ETV Bharat / state

Patan: પાણીના મામલે મહિલાઓ આકરા પાણીએ, પાલિકામાં હલ્લાબોલ તંત્ર સાથે તકરાર

author img

By

Published : Feb 8, 2023, 1:47 PM IST

પાટણમાં આવેલા રાધનપુરમાં ભર શિયાળામાં લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી લોકોને પાણી નથી મળી રહ્યું. મહિલાઓએ કંટાળીને રાધનપુર નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ બંગડીઓ ફેંકી અને સત્તાધીશો વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા અને વિરોધ કર્યો.

Patan: પાણીની તરસે કરાવી તારાજી, રાધનપુરમાં પાણીના મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ
Patan: પાણીની તરસે કરાવી તારાજી, રાધનપુરમાં પાણીના મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

Patan: પાણીની તરસે કરાવી તારાજી, રાધનપુરમાં પાણીના મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

પાટણ: પાટણના રાધનપુરમાં શિયાળામાં પાણીની અછત જોવા મળી રહી છે. ઉનાળામાં જો પાણીની સમસ્યા હોય તો વાત સમજાય. ભર શિયાળામાં પાણીની અછત જોવા મળી રહી છે. જેના કારણે પાટણના રાધનપુરના લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. મહિલાઓએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો. પાલિકાની કચેરીમાં જઈને મહિલાઓ રણચંડી બની ગઈ હતી.

આ પણ વાંચો Stray Cattle Issue: આખલાએ આવરદા છીનવી, ઘરમાં ઘુસીને તાંડવ કરતા વૃદ્ધાનું મૃત્યુ

હોબાળો મચાવ્યો: રાધનપુર નગરપાલિકા ખાતે બપોરે ત્રણેક વાગ્યે શરૂ થયેલ સામાન્ય સભા દરમિયાન નગરના કેટલાક વિસ્તારમાં પાલિકાના સત્તાધીશોને અણ આવડતને કારણે સર્જાયેલ પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓનું ટોળું નગર પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યું હતુ. સામાન્ય સભા દરમ્યાન મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ નીવડેલા સત્તાધીશો સામે મહિલાઓએ બંગડીઓ ફેંકી હતી.

મહિલાઓ બની રણચંડી: રાધનપુર નગર પાલિકા ખાતે બપોરે ત્રણેક વાગ્યે શરૂ થયેલ સામાન્ય સભા દરમિયાન નગરના કેટલાક વિસ્તારમાં પાલિકાના સત્તાધીશોને અણ આવડતને કારણે સર્જાયેલ પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓનું ટોળું નગર પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યું હતુ. સામાન્ય સભા દરમ્યાન મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ નીવડેલા સત્તાધીશો સામે મહિલાઓએ બંગડીઓ ફેંકી હતી.

આ પણ વાંચો Foreign birds in Winter: પાટણ પાસે આવેલા કોડધાના વાડીલાલ તળાવમાં વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

મહિલાઓએ ફેંકી બંગડીઓ: કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડા ઉપરના વિવિધ કામ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. તે દરમિયાન ધનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી પીવાની પાણીની તંગીના કારણે ત્રાસી ઉઠેલ મહિલાઓ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટોળા સ્વરૂપે નગરપાલિકાની ચાલું સામાન્ય સભામાં પહોંચ્યા હતા. નગરપાલિકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. પાણી આપવાની માંગ બુલંદ કરી ડાયસ પરના સત્તાધીશો સામે બંગડીઓ ફેકી રોષ વ્યક્ત કર્યો હતો.

મહિનાઓથી નથી મળતું પાણી: રાધનપુર નગરમાં છેલ્લા બે માસ થી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. નગર પાલિકાના સત્તાધીશોની અણ આવડતને કારણે નગરમાં સર્જાયેલ પાણીની સમસ્યાથી બે મહિનાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. બપોરે ત્રણ કલાકે નગર પાલિકા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાલિકાના હોલમાં સામાન્ય સભા ચાલતી હતી. નગરના કુંભરવાસ, લડવાશેરી, પાંજરાપોળ, ઊંજિયવાસ, ભોજકવાસ સહિતની મહિલાનું ટોળુ પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યું હતુ.

સત્તાધીશો વિરૂદ્ધ સુત્રો: સામાન્ય સભામાં પાણી માંગને લઈને સત્તાધીશો વિરૂદ્ધ સુત્રો બોલાવ્યા હતા. મહિલાનું ટોળું આવતા ભાજપના કેટલાક સદસ્યોએ પાણીની સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી.પરંતુ છેલ્લા ત્રણેક માસથી પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓના પાણીના પ્રશ્નનું નિવારણ લાવવામાં નિષ્ફળ નીવડેલ પાલિકાના સત્તાધીશો સામે રોષે ભરાયેલ મહિલાએ બંગડીઓ ફેંકી હાય હાય બોલાવી હતી.

પાણીની સમસ્યા ઊભી: છેલ્લા ત્રણેક મહિનાથી પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી વારંવાર રજૂઆતો કરવા છતા પાલિકાના સત્તાધિશો અમારા વિસ્તારની પાણીની સમસ્યા બાબતે જાણી જોઈને આંખ આડા કાન કરતા હોવાનુ મહિલાઓએ જણાવ્યુ હતુ. જાણી જોઈને પાણીની સમસ્યા ઊભી કરાઇ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા જરૂરિયાત મુજબ પાલિકાને પાણી આપવામાં આવે છે.પરંતુ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ભાજપને મત આપ્યા એટલે પાલિકાની કોંગ્રેસની બોડી દ્વારા લોકો સાથે બદલો લેવા પાણીની સમસ્યા જાણી જોઈને ઊભી કરવામાં આવી હોવાનો વિરોધ પક્ષના નેતા પ્રકાશભાઈ દક્ષિણીએ આક્ષેપ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.