ અહીં અલ્પેશ ઠાકોરનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

પાટણમાં યોજાયું સર્વ સમાજનું સંમેલન, ઠાકોર સમાજે જ અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ
પાટણમાં યોજાયું સર્વ સમાજનું સંમેલન, ઠાકોર સમાજે જ અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ

પાટણસમીના રણાવાડા ગામમાં ભાજપના આગેવાનો (Patan BJP Leaders) દ્વારા દરેક સમાજના લોકોનું મહાસમેલન (All Community Maha Sammelan) યોજાયું હતું, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સ્થાનિક ઉમેદવારને જ ટિકીટ આપવામાં આવે તેવી માગ કરી હતી. જો સ્થાનિકને ટિકીટ નહીં મળે તો જંગી મતોથી આયાતી ઉમેદવારને હરાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

રાજકીય પાર્ટીઓએ તેજ કર્યો પ્રચારવિધાનસભાની ચૂંટણીના પડઘમ (Gujarat Assembly Election 2022) વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર (Political campaign) સહિતની ગતિવિધીઓ તેજ કરવામાં આવી છે. બીજી તરફ વિવિધ સંગઠનો અને સામાજિક સંગઠનો દ્વારા પણ પોતાના ઉમેદવારની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક (Radhanpur Assembly Seat) પર કોંગ્રેસ બાદ હવે ભાજપના આગેવાનો દ્વારા પણ સ્થાનિક ઉમેદવારની માંગ કરવામાં આવી છે.

રાજકીય પાર્ટીઓએ તેજ કર્યો પ્રચાર

દરેક સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત સમીના રણાવાડા ગામે ભાજપના આગેવાનો (Patan BJP Leaders) દ્વારા સર્વ સમાજના બેનર હેઠળ મહાસંમેલન (All Community Maha Sammelan) યોજાયું હતું. આ સંમેલનમાં (All Community Maha Sammelan) દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાધનપુર વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપી મેદાને ઉતારવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

અલ્પેશ ઠાકોર સામે વિરોધ રણાવાડા ખાતે યોજાયેલા આ સંમેલનમાં (All Community Maha Sammelan) ભાજપના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) સામે વિરોધ જોવા મળ્યો હતો. અહીં તમામ લોકોએ "જીતશે સ્થાનિક હારશે બહારનો" લડશે સ્થાનિક જીતશે સ્થાનિકના સૂત્રો લગાવ્યા હતા.

અલ્પેશ ઠાકોર મર્યાદા ઓળંગવા મજબૂર કરે છે: નાગરજી ઠાકોરભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે (THAKOR NAGARJI) અલ્પેશ ઠાકોર પર (Alpesh Thakor) આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમોએ તમને મહેમાનગતિએ બોલાવ્યા અને તું અમારો ઉપરી થઈ ગયો. અત્યાર સુધી અમે મર્યાદામાં હતા, પણ હવે લાગે છે કે, અલ્પેશ ઠાકોર તું અમને મર્યાદામાં રહેવા નહીં દે. ઠાકોર સમાજમાં જાન આવે તો વર અને કન્યા પક્ષે પટ્ટા ખેલવાનો જૂનો રિવાજ છે. અમારા વિસ્તારમાં આવીને દાદાગીરી કરો એ તો કેવી રીતે સાખી લેવાય. આ રીતે ચૂંટણી આ રીતે ન લડાય. ભલે મારી પ્રજા ભોળી હોય પણ બેટા જો તને ના બતાવે તો યાદ રાખજે તેવા આકરા પ્રહારો કર્યા હતા.

આ સીટ પર અપક્ષ ઉમેદવાર જીતે તો નવાઈ નહીં: નાગરજી ઠાકોરરાધનપુર વિધાનસભા સીટ (Radhanpur Assembly Seat) ઉપર ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી આગેવાનોએ સ્થાનિક ઉમેદવારની માગણી કરી છે ત્યારે બંને પાર્ટી દ્વારા જો સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવામાં ન આવે તો ભાજપ કૉંગ્રેસના આગેવાનો કાર્યકરો એક થઈ અપક્ષ ઉમેદવારને જીતાડે તો પણ નવાઈ નહીં તેવું પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે (THAKOR NAGARJI) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. આ બેઠકમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, લવીંગજી ઠાકોર, લેબાજી ઠાકોર, નવીન ઠાકોર સહિતના આગેવાનો અને વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details