ગુજરાત

gujarat

Agas Indra Uday visited Patan: પદ્મશ્રી ઇન્દ્ર ઉદયનાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની મુલાકાત લીધી

By

Published : Dec 10, 2021, 8:42 AM IST

ભારત સરકાર દ્રારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઇન્ડોનેશિયાના અગસ્ત ઇન્દ્ર ઉદયાનાએ ગુરુવારે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત(Agas Indra Uday visited Patan) લીધી હતી. જ્યાં યુનિવર્સિટીના અધ્યાપકો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદ્મશ્રીએ યુનિવર્સિટીના(Hemchandracharya North Gujarat University) અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ઇન્ડોનેશિયાના બાલી ખાતે આવવા આમંત્રણ આપ્યું હતું.

Agas Indra Uday visited Patan: પદ્મશ્રી અગસ ઇન્દ્ર ઉદયનાએ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની મુલાકાત લીધી
Agas Indra Uday visited Patan: પદ્મશ્રી અગસ ઇન્દ્ર ઉદયનાએ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની મુલાકાત લીધી

  • પદ્મશ્રી અગસ ઇન્દ્ર ઉદયનાએ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીની મુલાકાત લીધી
  • વિશ્વશાંતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે કામ માટે ભારત સરકારે પદ્મશ્રી આપી નવાજ્યા છે
  • યુનિવર્સિટીના અધિકારી કર્મચારીઓએ અગસ ઇન્દ્ર ઉદાયનાનું કર્યું સ્વાગત
  • અગસ ઇન્દ્ર ઉદયનાએ યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચાઓ

પાટણઃ વિશ્વશાંતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે કામ કરતા ઇન્ડોનેશિયા સ્થિત બાલી ખાતે આશ્રમ(Gandhi's Ashram in Bali, Indonesia) ચલાવતા અને ભારત સરકારે જેમને પદ્મશ્રી આપી નવાજ્યા છે તે અગસ ઇન્દ્ર ઉદયનાએ આજે પાટણની મુલાકાત લીધી હતી. તેમને પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેતા યુનિવર્સિટીના(Hemchandracharya North Gujarat University) રજીસ્ટાર ડૉ. ડીએમ પટેલ, કારોબારી સભ્યો સહીત યુનિવર્સિટીના પ્રોફેસરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ઇન્ડોનેશિયાના બાલીમાં ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને આશ્રમ ચલાવવામાં આવે છે

વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સાથેની ગોષ્ઠીમાં તેમણે જણાવ્યું હતું કે,(Agas Indra Udayana visit by Patan) ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વને વિશ્વશાંતિનો સંદેશ આપ્યો છે. અને મેં પણ ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું ત્યારે તેમના વિચારોથી પ્રભાવિત થયો. સાથે સાથે બાલીમાં પણ આશ્રમ સ્થાપી યુવા વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહ્યો છું. ખાસ કરીને બાલી અને ગુજરાત વચ્ચે સાંસ્ક્રુતિક અને ધાર્મિક ઘણી બધી સામ્યતા છે. ત્યાં પણ સૂર્યની ઉપાસના થાય છે અને અહી પણ ભગવાન સૂર્યનું ભવ્ય મંદિર આવેલું છે. તેમના દ્વારા ભારત અને ઇન્ડોનેશિયા બાલી વચ્ચે સાંસ્ક્રુતિક, ધાર્મિક અને શૈક્ષણિક આદાન પ્રદાન વધે તે માટે યુવાનોને શિક્ષિત કરવા ઇન્ડોનેશિયા ખાતે સેમીનાર, વર્કશોપનું આયોજન કરાય છે. બાલી ઇન્ડોનેશિયામાં ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને પોતાનો આશ્રમ પણ ચલાવવામાં આવે છે. જ્યાં યુવાનોને સમાજસેવા, સાદગીના અને વિશ્વશાંતિના પાઠ ભણાવાય છે.

યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને બાલી આવવા આમંત્રણ આપ્યું

અગસ ઈન્દ્ર ઉદયનાએ આશા વ્યક્ત કરી હતી કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(Hemchandracharya North Gujarat University) પણ તેમના આ વિશ્વશાંતિમાં સહભાગી બને અને અગસ ઈન્દ્રએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકોને બાલી અને ગુજરાત વચ્ચે શૈક્ષણિક સાંસ્ક્રુતિક સેતુરૂપ બનવા બાલી આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. સાથે સાથે અગસ ઈન્દ્રએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલા વાર્તાલાપ અને યુવા શક્તિ વિશ્વને જોડવાની તાકાત હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો.

આ પણ વાંચોઃ Gujarat University Program:ગુજરાત યુનિવર્સિટી સિંહ ગર્જના કાર્યક્રમનો NSUI દ્વારા કાર્યક્રમનો વિરોધ

આ પણ વાંચોઃ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી

ABOUT THE AUTHOR

...view details