ગુજરાત

gujarat

Leopard in Patan: સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, તંત્રની ઢીલી કામગીરી

By

Published : Feb 10, 2023, 2:04 PM IST

સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ મળતી માહિતી અનૂસાર આ દીપડો નદી માર્ગે આગળ જતો રહ્યો છે. બે દિવસની મહેનત બાદ પણ દીપડો પાંજરે પુરાયો નથી.

સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ

પાટણ:સિધ્ધપુર તાલુકાના સમોડા ગામે ગામની સીમમાં દીપડો દેખાતા સીમ વિસ્તારમાં રહેતા લોકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક સમોડા ગામે પહોંચી હતી. દીપડાને પકડવા માટે પાંજરું મુકી ગામ લોકોને સાવચેત રહેવા માટે સૂચિત કર્યા હતા. જોકે દીપડો નદી માર્ગે આગળ જતો રહ્યો હોવાનું અનુમાન ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું.

Leopard in Patan: સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, તંત્રની ઢીલી કામગીરી

માનવ વસ્તીમાં:સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સિમેન્ટ કોંક્રેટના જંગલો વધી રહ્યા છે. જેને કારણે ક્યાંક ને ક્યાંક વન્યજીવો ગામોમાં આવવાના કિસ્સાઓ અનેક વાર સામે આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ બે વર્ષ અગાઉ બોરસણ ગામે દિપડો આવ્યો હતો. જેને પકડવા માટે ગામ લોકો સહિત વન વિભાગની ટીમો કામે લાગી હતી. પરંતુ બે દિવસની મહેનત બાદ પણ દીપડો પાંજરે પુરાયો ન હતો. જંગલ માર્ગે નીકળી ગયો હતો ત્યારબાદ આજે ફરીથી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે સીમમાં દીપડા જેવું પ્રાણી ખેડૂતે જોતા ભયનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ

ગામ લોકોમાં ભય:સિદ્ધપુર તાલુકાના સમોડા ગામની સીમમાં દીપડો દેખાતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા. જેને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું.પરંતુ મોડી સાંજ સુધી દીપડો ન દેખાતા ખેડૂતોમાં અને સીમમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.સમોડાના ખેડૂત ભક્તિભાઈ ગણેશજી ઠાકોર ગુરુવારે બપોરના સમય સમોડાથી સંડેશરી રોડ પર સીમમાં આવેલા ખેતરમાં પ્રવેશ કરતાં દીપડા જેવું ભયંકર પ્રાણી જોવા દેખાતાં તેઓ ડરી ગયા હતા.

Leopard in Patan: સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, તંત્રની ઢીલી કામગીરી

દીપડાને પકડવા:ખેતરમાંથી પાછા વળી ગયા હતા. બાદમાં આ પ્રાણી ક્યાં ગયું તેની તેમને ખબર નથી. આ બાબતની તેમના પડોશી શામજી ચૌધરીને જાણ કરી હતી. સીમમાં દીપડો આવ્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ગામલોકો સીમમાં દોડી આવ્યા હતા. ખેતરમાં તપાસ કરતા દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા.જેને પગલે દીપડો નીકળ્યો હોવાનું નક્કી થતાં દીપડાને પકડવા માટે ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી જે છે. વન વિભાગની ટીમ તાત્કાલિક સમોડા ગામે દોડી આવી હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ એ ખેતરમાં પાંજરું મૂકી દીધું હતું. ગામ લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચિત કર્યા હતા.

આ પણ વાંચો Patan: પાણીના મામલે મહિલાઓ આકરા પાણીએ, પાલિકામાં હલ્લાબોલ તંત્ર સાથે તકરાર

દિપડો આવ્યા નહીં જાણ થતા જ તાત્કાલિક સિદ્ધપુર ટીમ સમોડા ગામમાં પહોંચી ગઈ હતી. દીપડાની શોધખોળ માટે હારીજથી પણ ટીમ બોલાવવામાં આવી હતી સિદ્ધપુર અને હારીજ ફોરેસ્ટ વિભાગની બંને ટીમોએ ખેતરોમાં અને જંગલ વિસ્તાતોમાં જઈ દીપડાની શોધખોળ શરૂ કરી હતી. તેને પકડવા માટે પાંજરું પણ મૂક્યું છે.તો ચાણસ્મા અને પાટણની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાવી નથી એક અંદાજ મુજબ નદીના રસ્તે દીપડો આગળ જતો રહ્યો-- પ્રજ્ઞાબેન ચૌધરી(સિધ્ધપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર)

ABOUT THE AUTHOR

...view details